વડાપ્રધાન નરેન્દ્રભાઈ મહેસાણા ખાતે રૂ. 2890 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મહેસાણા ખાતે રૂ. 2890 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

— રૂ. 511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ

— રૂ. 336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 9 ઓક્ટોબરને રવિવારના રોજ મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ વિકાસકાર્યોમાં રૂ. 511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ. 336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ. 1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.

ભારતનું સૌ પ્રથમ સતત સૌરઊર્જાથી સંચાલિત અંદાજીત રૂ. ૮૦.૬૬ કરોડના ખર્ચે તૈયાર થયેલું મોઢેરા ‘સૂર્ય ગ્રામ’નું રાષ્ટ્રને સમર્પણ

વિવિધ લોકાર્પણ પ્રોજેક્ટ્સની યાદી
અનુ. નં. વિભાગ પ્રોજેક્ટનું નામ અંદાજીત બજેટ (રૂ. કરોડમાં)
૧ રેલ મંત્રાલય, ભારત સરકાર સાબરમતી થી જગુદણ ને જોડતી રેલ્વે લાઈન નું ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ૫૧૧
૨ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય – ભારત સરકાર ONGC-નંદાસણના ભૂસ્તરીય તેલ ઉત્પાદન પ્રોજેક્ટ ૩૩૫
૩ નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા, સિંચાઈ અને કલ્પસર વિભાગ સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ (ખેરવા) થી શીગોડા તળાવ (વિસનગર) સુધી પાણીના વહન માટે પાઈપલાઈન પ્રોજેકટ. ૧૦૮.૧૯
૪ ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ ભારતનું સૌરઊર્જા સંચાલિત પ્રથમ ગામ (મોઢેરા) અને ૧૫ MWh બેટરી સ્ટોરેજ સીસ્ટમ પ્રોજેક્ટ. ૮૦.૬૬
૫ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધરોઇ ડેમ આધારીત વડનગર ગ્રુપ, ખેરાલુ ગ્રુપ અને ધરોઇ ગ્રુપની સુધારણા પ્રોજેક્ટ ૩૯.૮૩
૬ માર્ગ અને મકાન વિભાગ ચાર માર્ગીય બેચરાજી-મોઢેરા-ચાણસ્મા માર્ગ પ્રોજેક્ટ ૨૬.૫
૭ સામાન્ય વહીવટી વિભાગ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્રાદેશિક છાત્રાલયના નવીન મકાન બંધાકામ પ્રોજેક્ટ ૨૩.૫
૮ માર્ગ અને મકાન વિભાગ ઊંઝા-દાસજ-ઉપેરા-લાડોલ રસ્તા પહોળા કરવાનો પ્રોજેક્ટ ૨૨.૦૦
કુલ (A) ખર્ચ ૧૧૪૬.૬૮

 

 

 

વિવિધ ખાતમુહુર્ત પ્રોજેક્ટ્સની યાદી

અનુ. નં. વિભાગ પ્રોજેક્ટનું નામ અંદાજીત બજેટ (રૂ. કરોડમાં)
૧ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ચાર માર્ગીય પાટણ-ગોઝારીયા માર્ગ પ્રોજેક્ટ (NH68) ૧૧૮૧.૩૪
૨ કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન, ગુજરાત સરકાર મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટ ૩૦૦
૩ આરોગ્ય વિભાગ મહેસાણા સિવિલ હોસ્પીટલનું પુનઃનિર્માણ ૧૭૧
૪ કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન, ગુજરાત સરકાર મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે UHT મિલ્ક પ્લાન્ટ પ્રોજેક્ટ ૧૫૦
૫ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય – ભારત સરકાર ONGC-નોર્થ કડી ખાતે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટ ૧૪૩
કુલ (B) ખર્ચ ૧૯૪૫.૩૪
૧ કુલ લોકાર્પણ ૯ ૧૧૪૬.૬૮
૨ કુલ ખાતમુહુર્ત ૫ ૧૯૪૫.૩૪
કુલ (A+B) ખર્ચ ૩૦૯૨.૦૨

