એક મતની શક્તિ
October 09, 2022
હિમાંશુ જૈન
રાજકીય વિશ્લેષક
ભારતના બંધારણમાં શાસનના ત્રણ સ્તર છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો, અને પછી આવે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ.
આ પદાનુક્રમમાં, રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની નીચે સ્થિત છે. દેશના દરેક રાજ્યનું સંચાલન અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા થતું હોય છે.
રાજકીય પક્ષો આ સરકારો બનાવવા માટે ચૂંટણી લડે છે. દરેક રાજ્ય લોકસભા માટે સંસદ સભ્ય (Member of Parliament: MP) પસંદ કરે છે, અને તે આ પક્ષોના સમર્થનથી જ લોકસભા માટેનાં “સંસદ ઉમેદવાર” તરીકે ઓળખાય છે, એવી જ રીતે રાજ્યની વિધાનસભાઓ માટે ધારાસભ્યો અને રાજ્ય દ્વારા ભલામણ કરાયેલ રાજ્યસભાના સાંસદો તરીકે ઓળખાય છે.
ભારતીય બંધારણ દરેક ભારતીયને તેમની પસંદગીની સરકાર માટે મત આપવાનો અધિકાર આપે છે. નાગરિકો જેમની તરફેણમાં મત આપે છે તે ઉમેદવારો પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે અને જે પક્ષો સૌથી વધુ સાંસદો અથવા MLS ધરાવે છે તે અનુક્રમે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર બનાવે છે.
પાંચ વર્ષના ગાળામાં, નાગરિકને ઓછામાં ઓછા 3 વખત મતદાન કરવાની તક મળે છે: સહકારી મંડળીઓ વગેરેનાં મતદાનની સાથે સાથે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર માટે.
રાજ્ય સરકારનું બજેટ ટેક્સની વસૂલાત અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ અને GST હેઠળ મળતી ફાળવણીથી બનેલું છે. આ બજેટનો ઉપયોગ ચૂંટાયેલી રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને રોગચાળા જેવી કુદરતી આફતો દરમિયાન તેના ઘટકોને ટેકો આપવા માટે કરવામાં આવે છે. રાજ્ય સરકાર પાસે તેના નાગરિકોના જીવનને અસર કરતી યોજનાઓના નિર્ણયો લેવા માટે મંત્રીમંડળ અને ટોચ પર એક મુખ્યમંત્રી હોય છે.
રાજ્ય સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને તેના કાર્યો રાજ્યના લોકોના ભવિષ્ય, તેમના વ્યવસાય, તેમના આરોગ્ય અને સુખાકારી અને તેમની સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ‘પોલીસ’ રાજ્યની સત્તા હેઠળ આવે છે તે જોતાં, નાગરિકો એવી સરકારને પસંદ કરવા માંગે છે જેનાં સુધી પ્રજા આસાનીથી પહોંચી શકે અને જે લોકોની રોજિંદી સમસ્યાઓને સમજી તેના પ્રત્યે જવાબદાર રહે.
બીજી તરફ, રાજકીય પક્ષો તેમની યોજનાઓ અને સફળતાની વાતો બતાવીને મત મેળવવાનો પ્રયાસ કરે છે. છેલ્લા 70 વર્ષો દરમિયાન, કેટલાક વલણો હવે સારી રીતે ધ્યાનમાં આવ્યા છે. એક ઉદાહરણ વોટ બેંક બનાવવા માટે “લઘુમતી તુષ્ટિકરણ”નું છે. આ કિસ્સામાં, ઘણા પક્ષો લઘુમતીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ઘણીવાર અરાજકતાને અવગણી દેશે. કેટલીકવાર બહુમતી સમુદાયના ખર્ચે લઘુમતીઓને છૂટછાટો આપવામાં આવે છે. આ જ કારણે જ્ઞાતિ પર આધારિત રાજનીતિનો ખેલ મંડાયો જે રમાવા લાગ્યો. જ્ઞાતિઓને એક-બીજા સામે મુકવામાં આવી અને જાતિ આધારિત ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી. આ સમયમાં ભાષા અને પ્રાદેશિકતાનો પણ વિકાસ થયો. લઘુમતી મતો અને કેટલીક જાતિઓનું સંયોજન રાજ્યની વિધાનસભાઓમાં બહુમતી બનાવવા માટે આગળ આવ્યું. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી, એનસીપી, ટીડીપી, ડીએમકે, એનસી, પીડીપી અને અકાલી દળ આવા થોડા ઉદાહરણો છે.
