આમ આદમી પાર્ટીના મંત્રીનું સ્વપ્ન 2025 સુધીમાં 10 કરોડ હિન્દુઓનું ધર્માંતર કરાવવાનું છે

આમ આદમી પાર્ટીના મંત્રીનું સ્વપ્ન 2025 સુધીમાં 10 કરોડ હિન્દુઓનું ધર્માંતર કરાવવાનું છે

નવી દિલ્હીઃ  ત્રણ દિવસ પહેલાં વિજયા દશમીના રોજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના એક મંત્રીએ સેંકડો હિન્દુઓનું બૌદ્ધ સંપ્રદાયમાં ધર્માંતર કરાવ્યું તેના પડઘા આજે ગુજરાતમાં પડ્યા છે. તો બીજી તરફ એ ધર્માંતર ઈવેન્ટના મુખ્ય આયોજક કેજરીવાલ સરકારના એ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના એક જૂના ઈન્ટર્વ્યુનો વીડિયો વાયરલ થયો છે.

આ ઈન્ટર્વ્યુમાં રાજેન્દ્ર પાલ ગૌતમ પોતાનો ઈરાદો સ્પષ્ટ જાહેર કરતા સંભળાય છે કે તેઓ ભારતને બૌદ્ધવાદી બનાવવા માગે છે અને એ માટે તે તૈયારી અને કામગીરી કરી રહ્યા છે. આવાઝ ઈન્ડિયા નામની ચૅનલને આપેલા એ ઈન્ટર્વ્યુમાં ગૌતમ કહે છે, તેઓ 2015ની 14મી ઑક્ટોબર સુધીમાં ભારતના 10 કરોડ લોકોને ધર્માંતર કરાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. કેજરીવાલના મંત્રીના મતે “જાતિ અને ધર્મના બંધનમાંથી બહાર નીકળીને બધાએ માનવતાનો ધર્મ અપનાવવો પડશે. અને તથાગત બુદ્ધનો ધમ્મ છે એ માનવતાનો ધર્મ છે.”

https://twitter.com/i/status/1578350692976107521

કેજરીવાલના મંત્રી કહે છે કે, “આજે એ સમય આવી ગયો છે જ્યારે આખા ભારતને બૌદ્ધમય બનાવવાની જરૂર છે. અમે નક્કી કર્યું છે કે, હવેથી પાંચ વર્ષ પછી 14મી ઑક્ટોબર, 2025ના રોજ અમે 10 કરોડ લોકોને બૌદ્ધ ધમ્મના રસ્તે લઈ જઈશું, બૌદ્ધ ધમ્મની દિક્ષા આપીશું.”

વિજયા દશમીના દિવસે કેજરીવાલના મંત્રીએ દિલ્હીમાં ઝંડેવાલા-કરોલ બાગ વિસ્તારમાં ડૉ. બી આર આંબેડકર ભવન ખાતે વિજયા દશમીના દિવસે આ સામૂહિક ધર્માંતરનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા સ્થાપિત ધ જય ભીમ મિશન તથા બુદ્ધિસ્ટ સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા આટલા મોટાપાયે આ સામૂહિક ધર્માંતરનું આયોજન થયું હતું  આ ધર્માંતર દરમિયાન હિન્દુઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે, તેઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માને. એટલું જ નહીં પરંતુ આ હિન્દુઓને એવા પણ શપથ લેવડાવવામાં આવ્યા કે તેઓ ગણેશજી તથા રામ-કૃષ્ણને પણ ઈશ્વર નહીં માને.

દેશ ગુજરાત