 

રાષ્ટ્રને સમર્પણ

પ્રોજેક્ટનું નામ: ભારતનું સૌર-ઊર્જા સંચાલિત પ્રથમ ગામ (મોઢેરા) અને ૧૫ MWh બેટરી સ્ટોરેજ સીસ્ટમ પ્રોજેક્ટ   

વિભાગ: ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ

 

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર અને નગરનું સોલારાઇઝેશન ગામ

સુજ્જનપુરા ખાતે સ્થાપિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરા નગરને ચોવીસ કલાક (24×7) સૌરઊર્જા પૂરીપાડવા માટે ભારતસરકાર અને ગુજરાત સરકારે પ્રોજેક્ટ ઘડ્યો છે.

મોઢેરા ગામ હવે સૌરઊર્જાને શક્તિમાં રૂપાંતરિત કરીને સૂર્યની અગાઉ ક્યારેય અનુભવાયેલી ન હોય તેવી ઊર્જાથી ઉત્સાહિત છે.  આખું મોઢેરા ગામ હવે પરંપરાગત કોલસા આધારિત વીજળીના ભારણમાંથી મુક્ત થઈ ગયું છે અને તે રીતે સૌરઊર્જાનો ઉપયોગ કરે છે.

 પ્રોજેક્ટના ઘટકો :-

  1. સુજ્જનપુરા ખાતે 6 મેગાવોટ ગ્રીડ કનેક્ટેડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પીવી પાવરપ્લાન્ટ.
  2. મોઢેરા, સમલાનપુરા અને સુજ્જનપુરા ગામો ખાતે રહેણાંક ઇમારતો પર 1383 રૂફટોપ સોલાર સિસ્ટમ્સ.
  3. મોઢેરા, સમલાનપુરા અને સુજ્જનપુરા ગામો ખાતે વિવિધ સરકારી ઈમારતો પર 316 KW રૂફટોપ સોલાર PV સિસ્ટમ્સ.
  4. સુજ્જનપુરા ખાતે 15 MWh, 6 MW, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS).

સ્માર્ટ એનર્જી ઘટકો :-

  • મોઢેરાના ઇલેક્ટ્રિક ગ્રાહક સ્તરે સ્માર્ટ એનર્જી મીટર (1700 થીવધુનંગ) ની સ્થાપના.
  • મોઢેરાસૂર્યમંદિર ખાતે SCADA આધારિત સ્માર્ટ એનર્જી સેન્ટર (અર્થઘટન કેન્દ્ર કમ મ્યુઝિયમ).
  • 150 kWh બેટરી સ્ટોરેજ સાથે 50 KW સોલારપાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર.
  • મોઢેરા સૂર્યમંદિર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન.
  • મોઢેરા સૂર્ય મંદિરપાસે સેન્સર આધારિત સ્માર્ટ સ્ટ્રીટલાઇટ.

સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૮૦.૬૬ કરોડ.  સમગ્ર પ્રોજેક્ટ ખર્ચ 50:50 શેરિંગ ધોરણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

લોકાર્પણ

ક્રમ નં.: ૧

પ્રોજેક્ટનું નામ: સાબરમતી થી જગુદણ ને જોડતી રેલ્વે લાઈન નું  ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ

વિભાગ: રેલ મંત્રાલય

 