અન્ય એક મુખ્ય પરિબળ જેનો આ દેશમાં ઉદભવ શરૂ થયો તે હતું “સગાવાદ” (પરિવારવાદ). પક્ષોએ માત્ર પોતાના પરિવારોનો જ પ્રચાર કરવાનું શરૂ કર્યું. સરકારી જાહેરાતોના બજેટ અને લાભો ન્યૂઝ નેટવર્ક્સને આપવામાં આવ્યા અને આ પરિવારોના વંશજોને આગામી નેતા તરીકે પ્રમોટ કરવામાં આવ્યા, જેના કારણે તેમના કહેવાતા રાજકુમાર અને રાજકુમારીઓની આસપાસ મીડિયાનો ક્રોધાવેશ સર્જાયો.
આ દરમિયાન ભાજપે સ્યુડો સેક્યુલારિઝમ પર તેની ઝુંબેશ શરૂ કરી અને શાસનના અભાવ અને વ્યાપક ભ્રષ્ટાચાર પર સાચો પ્રકાશ પાડ્યો. આંતરિક સુરક્ષા, બાહ્ય ખતરો અને હજારો વર્ષોની આપણી સંસ્કૃતિ અને નૈતિકતાના મુદ્દાઓને જાહેરમાં લોકો વચ્ચે લાવવામાં આવ્યા.
જૂની રાજકીય વ્યવસ્થાથી બહુમતી સમુદાય ખૂબ જ ખરાબ રીતે હેરાન થઇ રહ્યો હતો. વર્ષોથી રાજકીય પક્ષો, બહુમતી સમુદાયને વિભાજિત અને શોષિત કરતા રહ્યા અને તેમને ક્યારેય એક ગણવામાં આવ્યા જ નહોતા. જ્યાં સુધી ભાજપે આ અન્યાયભર્યા દ્રશ્યમાં પ્રવેશ ન કર્યો, ત્યાં સુધી એમની ધાર્મિક સાંસ્કૃતિક ઓળખ પર રીતસર વારંવાર હુમલો કરવામાં આવ્યો. અડવાણીજીની રથયાત્રાએ હિંદુઓને યાદ કરાવ્યું કે તેઓ સામૂહિક રીતે શું ગુમાવી રહ્યા છે અને એક સંયુક્ત હિંદુ સમુદાય કેટલો શક્તિશાળી બની શકે છે.
વાજપેયીજીએ ભારતને સુશાસન આપ્યું. સૌપ્રથમ વખત ભારતે સરકાર દ્વારા અપાતા સારા રસ્તાઓ, શિક્ષણનો અનુભવ કર્યો.
કેન્દ્રમાં બીજેપી સત્તામાં આવી તે પહેલાં, પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસે લૂંટ ચલાવવા માટે અને દરેક ઘટકને મૃગજળ વેચીને ખુશ કરવા માટે અનુકૂળ યુપીએ ગઠબંધન બનાવ્યું હતું, જેથી તેમની અનૈતિક સરકાર સત્તામાં રહી શકે. તેમના કાર્યકાળમાં ભારતમાં કેટલાક સૌથી મોટા કૌભાંડો થયા. એક ભયજનક દ્રષ્ટિએ બધાએ એ જોયું અને લોકોએ તેમની હિંદુ ઓળખ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું, પાકિસ્તાન, ચીન, યુએસએ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવવાનું શરુ કર્યું. લોકો ગુણવત્તાયુક્ત શાસનની માંગ કરવા લાગ્યા.
એ સમયે ભારતના પશ્ચિમ ભાગમાં એક મહેનતુ મુખ્યમંત્રીને લોકો ચૂપચાપ જોતા, સાંભળતા અને એની નોંધ લેતા હતા. તેમણે એવા રાજ્ય પર શાસન કર્યું કે જેની દુષ્કાળ અને હુલ્લડ યુદ્ધોના ભારણમાંથી મુકિત મળ્યાથી પ્રશંસા કરવામાં આવી રહી હોય. આ રાજ્યમાં રમખાણોનો સંપૂર્ણ અંત લાવવા સાથે, આંતરિક સુરક્ષા તેના શ્રેષ્ઠ સ્તરે હતી. અક્ષરધામ પર આતંકવાદી હુમલો અને ત્યારપછી ગુજરાત પોલીસની કાર્યવાહીની નોંધ લેવાઈ રહી હતી. ગવર્નન્સ અને વિકાસના મોડલ માટે ગુજરાતની પ્રશંસા થઈ રહી હતી. અહિયાં ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા સાથે એક આદર્શ ઘડવામાં આવ્યો, જેમાં લઘુમતી તુષ્ટિકરણ અથવા જાતિના રાજકારણ માટે કોઈ સ્થાન હતું નહિ.
