કેજરીવાલે ગુજરાતીઓને કંસની ઓલાદો કહીને અપમાન કર્યું છેઃ સી.આર. પાટીલ
October 09, 2022
સુરતઃ કેજરીવાલે ગુજરાતીઓને કંસની ઓલાદો કહીને ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે, તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું.
કેજરીવાલે ગઇકાલે એક રોડ-શો દરમિયાન નિવેદન કર્યું હતું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને ભગવાને મને ખાસ કામ માટે મોકલ્યો છે. અહીં કંસની ઓલાદો છે અને તેમનો સફાયો કરીને મુક્તિ અપાવવાની છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનરના આવાં નિવેદનો અંગે મીડિયાએ પ્રતિભાવ માગ્યો ત્યારે સી.આર. પાટીલે કહ્યું હતું કે, કેજરીવાલ જેવો જુઠ્ઠો માણસ તેમણે આજ સુધી જોયો નથી. એક મુખ્યમંત્રી, એક જવાબદાર અધિકારી હોવા છતાં જે રીતે ખોટું બોલે છે તો એ અંગે કશું કહેવાનું મારા માટે મુશ્કેલ છે. કેજરીવાલે કહ્યું કે તેમનો જન્મ 16 ઑગસ્ટ, 1968ના રોજ થયો હતો. (એ વર્ષે) જન્માષ્ટમી 15 ઑગસ્ટ, 1968ના રોજ હતી તો પછી પોતાનો જન્મ જન્માષ્ટમીએ થયો હતો એવું ખોટું બોલવાની શું જરૂર પડી એ સમજાતું નથી. બીજું તેમણે ગુજરાતના લોકોને કંસ કહ્યા. એ તો ગુજરાતના લોકો સારા છે નહીં તો તેના માટે ગુજરાતમાં પ્રવેશબંધી જ કરી દેશે. ગુજરાતના લોકોને કંસ કહેવા અને પછી ગુજરાતમાં મત લેવા માટે આવવું એ તો ગુજરાતમાં જ શક્ય છે, તેને કહો કે બીજા કોઈ પ્રદેશમાં જઇને ટ્રાય કરી લે. મને લાગે છે કે તેમણે પોતાની ભાષા ઉપર સંયમ રાખવો જોઇએ અને ખોટું બોલવાનું પણ બંધ કરવું જોઇએ. (https://www.youtube.com/watch?v=3mOancEJhKE&ab_channel=Zee24Kalak )
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