  • ભારતીય રેલ્વેની આ મીટરગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
  • અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનો સાબરમતી – જગુદણ વિભાગ છે (૬૮.૭૮ કિમી)
  • આ ગેજ કન્વર્ટેડ લાઇન હાલની સિંગલ બ્રોડગેજ લાઇનની સમાંતર ચાલી રહી છે અને સાબરમતી – જગુદણ સેક્શન વચ્ચે ડબલિંગની સુવિધા આપે છે.
  • આ વિભાગ પશ્ચિમ દરિયાકિનારે આવેલા બંદરો સહિત પશ્ચિમ ભારતમાં સેવા આપતા અમદાવાદ અને દિલ્હી વચ્ચેના મહત્વના બ્રોડગેજ રૂટનો એક ભાગ છે.
  • આ મહત્વપૂર્ણ વિભાગથી માલવાહક ક્ષમતામાં વધારો કરશે.
  • આ પ્રોજેક્ટ વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ ની ટ્રેનોની અવરજવરને સરળ બનાવશે
  • અમદાવાદ અને મહેસાણા વચ્ચે મુસાફરીનો સમય ઘટશે
  • આ પ્રોજેકટ અંતર્ગત ૧૨ મેજર બ્રિજ અને નાના ૯૩ બ્રિજ તેમજ ૧૬ સ્ટેશનો ને આવરી લેવામાં આવ્યા છે જેમાં કુલ ખર્ચ રૂ.૫૧૧ કરોડ થયેલ છે.

લોકાર્પણ

ક્રમ નં.: ૨

પ્રોજેક્ટનું નામ: નંદાસણના ભૂસ્તરીય તેલ ઉત્પાદન પ્રોજેક્ટ

વિભાગ: પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય – ONGC

કૈયલ ગામ, કડી તાલુકા ખાતે આવેલ રૂપિયા ૩૩૫ કરોડના ખર્ચે ૨૪ એકરમાં પથરાયેલ સદર પ્રોજેક્ટ ૦.૭૩૫ MMT તેલ ઉત્પાદન અને ૦.૧૯૫ BCM ગેસ ઉત્પાદન વધારવાની સુવિધા આપશે. પ્રક્રિયા સંકુલ કુવાણા પ્રવાહીમાંથી તેલ, ગેસ, અને પાણીને અલગ કરશે. PNGRB માર્ગદર્શિકાને હાંસલ કરવા માટે ગેસ ડીહાયડ્રેશન યુનિટ અને ગેસ સ્વીટનિંગ યુનિટમાં અલગ થયેલ ગેસની પ્રક્રિયા કરવામાં આવશે. ટ્રીટેડ ગેસને સંકુચિત કરવામાં આવશે અને કુવાઓમાંથી ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારવા માટે લીફ્ટ ગેસ તરીકે ઉપયોગમાં લેવાશે. વૈધાનિક માર્ગદર્શિકા અનુસાર જળાશય દબાણની જાળવણી માટે અને પાણીના નિકાલ હેતુઓ માટે ઉત્પાદિત વોટર ટ્રીટમેન્ટપ્લાન્ટ વોટર ઈન્જેકશન દ્વારા અલગ કરાયેલા પાણીને અધ્યતન સ્થિતિમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ટ્રીટમેન્ટ કરેલ પાણીનો ઉપયોગ ઉન્નત તેલ પુનઃપ્રાપ્તિ યોજનાઓ માટે પોલીમર સોલ્યુશનની તૈયારીઓ માટે પણ કરવામાં આવશે. પ્લાન્ટમાં પ્રોડક્શન મેનેજમેન્ટ સીસ્ટમ અને ઇન્ટીગ્રેટેડ કન્ટ્રોલ અને સેફટી સીસ્ટમનો સમાવેશ કરતી ઇન્ટીગ્રેટેડ ઓપરેશન સીસ્ટમ છે.

લોકાર્પણ

ક્રમ નં.: ૩

પ્રોજેક્ટનું નામ: સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ (ખેરવા) થી  શીગોડા તળાવ (વિસનગર) સુધી પાણીના વહન માટે  પાઈપલાઈન પ્રોજેક્ટ

વિભાગ: નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા, સિંચાઈ અને કલ્પસર વિભાગ