કેન્દ્રીય યુપીએ સરકારે તેની એજન્સીઓ સાથે મળીને CM નરેન્દ્ર મોદી અને તત્કાલિન ગૃહપ્રધાન અમિત શાહને એક સારી રીતે વિચારેલી દૂષિત વ્યૂહરચના દ્વારા દોષી ઠેરવીને તેમને ઘેર્યા. તેમ છતાં, ભારતના નાગરિકો અંધ ન હતા, તેઓ સત્ય જોઈ શકતા હતા. લોકો ભાજપ અને નરેન્દ્ર મોદીજી દ્વારા થતા શાસનમાં અને સેવાનાં વિતરણમાં નોંધપાત્ર તફાવત સમજતા થયા.
ગુજરાતીઓએ ભાજપને આપેલા એક એક મતથી નવા ભારતની (#NewIndia) ની શરૂઆત થઈ.
એક એવું આત્મનિર્ભર ભારત કે જે જાતે જ ઝડપથી પોતાનું રસીકરણ કરી શકે છે અને 80 કરોડ લોકોને મફતમાં ખવડાવીને રોગચાળા સામે લડી શકે છે. એક એવી સરકાર જે ચીનની આંખોમાં આંખ નાંખીને જોઈ શકે છે અને તેમને પાછા વાળી શકે છે. એક એવી સરકાર જે પાકિસ્તાન કે મ્યાનમારમાં ઘૂસીને આતંકવાદીઓને નષ્ટ કરી શકે. એક એવી સરકાર જે થોડા જ દિવસોમાં દુનિયાના કોઈપણ દેશમાંથી પોતાના નાગરિકને જરૂર પડ્યે બહાર કાઢી શકે છે. લોકો આજે ‘વોકલ ફોર લોકલ’, ઝીરો નેપોટિઝમ અને ઉદ્યોગનો વિકાસ જોઈ રહ્યા છે. પ્રામાણિક શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતામાં આવેલો ફર્ક અને આપણા રાષ્ટ્રનો વિકાસ આપણી નજર સમક્ષ જ છે. આ જ કારણ છે કે નાગરિકો વારંવાર ભાજપને જ સત્તામાં પાછા લાવે છે.
જ્યારે મોદીજીના સક્ષમ નેતૃત્વમાં ભાજપનો અનેકગણો વિકાસ થયો, ત્યારે કેજરીવાલના નેતૃત્વમાં AAPએ આકાર લેવાનું શરૂ કર્યું. તેઓ અન્ના હજારેની આગેવાની હેઠળના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી જન્મેલા, પરંતુ અન્ના પોતે કેજરીવાલના શાસનમાં હવે માનતા નથી અને AAPને સમર્થન આપતા નથી.
કેજરીવાલે AAPની શૂન્ય ભ્રષ્ટાચારની અપીલ દ્વારા લોકોને લલચાવીને સીએમ શીલા દીક્ષિતના નેતૃત્વમાં દિલ્હીની ત્રણ વખત ચૂંટાયેલી કોંગ્રેસ સરકારને હરાવી હતી. દિલ્હીના લોકોએ ફરીથી AAPને રાજ્ય સરકારના સ્તરે એક વિશાળ બહુમત આપ્યો છે, જ્યારે તે રાજ્યની MCD ચૂંટણી હારી ગઈ છે, તેના ઉમેદવારોએ દરેક અન્ય રાજ્યમાં ડિપોઝિટ પણ ગુમાવી છે.
કેજરીવાલે પંજાબમાં ફરીથી સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયેલી કોંગ્રેસ અને ભ્રષ્ટ અકાલી દળને હરાવીને શાનદાર જીત મેળવી. આ બંને જીતે કેજરીવાલને વધુ રાજ્યોમાં લડવા અને સરકાર બનાવવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું.
