વડાપ્રધાનની સભા પતી ગયા પછી લીધેલો ખાલી ખુરશીઓનોનો વિડિયો મૂકતા મેવાણી અને પ્રશાંત ભૂષણ

વડાપ્રધાનની સભા પતી ગયા પછી લીધેલો ખાલી ખુરશીઓનોનો વિડિયો મૂકતા મેવાણી અને પ્રશાંત ભૂષણ

ગાંધીનગરઃ  કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે આજે સવારે એક વીડિયો પોતપોતાના સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યો, જેમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીની સભામાં તમામ ખુરશીઓ ખાલી દેખાય છે. આ બંનેએ વીડિયોની સાથે લખ્યું કે, આ ખાલી ખુરશીઓ ગુજરાતમાં વડાપ્રધાનની વધતી લોકપ્રિયતાનું પ્રતીક છે.

જોકે, આ બંનેને સોશિયલ મીડિયાએ તરત જ યોગ્ય જવાબ આપી દીધો હતો.

કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીને જવાબ આપતા વિજય પટેલ નામના યુઝરે લખ્યું કે રેલી પૂરી થઈ ગયા પછી અને લોકો ચાલ્યા ગયા પછી થઈ રહેલું આ રિપિટ ટેલિકાસ્ટ છે. ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો. મેવાણીના ટ્વિટને રિટ્વિટ કરીને જવાબ આપતા વિજય પટેલે વીડિયોનો સ્ક્રિન શોટ મૂકીને બતાવ્યું કે, અહીં સ્પષ્ટ દેખાય છે કે મંચ ઉપર કોઈ જ નથી, અને તેથી આ રેલી પૂરી થયા પછીનો વીડિયો છે જે દરમિયાન રિપિટ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.

જ્યારે એડવોકેટ પ્રશાંત ભૂષણને ભાજપના નેતા અમિત માલવિયએ જવાબ આપ્યો. કિશોરના ટ્વિટને રિટ્વિટ કરીને માલવિયએ લખ્યું કે, તમારે વાયર (સમાચાર પોર્ટલ)માં જોડાઈ જવું જોઇએ. એ લોકોને તમારા જેવા લોકોની જરૂર છે જેઓ હકીકતની ચકાસણી કર્યા વિના રિપોર્ટિંગ કરે. આ સ્થળ રેલી પૂરી થઈ ગયા પછીનું છે. મંચ ઉપર કોઈ જ નથી. વડાપ્રધાનની રેલીમાં ખાલી ખુરશીઓ જોઇને વિપક્ષો ખુશ થાય છે અને પછી ચૂંટણી હારી જાય ત્યારે ઈવીએમને દોષિત ઠેરવે છે.

દિલ્હી ભાજપના નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાએ તો પ્રશાંત ભૂષણને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. તેમણે કિશોરના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું, મૈંને તુમ્હે કુર્સિયાં લગાને ભેજા થા, દિમાગ લગાને નહીં. જો કામ તુમ્હારે બસ કા નહીં હૈ વહ ના હી કરો તો અચ્છા હૈ, બાકી યહ વીડિયો રેલી ખતમ હોને કે બાદ કા હૈ ઔર મંચ પર કોઈ નહીં હૈ, જૈસે તેરે દિમાગ મેં કુછ નહીં હૈ.

દેશ ગુજરાત