સરકારશ્રી દ્વારા મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તથા જમીન તળિયાના પાણીના સ્તર ઉંચાં આવે તે હેતુસર ખેરવા સુજલામ સુફલામ કેનાલ થી વિસનગર ના શીંગોડા તળાવ સુધી ૧૫૦૦mm વ્યાસની ૧૦ mm જાડાઈની ૧૯.૮૨ કિલોમીટર લંબાઈની એમ. એસ. પાઈપલાઈન નાખવાનું આયોજન કુલ ૧૦૮.૧૯ કરોડ રૂપિયા ના ખર્ચે કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ ખેરવા મુકામે  સુજલામ સુફલામ કેનાલ પર પમ્પીંગ સ્ટેશન બનાવી ૩૪૦૦ ક્યુબીક મીટર પ્રતિ કલાક ની ક્ષમતાવાળા  ૩ વર્કિંગ પંપ અને ૧ સ્ટેન્ડબાય પંપ એમ કુલ ૪ પંપ દ્વારા ૧૦૦ કયુસેક પાણી ઉદ્વવહન કરીને વિસનગરના શીંગોડા તળાવ સુધી વહેવડાવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ યોજના થી મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના લાભિત ખેડૂતોને સિંચાઈનો લાભ થઇ રહેલ છે આ યોજનાથી મહેસાણા જીલ્લાના મહેસાણા તાલુકાનું ૧ ગામ અને વિસનગર તાલુકાના ૧૪ ગામ મળીને કુલ ૧૫ ગામના ૨૮ તળાવો ભરવાનુ આયોજન કરવામાં આવેલ છે.

આ યોજનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ ૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ થાય તથા લાભિત વિસ્તારના જમીન તળિયાના પાણીના સ્તર ઉંચાં આવે તેવું આયોજન કરવામાં આવેલ છે.

લોકાર્પણ

ક્રમ નં.: ૪

પ્રોજેક્ટનું નામ: ધરોઇ ડેમ આધારીત વડનગર ગ્રુપ, ખેરાલુ ગ્રુપ અને ધરોઇ ગ્રુપની સુધારણા પ્રોજેક્ટ   

વિભાગ: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

 તાલુકો વડનગર અને ખેરાલુ જીલ્લો, મહેસાણા ખાતે ધરોઈ ડેમ આધારિત વડનગર ગ્રુપ, ખેરાલુ ગ્રુપ અને ધરોઈ ગ્રુપની સુધારણા પ્રોજેક્ટ રૂ. ૩૯.૮૩ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે જેનાથી લાભાર્થી ભવિષ્યની વસ્તી (૨૦૫૨) ૫૨૯૩૮૯ લાભાન્વિત થશે સદર યોજના હેઠળ (૧) નવિન સબ હેડવર્ક્સ (૨) ઉંચી ટાંકી (૩) ભુગર્ભ સંપ (૪) પમ્પ રૂમ કામોનો સમાવેશ થાય છે.

ધરોઈ જુથ યોજના ૬૦ લીટર પ્રમાણે વર્ષ ૨૦૦૦ માં કાર્યાન્વિત કરવામાં આવેલ હતી. હાલના પ્રવર્તમાન ધારાધોરણે વડ્નગર અને ખેરાલુ તાલુકાના ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં ૧૦૦/૧૪૦ લીટર/વ્યક્તિ/દિવસ મુજબ પાણી આપવાનુ થતુ હોઈતેમજ છેવાડાના ગામોમાં તાંત્રિક કારણોસર પાણી આપી શકાતુ ન હોવાથી તેવા ગામો માટે સુધારણા યોજના કરવાની જરૂરીયાત ઉભી થયેલ. જેની કામગીરે પુર્ણ થવા પામેલ છે અને લાભાર્થી વસ્તી ને પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે.

લોકાર્પણ

ક્રમ નં.: ૫

પ્રોજેક્ટનું નામ: ચાર માર્ગીય બેચરાજી-મોઢેરા-ચાણસ્મા માર્ગ પ્રોજેક્ટ   

વિભાગ: માર્ગ અને મકાન વિભાગ

મહેસાણા જીલ્લાના બેચરાજી યાત્રાધામને તેમજ બેચરાજી ઔધોગિક વિકાસને જોડતો રસ્તો તેમજ અમદાવાદ તથા પાટણ જીલ્લાને જોડતો રસ્તો ચારમાર્ગીય કરવાને લીધે વાહન-વ્યવહારને તેમજ બેચરાજી યાત્રાધામ ખાતે જતા પદયાત્રીઓને સુગમતા રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા સદર પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવેલ છે.

