ગોપાલ ઈટાલિયાની માનસિકતા મીડિયા – સોશિયલ મીડિયા ઉઘાડી પાડતા રહ્યા છે

ગોપાલ ઈટાલિયાની માનસિકતા મીડિયા – સોશિયલ મીડિયા ઉઘાડી પાડતા રહ્યા છે

ગાંધીનગરઃ  કેજરીવાલની આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નીચ કહેતો એક જૂનો વીડિયો ગઇકાલથી ફરી વાયરલ થયો તે સાથે ગુજરાતમાં અગાઉ ઈટાલિયાએ હિન્દુત્વ વિરોધી કરેલાં નિવેદનો પણ નવેસરથી વાયરલ થઈ રહ્યાં છે. હિન્દુઓ માટે, હિન્દુ રીત-રિવાજો માટે, હિન્દુ ધર્મગ્રંથો માટે હંમેશાં અધમ કક્ષાના શબ્દોનો ઉપયોગ કરનાર ઈટાલિયાએ ઘણી વાર પ્રજાના આક્રોશનો પણ ભોગ બનવું પડ્યું છે. થોડા મહિના પહેલાં તે સોમનાથ મંદિરે ગયો ત્યારે ત્યાંથી ભાવિક ભક્તોએ તેને ભગાડ્યો હતો તેવા અહેવાલ પણ મીડિયામાં ખૂબ ચગ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ કેટલાક પ્રતિષ્ઠિત લોકોએ ઈટાલિયાના આવા વાણી-વર્તન સામે સમાજને ચેતવવાનું કામ કર્યું હતું.

આ ઈટાલિયા તેના સોશિયલ મીડિયા દ્વારા સતત હિન્દુત્વ વિરોધી એજન્ડા ફેલાવતો રહ્યો છે. એક વખત તેણે તેના ફેસબુક પેજ પર એવું લખ્યું હતું કે, હિન્દુઓનાં તમામ ગ્રુપમાં મુસ્લિમોને મારવા-કાપવાની વાત થતી હોય, મુસ્લિમોનાં એકપણ ગ્રુપમાં આવી વાતો ન હોય.

અન્ય એક પ્રસંગે હિન્દુત્વ વિરોધી ઈટાલિયાએ અતિશય ઘૃણાજનક બેહુદો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેણે લખ્યું હતું, શ્રદ્ધાળુને સવાલ છે કે કોઈ જાણીતી સ્ત્રી/છોકરી જો શ્રાવણ મહિના દરમિયાન કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન પોતાની મરજીથી તમને એકાંતમાં મળવા બોલાવે તો તમે નવરાત્રિ કે શ્રાવણ મહિનો પૂરો થાય એની રાહ જુવો કે નહીં?’

આ એ જ ગોપાલ ઈટાલિયા છે જેણે કેરળમાં જાહેર રસ્તામાં ગૌહત્યા કરનાર ત્યાંના એક કોંગ્રેસી નેતાનું સમર્થન પણ કર્યું હતું.

ભારત એક લોકતાંત્રિક દેશ છે. આપણા દેશમાં અસંખ્ય રાજનૈતિક પાર્ટીઓ નોંધાયેલી છે, દરેક પાર્ટીઓ ચોક્કસ હેતુસર પોતાની એક આગવી વિચારધારા અનુસાર કામ કરતી હોય છે ને ચૂંટણી લડતી હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીની જો કોઈ વિચારધારા હોય તો તે છે અરાજકતા. પાર્ટીની સ્થાપના જ અરાજકતાપૂર્ણ થઈ હતી. કેજરીવાલ દ્વારા અસંખ્ય નેતાઓ પર આરોપ લગાડવામાં આવ્યા, સંપૂર્ણ અરાજકતાપૂર્ણ માહોલ બનાવીને પોતાની રાજનીતિ કરી તેના બદલે કોઈ આરોપ સાબીત કરવાના બદલે બધાની કોર્ટમાં માફી માંગી.

આવી જ અરાજકતાનો વારસો ગુજરાતમાં એટલે આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા. ગુજરાતને ગોપાલ ઇટાલિયાની અરાજકતા ત્યારે જોઈ જ્યારે તેણે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ પર ચપ્પલ ફેંક્યું હતું. આવું તેણે શા માટે કર્યું હતું તેનો ખુલાસો આજ સુધી કર્યો નથી.

ગોપાલે હિન્દુ ધર્મના તહેવારોને પણ ટાર્ગેટ કરવામાં કોઈ કસર છોડી નથી. એક વખત તેણે લખ્યું હતું, ‘અમે તો કહીયે છીએ કે કથાકારો પૈસા લૂંટે છે.’

