દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મંત્રીએ હજારો હિન્દુઓનું ધર્માંતર કરાવ્યું ; હિંદુ દેવતાઓને ન ભજવાની શપથ લેવડાવી
October 07, 2022
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનો હિન્દુત્વ વિરોધી ચહેરો વધુ એક વખત સ્પષ્ટ રીતે ઉજાગર થયો છે. દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના નેતૃત્વ હેઠળ હજારો હિન્દુઓ બૌદ્ધ સંપ્રદાય અંગીકાર કરતા હોય એવો વીડિયો વાયરલ થયો છે.
વિવિધ મીડિયા અહેવાલ મુજબ (https://www.opindia.com/2022/10/aap-minister-rajendra-pal-gautam-event-10000-hindus-converted-buddhism/ ) કેજરીવાલના મંત્રીએ દિલ્હીમાં ઝંડેવાલા-કરોલ બાગ વિસ્તારમાં ડૉ. બી આર આંબેડકર ભવન ખાતે વિજયા દશમીના દિવસે આ સામૂહિક ધર્માંતરનું આયોજન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા સ્થાપિત ધ જય ભીમ મિશન તથા બુદ્ધિસ્ટ સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા આટલા મોટાપાયે આ સામૂહિક ધર્માંતરનું આયોજન થયું હતું (https://swarajyamag.com/news-brief/aap-leader-and-delhi-cabinet-minister-organises-mass-conversion-of-hindus-in-delhi )
આ ધર્માંતર દરમિયાન હજારો હિન્દુઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે, તેઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માને. એટલું જ નહીં પરંતુ આ હિન્દુઓને એવા પણ શપથ લેવડાવવામાં આવ્યા કે તેઓ ગણેશજી તથા રામ-કૃષ્ણને પણ ઈશ્વર નહીં માને.
આ ધર્માંતર કાર્યક્રમ પૂરો થયા બાદ કેજરીવાલ સરકારના મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે, ચલો બુદ્ધ કી ઓર મિશન જય ભીમ બુલાતા હૈ. રાજેન્દ્રપાલ ગૌતમે આગળ લખ્યું કે, આજે મિશન જય ભીમના નેજા હેઠલ અશોકા વિજયાદશમી પર ડૉ. આંબેડકર ભવન, રાની ઝાંસી રોડ ખાતે 10,000થી વધુ બુદ્ધિજીવિયોએ તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મમાં ઘર વાપસી કરીને જાતિ વિહીન તથા અસ્પૃશ્યતાથી મુક્ત ભારત બનાવવાના શપથ લીધા.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
