પંજાબમાં નાયબ તાલુકદારની ભરતીમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ

પંજાબમાં નાયબ તાલુકદારની ભરતીમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ

ચંડીગઢઃ  પંજાબમાં પંજાબ જાહેર સેવા પંચ (પીપીએસસી) દ્વારા કરવામાં આવેલી નાયબ તાલુકદારોની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરીને કોંગ્રેસે ભગવંત માન સરકાર દ્વારા જારી મેરિટ લિસ્ટ નાબુદ કરીને આ કેસની ન્યાયી તપાસ કરાવવાની માગણી કરી છે.

ઑલ ઈન્ડિયા કિસાન કોંગ્રેસના ચેરમેન સુખપાલ સિંહ ખેરાએ આ મુદ્દો ઉપસ્થિત કરતા કહ્યું છે કે નાયબ તાલુકદારની ભરતીમાં જે પાંચ ટૉપર છે એ વાસ્તવમાં પટવારી, ક્લાર્ક તેમજ એક્સાઇઝ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં નાપાસ થયા હતા તો પછી નાયબ તાલુકદારની પરીક્ષામાં ટૉપર કેવી રીતે બન્યા. તેમણે મુખ્યપ્રધાન ભગવંત માનને આ કેસની તપાસ કારવાની વિનંતી કરતા કહ્યું કે, પરીક્ષા આપનારા અન્ય ઉમેદવારો અત્યંત નારાજ છે.

આ અંગે ચંડીગઢમાં શુક્રવારે તેમણે એક પત્રકાર પરિષદ યોજીને (https://timesofindia.indiatimes.com/city/chandigarh/order-judicial-probe-into-naib-tehsildar-recruitments-cong/articleshow/94716611.cms ) જણાવ્યું હતું કે, આ કૌભાંડ મને રવિ સિદ્ધુના દિવસોની યાદ અપાવે છે જ્યારે પીપીએસીમાં માત્ર નાણાથી કામ થતું હતું. ખેરાએ આક્ષેપ કર્યો કે જે ઉમેદવારો ક્લાર્કની, પટવારીની તેમજ એક્સાઇઝ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં નાપાસ થયા હતા તે નાયબ તાલુકદારની યાદીમાં ટોચ ઉપર છે તેનો સીધો અર્થ એ છે કે આ ભરતીમાં કશુંક ખોટું થયું છે.

કોંગ્રેસના નેતાએ નાયબ તાલુકદાર તરીકે પસંદ થયેલા રાજસ્થાન, દિલ્હી તથા હરિયાણા જેવા અન્ય રાજ્યોના ઉમેદવારો સામે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, એક તરફ આપણે આપણા યુવાનો અન્ય રાજ્યોમાં સ્થળાંતર ન કરે તેમ ઈચ્છીએ છીએ અને બીજી તરફ તેમના અધિકારો આપણે બીજા રાજ્યના લોકોને આપી દઇએ છીએ.

દેશ ગુજરાત