ઇટાલિયાએ નરેન્દ્રભાઈ માટે બોલેલા અપશબ્દો ગુજરાતીઓના દિલમાં તીરની જેમ ખૂંચી રહ્યા છેઃ ભાજપ
October 10, 2022
— મોદીજી માટે વાપરેલા અપશબ્દો ગુજરાતના લોકોએ ગંભીરતાથી લીધા છે
— જે પક્ષના પ્રદેશ પ્રમુખ આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો તેમની કાર્યકર્તાઓની કેડરને શું સંસ્કાર મળશે?
અમદાવાદઃ દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ લાંછન પહોંચે તેવા હિન શબ્દો વાપર્યા છે તેને ગુજરાત તેમજ દેશના નાગરિકો વતી અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમ જણાવી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની આવી હલકી માનસીકતાની ચિંતા કરી ગુજરાતના દરેક નાગરિકે સતર્કતા રાખવી જોઇએ.
શ્રી ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, રાજનીતિમાં વિચારઘારાના મતમંતાર હોઇ શકે પરંતુ રાજનૈતિક મુૂલ્ય સાથે ક્યારેય પણ છેડ છાડ યોગ્ય નથી. ગોપાલ ઇટાલીયાએ વાપરેલી ભાષા અને શબ્દોનું સંજ્ઞાન આમ આદમી પાર્ટીના કેજરીવાલે લઇને આ શબ્દો માટે કડકમાં કડક કાર્યવાહીની ગુજરાતની પ્રજા માંગણી કરી રહી છે. હાલમાંજ કેજરીવાલના મંત્રીએ ઘર્માતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હિન્દુ દેવી દેવતાઓના અપમાનને સમર્થન આપ્યું. તેના પડઘા રૂપે તેમના મંત્રીનું રાજીનામું લઇ લેવામાં આવ્યું તો ગોપાલ ઇટાલીયાને શા માટે આમ આદમી પાર્ટી છાવરે છે તેનો જવાબ ગુજરાતની જનતા સમક્ષ કેજરીવાલે આપવો જોઇએ. શું કામ ગોપાલ ઇટાલીયાને બચાવવા દિલ્હી અને રાજયમાં પત્રકાર પરિષદને સંબોઘવામાં આવે છે તેનો જવાબ ગુજરાતની પ્રજા માંગે છે.
શ્રી ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, નૈતિકતાની વાતો કરનાર આમ આદમી પાર્ટીના અડધો ડઝન જેટલા મંત્રીઓ અને ડઝન જેટલા ઘારાસભ્યો અને નેતાઓ જેલમાં જઇ આવ્યા છે કે જેલમાં છે અને બેલ પર છે. રાજનૈતિક મૂલ્યોનું પતન એ જ આમ આદમી પાર્ટીની માનસિકતા છે. કેજરીવાલે સર્જીકલ સ્ટ્રઇક, એર સ્ટ્રાઇક ના પુરાવા માંગીને ભારતીય સેનાનું મનોબળ તોડવાનું કામ કર્યું તે તેમની દેશ વિરોઘી માનસિકતા છતી કરે છે. જેએનયુમાં દેશ વિરોઘી સુત્રોચ્ચાર કરનાર ટુકડે ટુકડે ગેંગના લોકોની પડખે ઊભા રહેનાર કેજરીવાલની દેશ વિરોધી પ્રવૃતિઓથી દેશના લોકો માહિતગાર છે. આ દેશે કોમ્યુનિસ્ટ વિચારઘારા, સમાજવાદી વિચારઘારા, કોંગ્રેસી વિચારઘારા વાળા રાજકીય પક્ષો જોયા છે પરંતુ પ્રથમ વખત દેશ વિરોઘી માનસિકતા વાળા, ખાલિસ્તાની વિચારઘારા અને ભાગલાવાદી પ્રવૃતિ કરનાર આમ આદમી પાર્ટી દેશ સમક્ષ પોત પ્રકાશી રહી છે.
'C' word and 'Neech' remark : NCW serves notice to Gujarat AAP chiefhttps://t.co/jp3e9c7nOt pic.twitter.com/S6MR2vK3fc
— DeshGujarat (@DeshGujarat) October 10, 2022
રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા આ કોઇ પ્રથમ વખત અપકૃત્ય કરવામાં આવ્યું નથી પરંતુ વાંરવાર ઇનવિસિબલ પોલીટીકલ ન્યુસન્સ આમ આદમી પાર્ટી કરી રહી છે તેને ગુજરાતની જનતા કયારેય સાંખી નહી લે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના અપમાનની અસહ્ય પીડા ગુજરાતીઓ તેમજ દેશવાસીઓ અનુભવી રહ્યા છે.
તેમણે ગુજરાતની પ્રજાને BE AWARE OF AAP રહેવા માટે જણાવતા કહ્યું કે, મોદીજી માટે વાપરેલા અપશબ્દો સભર નિવેદન ગુજરાતના લોકોએ ગંભીરતાથી લીધું છે. આવાં નિમ્ન કક્ષાની વાણી વર્તનની ગુજરાતના રાજકારણમાં કોઇ જ જગ્યા નથી. શ્રી ઝડફિયાએ ગોપાલ ઇટાલીયાને આડે હાથે લેતા જણાવ્યું કે, જે પક્ષના પ્રદેશ પ્રમુખ આવી અભદ્ર ભાષાનો ઉપોયગ કરતા હોય તો તેમની કાર્યકર્તાઓની કેડરને શું સંસ્કાર મળશે ? તે ગુજરાતની જનતા જોઇ રહી છે.
શ્રી ઝડફિયાએ ગુજરાતના વિકાસ મોડલ સામે જુઠ્ઠાણા ફેલાવતા આમ આદમી પાર્ટીના નેતાઓને આકરા શબ્દોમાં જણાવ્યું કે, ગુજરાત દેશભરના 50 થી 60 લાખ લોકોને રોજગારી આપે છે તેની સાબિતી ગુજરાતમાંથી 970 જેટલી ટ્રેનો અને હજારો બસો ભરીને કોરોના સમયે શ્રમિકોને પોત પોતાના વતનમાં મોકલી આપવામાં આવ્યા હતા એ છે. ખેડૂતો પાસેથી 23 જેટલી જણસની ખરીદી MSP ભાવે ગુજરાત સરકાર સતત કરી રહી છે માટે ગુજરાત સામે જુઠ્ઠાણા ફેલાવતા પહેલા પોતાના ઘરમાં નજર કરવી જોઈએ ગુજરાતની પ્રજા આવા લોકોને જવાબ આપવા માટે કમર કસી રહી છે.
એક પ્રશ્નના જવાબમાં શ્રી ઝડફિયાએ જણાવ્યું કે, મહિલા આયોગ દ્વારા આ અપશબ્દો મુદ્દે ફરિયાદ કરવામાં આવેલી છે અને આગળ કાયદાકીય મંતવ્ય લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે બોલેલા અપશબ્દો ગુજરાતીઓના દિલમાં એક તીરની જેમ ખૂંચી રહ્યા છે. તેનો જવાબ ગુજરાતની ગૌરવશાળી પ્રજા મતદાન વખતે ચોક્કસથી આપશે તેનો વિશ્વાસ ભાજપના ઉપાધ્યક્ષે વ્યક્ત કર્યો હતો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
