કોંગ્રેસે હવે મને અપશબ્દો બોલવાનું કામ આઉટસોર્સ કર્યું છેઃ વડાપ્રધાન મોદી
October 11, 2022
જામકંડોરણાઃ આજે દેશના બે મહાન મહાપુરુષોની જયંતી, જેમણે દેશની રાજનીતિ બદલી એટલું જ નહીં પરંતુ દેશની યુવા પેઢીમાં નવો વિશ્વાસ પેદા કર્યો. નિરાશામાં ડૂબેલી યુવા પેઢીને બહાર કાઢવા પ્રયાસ કર્યો. જયપ્રકાશ નારાયણના ભ્રષ્ટાચાર વિરોધી કામ કરી રહ્યા છે. આજે ભ્રષ્ટાચાર વિરોધી કામ કરીએ તો એક ટોળું કાગારોળ કરી મુકે છે. જેમને લોકોનું લૂંટ્યુ છે તે તેમને દેશને પાછું આપવું જ પડશે. જયપ્રકાશજી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લડતા રહ્યા. ત્યારબાદ સ્વતંત્ર ભારતની સરકારો સામે પણ લડતા રહ્યા. એ સમાજની-સરકારોની માનસિકતા બદલવા માગતા હતા. સશક્ત – સમૃદ્ધ ભારત બને એ માટે જીવન ખપાવ્યું. નાનાજી દેશમુખે પણ એટલા જ સમર્પણ ભાવે રાષ્ટ્ર માટે જીવન અર્પિત કર્યું. સાર્વજનિકમાં નવો હતો ત્યારે જયપ્રકાશ નારાયણના ચરણ સ્પર્શ કરવાની તક મળી હતી, નાનાજી દેશમુખ સાથે પણ કામગીરી કરી હતી. જયપ્રકાશ નારાયણના પગલે ચાલવું લાઢાના ચણા ચાવવા જેવું હોય છે. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની કામગીરી આગળ વધારી છે. આજે ભારત સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરે તો આખું ટોળું ભેગું થઈ જાય છે. ભારત સરકારની સંસ્થાઓને બદનામ કરે છે. તમારા પર જેનો આરોપ છે તેનો જવાબ આપો. તમે આ દેશની પ્રજાનું લૂટ્યું છે તે તમારે પાછું આપવું પડશે.
સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની યાદ કરીને વડાપ્રધાને કહ્યું કે, થોડા દિવસ પહેલાં મારી કામગીરીના 21 વર્ષ પૂરા થયા. એની શરૂઆત રાજકોટથી થઈ હતી. જલારામ બાપુ, મહાશક્તિ સ્વરૂપા આઈ ખોડિયાર માતાના આશીર્વાદ મળ્યા છે. અહીં આવું એટલે જગન્નાથજી યાદ આવે.
વડાપ્રધાને કહ્યું કે, મારા લાંબા અનુભવના આધારે કહું છું, મહિનાઓ, વર્ષો વીતી રહ્યા પરંતુ ગુજરાતના આયોજન નવો નવો વિસ્તાર કરતા જાય છે, નવી નવી સિદ્ધિ મેળવતા જાય છે. એની પાછળ તમારા બધાની મહેનત છે તેના કારણે આ બધું શક્ય બને છે.
નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાની જે આશાઓ-અપેક્ષાઓ છે તેને ભાજપે હંમેશા આદેશ માન્યા છે. એ આદેશ માટે જાત ખપાવી દેવાનો પ્રયાસ કર્યો છે. 20-22-25 વર્ષના યુવાનો હશે તેમને તેમનાં માતા-પિતા કેટલી મુશ્કેલી અનુભવતા હતા તેનો ખ્યાલ નહીં હોય. તેમણે એ બધું જાણવું જોઇએ તેમ જણાવી વડાપ્રધાને કહ્યું કે, બે દાયકા પહેલાં સમય એવો હતો જ્યારે આખું ગુજરાત સૂકું હતું, રોજગાર માટે વલખાં મારતું હતું. ત્રણ સાંધે અને તેર તૂટે એવી જિંદગી હતી. પરંતુ આજે સરકારે પરિસ્થિતિ બદલી.
અભાવનો પ્રભાવ ન આવે, અવિશ્વાસની આંધી આપણને આંબી જાય એ માટે આપણે સૌએ મહેનત કરી છે. અમે જે મહેનત કરી છે તેને વડીલો તેમની નજર સામે વિકાસ જોઈ શક્યા છે તેથી અમને આશીર્વાદ આપે. રાજકોટમાં પાણીની ટ્રેન આવશે તેની રાહ અનેક લોકોએ જોઈ હશે. પરંતુ મહેનત અને આયોજનથી કામ કરીએ તો સ્થિતિ બદલી શકાય છે. આજે નળથી જળ આવે તેની અમે કામગીરી કરી છે.