સદર પ્રોજેક્ટ ની રકમ ૨૬.૫ કરોડ થાય છે.

લોકાર્પણ

ક્રમ નં.: ૬

પ્રોજેક્ટનું નામ: સ્પીપા પ્રાદેશિક છાત્રાલય ના નવીન મકાન બંધાકામ પ્રોજેક્ટ      

વિભાગ: સામાન્ય વહીવટી વિભાગ

માર્ગ અને મકાન વર્તુળ,મહેસાણા દ્વારા મહેસાણા ખાતે નવિન પ્રાદેશિક તાલીમ કેન્દ્ર મહેસાણાના સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)ના નવનિર્મિત તાલીમ ભવનનું ફર્નીચર, હોર્ટીકલ્ચરલ એન્ડ લેન્ડ સ્કેપિંગ સાથે બાંધકામ પૂર્ણ થયેલ છે.

૧૯૬૨માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપરથી સ્થાપવામાં આવેલ સંસ્થા કુલ ૬ પ્રાદેશિક તાલિમ કેન્દ્રો પૈકી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી એવા પાંચ જીલ્લાના કર્મચારીઓ/અધિકારીઓને તાલીમ આપવા માટે પ્રાદેશિક તાલિમ કેન્દ્ર મહેસાણા ૧૯૭૪થી કાર્યરત છે.

રાજ્ય સરકારની વિકાસશીલ અને પ્રગતિશીલ નીતિના ભાગ રૂપે મહેસાણા ખાતે રૂપિયા ૨૩.૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે સંપૂર્ણ વાતાનુકૂલિત નવીન ભવનનું નિર્માણ કેમ્પસમાં વાઈફાઈની સુવિધાઓ થી સજજ કરવામાં આવેલ છે.

જેમાં અંદાજીત ૫૦૦ વિદ્યાર્થીઓ એક સાથે તાલિમ મેળવી શકે તેવા સ્માર્ટ કલાસરૂમનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત લાઈબ્રેરી, રીડીંગ રૂમ, ન્યુઝ પેપર રૂમ તેમજ ઈ-લાઈબ્રેરીની અદ્યતન સુવિધાઓ ધરાવે છે.

નવનિર્મિત પ્રાદેશિક તાલીમ કેન્દ્ર મહેસાણાને લીધે ઉત્તર ગુજરાતના યુપીએસસી, જીપીએસસી તેમજ સ્ટાફ સિલેકશન બોર્ડની સીજીપીએસની પ્રશિક્ષણ તાલીમ મેળવવા માગતાં વિદ્યાર્થીઓ માટે તેમના ભવિષ્યના ઘડતર માટે એક આગવું કેન્દ્ર બનીને ઉભરશે.

લોકાર્પણ

ક્રમ નં.: ૭

પ્રોજેક્ટનું નામ: ઉંઝા-દાસજ-ઉપેરા-લાડોલ  રસ્તા પહોળા કરવાનો પ્રોજેક્ટ   

વિભાગ: માર્ગ અને મકાન વિભાગ

 મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકા ખાતે ઉંઝા-દાસજ-ઉપેરા-લાડોલ (ભાંખર એપ્રોચ રોડ)ના કી.મી ૦/૦૦ થી ૧૫/૫૦૦ ૧૦ મીટર નો રસ્તો પહોળો કરવાનું કામ રૂપિયા ૨૨ કરોડના ખર્ચે રોજ પૂર્ણ કરવામાં આવેલ છે જેનાથી ઉંઝા તાલુકાના રણછોડપુરા, દાસજ, ઉપેરા અને વડનગર તાલુકાના સુંઢિયા ગામના લોકો લાભાન્વિત થશે જે વડનગર તાલુકાને જોડતો એકમાત્ર જીલ્લામાર્ગ હોવાથી તેમજ ઉંઝા ખાતે APMC હોવાથી અવર-જવર માટે સરળતા રહેશે અને સમયની બચત થશે, ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

