આઈફોન બાદ હવે એરપોડ અને બીટ્સ હેડફોનનું ઉત્પાદન પણ ભારતમાં થશે
October 05, 2022
નવી દિલ્હીઃ દુનિયાની અગ્રણી ઇલેક્ટ્રોનિક ગેજેટ કંપની એપલે આઈફોન પછી હવે તેના એરપોડ અને બીટ્સ હેડફોનનું ઉત્પાદન પણ ભારતમાં કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ મુજબ એપલે તેના સપ્લાયરોને અમુક માત્રામાં એરપોડ તથા બીટ્સ હેડફોનનું ઉત્પાદન ભારતમાં કરવા જણાવ્યું છે.
એપલ ભારતમાં તેના આઈફોનનું ઉત્પાદન વધારી રહ્યું છે અને હવે તેનાં અન્ય બે ગેજેટનું ઉત્પાદન પણ ભારતમાં શરૂ કરે તેવી શક્યતા છે તેમ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. (https://economictimes.indiatimes.com/tech/technology/after-iphones-apple-to-shift-production-of-airpods-beats-headphone-to-india/articleshow/94657909.cms )
બ્લુમબર્ગે હજુ મંગળવારે જ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, એપ્રિલથી અત્યાર સુધીના પાંચ મહિનામાં ભારતમાંથી એપલના આઈફોનની નિકાસ એક અબજ ડૉલરનો આંક વટાવી ગઈ છે.
જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો માર્ચ 2023 સુધીમાં યુરોપ તથા મધ્યપૂર્વમાં ભારતમાં ઉત્પાદિત આઈફોનની નિકાસ 2.5 અબજ ડૉલરને આંબી જશે.
હવે એરપોડ તથા બીટ્સ હેડફોનનું ઉત્પાદન ભારતમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનો અર્થ એ છે કે એપલને ભારતની ઉત્પાદન ક્ષમતામાં વિશ્વાસ સ્થાપિત થયો છે. આવો વિશ્વાસ મૂડીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજ જોશીએ તાજેતરમાં વ્યક્ત કર્યો હતો. રાજ જોશીએ કહ્યું હતું કે, આઈફોન 14નું ઉત્પાદન ભારતમાં કરવાની એપલની યોજના એક હકારાત્મક સંકેત છે કેમ કે તેનાથી હાલ ચીનમાં વધારે પડતું કેન્દ્રિત થયેલું ઉત્પાદન અન્યત્ર ખસેડવાની તકો ખુલશે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