કેજરીવાલ જે બાબતમાં સારા છે તે છે પોતાનું જ રણશિંગુ વગાડવું, સારી રીતે રિહર્સલ કરીને અભિવ્યક્તિઓ સાથે બોલવું, અને કાળજીપૂર્વક શબ્દોમાં એવા નિવેદનો શેર કરવા જેને એ ભારતના મૂર્ખ સામાન્ય મતદાર સમજે છે એને મફત અને નાની રાહતોની લાલચોથી આકર્ષી શકે.
પરંતુ આ લેખ લખવાનું મારું કારણ અહીં જ આવે છે કે શા માટે મેં ભારતીય રાજકીય વ્યવસ્થા અને એક મતની શક્તિ વિશે ચર્ચા કરવાનું પસંદ કર્યું. આજે, આપણે કોઈપણ કેજરીવાલ વિશેની ઘણી બધી મહત્વપૂર્ણ માહિતીઓથી અજાણ નથી, પરંતુ આપણે તેની કાર્યશૈલીમાં માત્ર અમુક પુરાવા શોધી શકીએ છીએ:
- આપણે આતંકવાદ અને આંતરિક સુરક્ષા અંગેના તેના વલણને જાણતા નથી
- ખાલિસ્તાન તત્વોને તેમનો ટેકો હવે જાણીતો અને ખતરનાક લાગે છે
- ચીન અંગે તેમનું વલણ સાવ અજ્ઞાત છે.
- તેણે ભારતીય સેના પાસેથી પુરાવા માંગ્યા હતા.
- મફતના વિતરણ ઉપરાંત ઔદ્યોગિકીકરણ માટેની તેમની યોજના શું છે તે કોઈને ખબર નથી. દિલ્હી ઉદ્યોગો વગર વેરાન થઈ રહી છે.
- ક્લાઈમેટ ચેન્જ પર તેમનું સ્ટેન્ડ ખોટું છે અને આપણે તેને દિલ્હીના પ્રદૂષણ સ્તરમાં જોઈ શકીએ છીએ.• બહુમતી સમુદાય પર તેમનું વલણ શંકાસ્પદ છે.
- વિદેશ નીતિ પર તેમનું વલણ અજ્ઞાત છે.
- મોટા રાજ્યમાં, એકલા મોહલ્લા ક્લિનિક્સથી કામ થઇ શકતું નથી. તે માત્ર ટેમ્પલેટને અનુસરે છે પણ સાચી વાસ્તવિકતાના બિલકુલ સંપર્કમાં નથી.
- જાહેરાતો પર ખર્ચ કરવા પર તેમનો વધુ પડતો ભાર અને તેમની હરકતો તેમને મહત્વાકાંક્ષી અને સત્તાના ભૂખ્યા બતાવે છે.
- આંતરિક પક્ષની સરમુખત્યારશાહી અને તેમના સહ-સ્થાપકો સાથેનું તેમનું વલણ તેમની નેતૃત્વ ક્ષમતાઓનું સારું ચિત્ર દોરતી નથી.
- મીડિયા મેનેજમેન્ટ અને પ્રેસનું નિયંત્રણ પણ ખૂબ જ ગંભીર મુદ્દો છે.
જેમ જેમ ભારતના લોકોને સમજાયું કે રાજકીય પક્ષને મજબૂત કરીને, તેઓ આવનારી પેઢીઓને મજબૂત બનાવી શકે છે અને ભારતનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે, તેઓ વારંવાર મોદીજીના નિર્ણાયક નેતૃત્વ પર દાવ લગાવે છે.
તેથી, જ્યારે લોકો ભાજપને મત આપે છે ત્યારે તેઓ ભારત અને તેના વિકાસ, તેની સંસ્કૃતિ, તેની લશ્કરી તાકાત, વિશ્વમાં તેના કામને, વ્યક્તિગત વિકાસ અને રાષ્ટ્રના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની સુરક્ષા સહિત અન્ય ઘણી બાબતો માટે મત આપે છે.
બીજી કોઈ પાર્ટી એક જ થાળીમાં આટલું પીરસી શકે તેમ છે જ નહિ, ભાજપ જ એકમાત્ર દાવેદાર છે જે મસ્તક ઊંચું કરી ઉન્નત ઉભું છે, માત્ર નાગરિકોની સેવા કરવા માટે, તેમને લૂંટવા માટે નહીં. તેથી, ભલે આ માત્ર રાજ્યની ચૂંટણી જ હોય, છતાં ય સમગ્ર ચિત્રને ધ્યાનથી જુઓ અને પછી જ મતદાન કરો.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