ખાતમુહુર્ત

ક્રમ નં.: ૧

પ્રોજેક્ટનું નામ: ચાર માર્ગીય પાટણ-ગોઝારીયા માર્ગ પ્રોજેક્ટ (NH68)

વિભાગ: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય

ગુજરાત રાજ્યમાં નેશનલ હાઈવે નંબર ૬૮ પર ૫૨.૦૦ કિ.મી. થી ૧૨૮.૯૪ કિ.મી. સુધીનો વિભાગ ભારતમાલા પરિયોજના હેઠળ (કુલ ૭૬.૯૪૦ કિમી.) તેમજ પાટણ (ખાન સરોવર તળાવ પાસે) થી ગોઝારિયા સુધી ૪ લેનનું અપગ્રેડેશન EPC મોડ પર નિર્માણ.

 (અ) પ્રસ્તાવિત પાટણ ગોઝારિયા વિભાગ નેશનલ હાઈવે નંબર – ૬૮ નો ૫૨.૦૦ કિ.મી. થી ૧૨૮.૯૪ કિમી. તથા ભારતમાલા હેઠળ લગભગ ૭૬.૯૪ કિમી લંબાઈનું નિર્માણ થઈ રહેલ છે. સરકારની સદર પરિયોજના દ્વારા વિવિધ પર્યટન સ્થળો જેવાકે રાની કી વાવ, પટોળા હાઉસ, મોઢેરા સૂર્ય મંદિર થી જામનગર, કંડલા અને મુન્દ્રા પોર્ટ તેમજ વિવિધ ભાગોમાં રાષ્ટ્રીય કક્ષાએ જોડી શકાય.

(બ) જેની શરૂઆત પાટણના ખાન સરોવર તળાવથી મહેસાણામાંથી પસાર થઇ ગાંધીનગર તરફથી  વડોદરા-મુંબઈ ૮-લેનમાં જોડાય છે જેનાથી આર્થિક કોરીડોર બનશે અને સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે, રાજ્યના વિકાસ સાથે પાટણ વિસ્તારના પ્રવાસન સ્થળોને અમદાવાદ-વડોદરા-મુંબઈનું જોડાણ મળશે.

સદર પ્રોજેક્ટ વાગડ ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી. અને રચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહેલ છે જેની સમય મર્યાદા ૨ વર્ષ (૭૩૦ દિવસો)  ની રાખવામાં આવેલ છે. પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા ૧૧૮૧.૩૪ કરોડની થવા જાય છે.

ખાતમુહુર્ત

ક્રમ નં.: 2

પ્રોજેક્ટનું નામ: મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટ

વિભાગ: કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન

 પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પૈકી દૂધ એ દરરોજની અગ્રિમ જરૂરિયાત બનેલ છે દૂધસાગર ડેરી મહેસાણા ભારતની અગ્રગણ્ય દૂધ ઉત્પાદક ડેરી તરીકે જાણીતી છે. હાલમાં દૂધસાગર ડેરી પાસે જૂના મિલ્ક પાવડર પ્લાન્ટ્સ (૦૪ નંગ) છે, જે આશરે છે. ૫૦ વર્ષ જૂનું અને પાવડર પ્લાન્ટનું મકાન ખૂબ જ નબળું અને ખરાબ હાલતમાં છે.

નવા સ્વયંસંચાલિત પાવડર પ્લાન્ટની સ્થાપના પ્લાન્ટની કામગીરીમાં સુધારો કરવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા, ઉત્પાદનની ખોટ ઘટાડવા, ઓપરેશનલ સલામતી નિયંત્રણ અને વિવિધ પ્રકારના સારી ગુણવત્તાવાળા દૂધ પાવડરનું ઉત્પાદન કરવા માટે મદદરૂપ થશે.