ઈટાલિયાએ પિતૃતર્પણ પરંપરાને પણ, ‘પિતૃતર્પણની વિધિ ફક્ત ધંધો છે!’ એમ કહી અપમાનિત કરી હતી. એથી આગળ વધીને તેણે એક વખત લખ્યું હતું, ‘મંદિર એક સારો ધંધો છે, હું એ (ધંધો) કરવાનું વિચારું છું’.

ભાજપના કાર્યકર મહેશ પુરોહિતે એક વખત એક વિસ્તૃત લેખ દ્વારા ઈટાલિયાની આવી અનેક બાબતો છતી કરી હતી. તેમણે લખ્યું હતું કે, જોકે આજે પોતે જ રાજનીતિમાં આવ્યા બાદ મંદિરે મંદિરે ફરતા થયા છે. આટલું ઓછું હતું તો તેણે ગૌમાતા વિષે પણ વિકૃતિ ઠાલવી છે. એક કોલ રેકોર્ડિંગમાં કોઈ સવાલ પૂછે છે કે, કેરળમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ પર ગૌ કાપી તેના બાબતે તમારું શું કહેવું છે? ત્યારે ગોપાલ ઇટાલિયા કહે છે કે, ‘જેને ભાવે તે ખાય અને ના ભાવે તો ના ખાય!’ હવે આ જવાબ પરથી અંદાજો લગાવી શકાય છે કે તેમની હિંદુ આસ્થા પ્રત્યે કેવી માનસિકતા છે. એક બીજી પોસ્ટમાં ગૌભક્તો પર તેઓ સવાલ કરે છે કે, ‘જર્સી/એચએફ ગાય માતા ગણાય કે નહીં? ગૌભક્તો કારણ સાથે જવાબ આપો!’ સવાલ એ છે કે, તેઓ આ સવાલ ગૌભક્તોને પૂછે છે પરંતુ કેમ ગૌ કાપતા કસાઇઓને નથી પૂછતા? કે ભાઈ ગૌવંશને શા માટે કાપો છો?  તેમની અરાજકતાભરી સોશિયલ મીડિયા વોલ પર આ ચાર વર્ષમાં એક પણ પોસ્ટ કસાઇઓ પર નથી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ? આવું ફક્ત કસાઇઓ મામલે જ નથી બીજી ધાર્મિક વિધિ બાબતે પણ કોઈ દિવસ વિધર્મીઓ પર સવાલ કર્યા જ નથી. પોતે નાસ્તિક હોય તો શું એક જ ધર્મને ટાર્ગેટ કરવાનું? તેમની એક પોસ્ટ હલાલા પર કે ક્સાઈઓ પર નથી. એનાથી ઊલટું ઘણી પોસ્ટોમાં તેઓ વિધર્મીઓની આતંકી પ્રવૃત્તિ ઢાંકવા માટે પ્રયાસો કરે છે. એક પોસ્ટમાં અલગ અલગ જાતિ આધારિત આંદોલનોને ટાર્ગેટ કરી ને વિધર્મીઓની ખોટી પ્રવૃત્તિને જસ્ટિફાય કરવાની કોશિશ પણ કરી છે.

ઈટાલિયાની અસંખ્ય કામેંટ પણ એવી હોય છે જેમાં ભારોભાર હિન્દુ ધર્મ વિરોધી માનસિકતા છતી થાય છે. જોકે કેજરીવાલના મેરિટમાં હિન્દુ વિરોધી હોવું ફરજિયાત હોવાથી જ તેમણે આમ આદમી પાર્ટી અધ્યક્ષનું પદ મળ્યું છે. હાલમાં તેઓ કથિત માફી માંગીને (કેજરીવાલ પેટન્ટ) બચવાની કોશિશ કરે છે પરંતુ હિંદુ સમાજ તેમને માફ કરવાના મૂડમાં નથી. આ માનસિકતા કોઈ દિવસ છૂટે નહીં રાહુલ ગાંધીના જેમ ચૂંટણી પૂરતા બ્રાહ્મણ બન્યા છે પરંતુ લાંબા ગાળાનું લક્ષ ધર્મ વિરોધી જ છે. ગોપાલ ઇટાલિયાએ હાલમાં પોતાની ફેસબૂક પ્રોફાઇલ લોક કરી છે, જેથી કોઈ જૂની પોસ્ટ જોઈ શકે નહીં.

આ જ રીતે જયેશભાઈ શાહ નામના એક વિદ્વાને પણ ગયા વર્ષે એક વિસ્તૃત પોસ્ટ (https://www.facebook.com/jayesh.shah.779/posts/5845554152186415 ) દ્વારા ઈટાલિયા જેવા લોકોની ભાગલાવાદી માનસિકતાને ઉઘાડી પાડી હતી.

દેશ ગુજરાત