રામ મંદિરના નિર્માણનો વિરોધ કરનાર કેજરીવાલ હવે ગુજરાતીઓને અયોધ્યાની યાત્રા કરાવવા માગે છે
October 08, 2022
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે શનિવારે વધુ એક વખત રાજ્યની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલે તમામ ગુજરાતીઓને તદ્દન મફતમાં અયોધ્યાની યાત્રા કરાવવાની વાત કરી હતી. જોકે એ વાત અલગ છે કે, ચાર વર્ષ પહેલાં જ્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનો નિર્ણય લેવાયો ત્યારે કેજરીવાલે એક જાહેર પ્રવચનમાં શ્રી રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો એટલું જ નહીં પરંતુ મંદિર બાંધવાથી દેશની પ્રગતિ નહીં થાય એમ પણ કહ્યું હતું.
2018ની ચાર નવેમ્બરનું કેજરીવાલનું મંદિર વિરોધી વલણ દર્શાવતો એક વીડિયો લોકપ્રિય સમાચાર ચૅનલનો વીડિયો આજે આ સંદર્ભમાં વાયરલ થયો છે. (https://www.youtube.com/watch?v=r0OVf4PWZW4&ab_channel=RepublicWorld )
આ વીડિયોમાં કેજરીવાલને એવું સ્પષ્ટ કહેતા સાંભળી શકાય છે કે, મૈં સોચ રહાથા કિ અગર જવાહરલાલ નહેરુજી સ્ટીલ ઑથોરિટી ઑફ ઈન્ડિયાકી જગહ મંદિર બના દેતે તો ક્યા ઈસ દેશકા વિકાસ હો સકતા થા? મૈં સોચ રહાથા કિ અગર જવાહરલાલ નહેરુજી આઈઆઈટી ખડગપુરના બદલે 182 મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવી દેતે તો મુઝે નહીં લગતા મૈં આઈઆઈટી ખડગપુર મેં પઢ પાતા. મૈં સોચ રહા થા અગર જવાહરલાલ નહેરુજી બીએચઈએલ કી જગર એક મંદિર બના દે તે તો ક્યા ઈસ દેશ કી ઈસ દેશ કી પ્રગતિ હો સકતી થી? દોસ્તો આધુનિક ભારત કી નીંવ બીએચઈએલ બનાને સે રખી જાતી હૈ, સેલ બનાને સે રખી જાતી હૈ, આજ દિલ્હી કે અંદર હમારી સરકારને 8000 ક્લાસરૂમ બનાએ હૈ, એક એક ક્લાસરૂમ મંદિર હૈ. આજ દુનિયા આગે બઢ ગઈ હૈ. અગર હમારે દેશ કો તરક્કી કરની હૈ તો યે મંદિર – મસ્જિદ બનાને સે નહીં હોગી, યે સ્ટેચ્યુ બનાને સે નહીં હોગી, અસ્પતાલ, સ્કૂલ, સિગ્નેચર બ્રિજ બનાને સે તરક્કી હોગી દોસ્તો.”
એ દિવસે કેજરીવાલની જેમ જ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ પણ શ્રી રામ મંદિર નિર્માણની વિરુદ્ધમાં અભિપ્રાય આપ્યા હતા.
પરંતુ એ જ કેજરીવાલે આજે ગુજરાતમાં એક જાહેરસભાને સંબોધતા ગુજરાતીઓને તદ્દન મફતમાં અયોધ્યા લઈ જવાની વાત કરી હતી. (https://gujarati.abplive.com/videos/news/gujarat-arvind-kejriwal-reaction-about-free-ayodhya-ram-mandir-darshan-from-gujarat-if-make-aap-govt-797764 )
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