નવા ઓટોમેટેડ મિલ્ક પાવડર પ્લાન્ટનો ઉપયોગ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૧૨૦ MTDP ડેરી વ્હાઇટનર, બેબી ફૂડ મિલ્ક પાવડર / ૧૦૦ MTDP સ્કિમ્ડ મિલ્ક પાવડરની ક્ષમતા સાથે ઉત્પાદન કરવા માટે કરવામાં આવશે.

નવો મિલ્ક પાવડર પ્લાન્ટ, ૩૦૦ કરોડના ખર્ચે ૨૪ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.

ખાતમુહુર્ત

ક્રમ નં.: ૩

પ્રોજેક્ટનું નામ: મહેસાણા સિવિલ હોસ્પીટલનું પુનઃનિર્માણ

વિભાગ: આરોગ્ય વિભાગ

સિવિલ હોસ્પિટલ મહેસાણાના પુનઃનિર્માણનું કામ તબીબી સેવાઓની વર્તમાન અને ભાવિ માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. હાલની હોસ્પિટલ ૧૯૬૨ માં બાંધવામાં આવી હતી. ૪૪૯૨૦ ચો.મી. સાથે હોસ્પિટલ સ્ટ્રક્ચર કોમ્પ્રેસિંગ બેઝમેન્ટ + ગ્રાઉન્ડ + ૭ માળ. રૂ. ૧૭૧ કરોડ ના ખર્ચે હોસ્પીટલનું પુનઃનિર્માણ થશે.

દર્દીઓ, ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફને આધુનિક અને અદ્યતન તબીબી સાધનો જેમ કે એમઓટી, સીટી સ્કેન, એક્સ-રે વગેરે સાથે સરળતા પૂરી પાડવા માટે આ નવી હોસ્પિટલ NABH અને LaQshya માર્ગદર્શિકા અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે.

હોસ્પિટલ ૫૦ ICU બેડ સહિત કુલ ૩૨૦ બેડ પ્રદાન કરે છે. OPD (ઓર્થોપેડિક, સર્જન, જનરલ મેડિસિન, પીડિયાટ્રિક, મેડિસિન) સાથે સ્ટેટ ઑફ આર્ટ હોસ્પિટલ. હોસ્પિટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU), ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ (ICCU), નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU), પિડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU), શસ્ત્રક્રિયા માટે મોડ્યુલર ઓપરેશન થિયેટર (MOT) (૪ મુખ્ય OT અને ૨ માઇનોર OT સાથે) ની સુવિધા પૂરી પાડે છે. તેમજ હોસ્પિટલ મેડિકલ ગેસ પાઈપલાઈન સેવાઓ (MGPS), સેન્ટ્રલ સ્ટિરાઈલ સપ્લાય ડિપાર્ટમેન્ટ (CSSD), ટ્રોમા સેન્ટર, કેઝ્યુઅલ્ટી વોર્ડ, રેડિયોલોજી, લેબર ઓ.ટી., લેબર વોર્ડ, PICU (૧૩ બેડ), NICU (સેપ્ટિક-૯ પથારી, નોનસેપ્ટિક – ૧૧ પથારી) જેવી સેવાઓથી સજ્જ છે. ફાર્મસી અને સ્ટોર અને પ્રધાન મંત્રી ઔષધિ અને સ્ટોર. હોસ્પિટલ અન્ય ખામીરહિત સેવાઓ પૂરી પાડે છે જેમ કે ફાયર સેફ્ટી (NBC ગાઈડલાઈન મુજબ), એક્સ્ટ્રા લો વોલ્ટેજ (ELV), હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) વગેરે સહિત બિલ્ડિંગ મેનેજમેન્ટ સેવાઓ સાથેની તમામ ઉપયોગિતાઓ.

આ હોસ્પિટલ મહેસાણા જિલ્લા અને આસપાસના જિલ્લાની અંદાજે ૨૨ લાખની વસ્તીને તબીબી સેવાઓ આપશે.

ખાતમુહુર્ત

ક્રમ નં.: ૪

પ્રોજેક્ટનું નામ: મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે UHT મિલ્ક પ્લાન્ટ પ્રોજેક્ટ

વિભાગ: કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન

વખતો વખત દૂધનો વપરાશ કરતા ગ્રાહકોની વધુ જરૂરિયાતોને સંતોષવા માટે દૂધસાગર ડેરી દ્વારા જરૂરી આવશ્યક કામગીરીના ભાગરૂપે નવા નવા  પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે વધુ એક નવા UHT મિલ્ક કાર્ટન મિલ્કપ્લાન્ટની સ્થાપનાની આવશ્યકતા ઉભી થયેલ છે.

૧) હાલમાં મહેસાણા યુનિયનમાં, કાર્ટનમાં UHT દૂધ પેકિંગની કોઈ સુવિધા નથી. સભ્ય યુનિયનો એટલે કે બનાસ ડેરી, અમૂલફેડ ડેરી અને સાબર ડેરી પાસે UHT દૂધના વિવિધ પ્રકારો અને SKU માં કાર્ટનમાં પેક કરવા માટે UHT મિલ્ક પ્લાન્ટ છે.

૨) આગામી વર્ષોમાં પ્રાપ્તિમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, દૂધના વધારાના જથ્થાને લાંબા આયુષ્યવાળા દૂધ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં આવશે. દૂધસાગર ડેરી બ્રિક પેકમાં UHT દૂધના વધતા બજારને પૂરા કરવા અને દૂધ ઉત્પાદનના રૂપાંતરણ દ્વારા આગામી વર્ષો દરમિયાન દૂધની પ્રાપ્તિમાં વધારાને નિયંત્રિત કરવા માટે થોડું સંતુલન પૂરું પાડવા માટે ફાયદાકારક રહેશે.

૩) મહેસાણા યુનિયનમાં ૨૦૦ ml અને ૧૦૦૦ ml UHT કાર્ટન મિલ્ક પેકેજિંગ લાઇનની સુવિધા ઊભી કરવાનું સૂચન કરવા માટે અંદાજીત રૂ ૧૫૦ કરોડ ના ખર્ચે ૧૨ મહિનામાં પૂરો કરવામાં આવશે.

ખાતમુહુર્ત

ક્રમ નં.: ૫

પ્રોજેક્ટનું નામ: નોર્થ કડી ખાતે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટ

વિભાગ: પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય – ONGC

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના ચલાસણ ગામ ખાતે રૂપિયા ૧૪૩ કરોડના ખર્ચે ૬ એકર જમીનમાં સ્થાપિત અત્યાધુનિક ઉત્પાદિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વોશ ટેન્ક, કોરુગેટેડ પ્લેટ ઈન્ટરસેપ્ટર્સ, ઈન્ડ્યુસ્ડ ગેસ ફ્લોટેશન યુનિટ્સ, ડ્યુઅલ મીડિયા ફિલ્ટર્સ, અલ્ટ્રા ફિલ્ટરેશન સિસ્ટમ, સ્લોપ ઓઈલ અને સ્લજ હેન્ડલિંગ સિસ્ટમ, ટ્રીટેડ વોટર ટાંકીઓ અને પ્રોગ્રામ લોજીક કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને પમ્પિંગ સિસ્ટમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

વૈધાનિક માર્ગદર્શિકા મુજબ જળાશયના દબાણની જાળવણી માટે અને પાણીના નિકાલના હેતુઓ માટે ટ્રીટેડ ઉત્પાદિત પાણીનો ઉપયોગ વોટર ઈન્જેક્શન માટે કરવામાં આવશે.

ટ્રીટમેન્ટ કરેલ પાણીનો ઉપયોગ ઉન્નત તેલ પુનઃપ્રાપ્તિ યોજનાઓ માટે પોલિમર સોલ્યુશનની તૈયારી માટે પણ કરવામાં આવશે.

દેશ ગુજરાત