Cong is not holding public meetings, press meets and not hurling abuses or attack on Modi. Congress is silently holding Khatla bethaks in villages and urging for help for once etc. The contract of hurling abuses, dirt, disturbing the atmosphere has been outsourced to others 2/2 pic.twitter.com/XqXWWNsQyV
— DeshGujarat (@DeshGujarat) October 11, 2022
રાજ્યની ભૂતકાળની સ્થિતિને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું કે, ખેડૂતો માટે વરસાદની અનિશ્ચિતતા મુશ્કેલીઓ ઊભી કરતી હતી. ગુજરાતમાં હુલ્લડો થતાં હતાં. કરફ્યુની સ્થિતિ જાણીને અમદાવાદ જવું પડતું હતું. પણ આજે નવરાત્રી જોવા દુનિયાના રાજદૂતો આવ્યા, તેઓ ગરબા રમ્યા પણ ખરા.
રાજ્યમાં વિકસી રહેલા પ્રવાસનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, પ્રવાસન માટે ગુજરાતના લોકો બહાર જતા હતા અને હવે દુનિયાના લોકો ગુજરાતમાં પ્રવાસી તરીકે આવતા થયા છે. સરદાર સાહેબનું ભવ્ય સ્મારક દુનિયાભરના લોકો જોવા આવી રહ્યા છે. તમારી આજુબાજુ કોંગ્રેસ વાળા રહેતા હોય તો એમને પૂછજો કે સ્ટેચ્યુ ઑફ યુનિવર્સિટી જોયું કે નહીં. કોંગ્રેસને શું મુશ્કેલી છે એ ખબર નથી, પણ સરદાર સાહેબનું સ્ટેચ્યુ જોવા જતા નથી, અને જાય તો સંતાઈને જાય છે.
આજે ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું છે તેમ જણાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોઇપણ ક્ષેત્રની વાત હોય, આંકડાથી પુરવાર થઈ શકે કે આપણી પ્રગતિ કેટલી સર્વસમાવેશ છે. બે દાયકા પહેલાં પરિસ્થિતિ સાવ અલગ હતી. શિક્ષણ સંસ્થાઓ સાવ મુઠ્ઠીભર હતી. પણ આજે એવી સ્થિતિ બદલાઈ છે કે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પસંદગીના સ્થળમાં ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ પસંદ કરે.
20 વર્ષ પહેલાં એન્જિનિયરિંગની 26 એન્જિનિયરિંગ કૉલેજ હતી, આજે 130 એન્જિનિયરિંગ કૉલેજ છે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 9 એમસીએ કૉલેજ હતી, આજે 65 છે. વીસ વર્ષ પહેલાં 300 આઈટીઆઈ હતી, આજે 600 આઈટીઆઈ છે. વીસ વર્ષ પહેલાં 30 એમબીએ કૉલેજ હતી, આજે 100 એમબીએ કૉલેજ ગુજરાતમાં છે. વીસ વર્ષ પહેલાં 13 ફાર્મસી કૉલેજ હતી, આજે 75 કૉલેજ છે. વીસ વર્ષ પહેલાં રાજ્યમાં 21 યુનિવર્સિટી હતી આજે 100 છે. વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં 11 મેડિકલ કૉલેજ અને 2200 સીટ હતી, આજે 36 મેડિકલ કોલેજ અને 8000 બેઠક મેડિકલ ભણવા માટે ઉપલબ્ધ છે.
પહેલાં મેડિકલ-એન્જિનિયરિંગ માટે અંગ્રેજી ભણવાનું ફરજિયાત હતું, હવે માતૃભાષામાં ભણીને પણ ડૉક્ટર – એન્જિનિય બની શકાય છે. જો આ રીતે પ્રગતિ અને વિકાસના આંકડા પુરાવા સાથે આપ્યા કરું તો કલાકો સુધી બોલી શકાય તેમ વડાપ્રધાને જણાવ્યું હતું અને ઉમેર્યું કે ગુજરાતમાં શિક્ષણમાં જેટલી સંખ્યા વધી તેનાથી યુવાનોનું ભવિષ્ય નિર્ધારિત થયું છે.
20 વર્ષની મહેનત છે જેના કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિકાસ માટે સામર્થ્ય બની ગયું છે. આજે આદિવાસી પટ્ટામાં, સમુદ્ર પટ્ટામાં શિક્ષણ સ્વાભાવિક બનતું જાય છે. શિક્ષણનો મહાયજ્ઞ, સેવાપૂર્વક યજ્ઞ આદર્યો હતો. પરિણામે ગુજરાતના છોકરાઓ દેશમાં અને પરદેશમાં નામ કમાઈ રહ્યા છે.
રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, ઑટોમોબાઈલ સ્પેરપાર્ટ્સ, જેતપુર સાડી ઉદ્યોગ – આજે સાયકલ, મોટરસાઈકલ, મેટ્રોના સ્પેરપાર્ટસનું ઉત્પાદન થાય છે. આપણી પ્રજામાં જે સામર્થ્ય હતું તે અવસર બનીને ઊભું થયું છે. આજે જે વિકાસ થઈ રહ્યો છે તેમાં રાજકોટની યુવાપેઢીને ઘણો લાભ થવાનો છે. સુશાસન, કાયદો-વ્યવસ્થા ઉપર ધ્યાન આપ્યું. જે લોકો છાશવારે તોફાનો કરતા હતા તેમને પાઠ ભણાવ્યો. જેમણે કાયદા-વ્યવસ્થાનું પાલન કર્યું છે એ પણ અભિનંદનને પાત્ર છે.
રાજ્યને આધુનિક અને મલ્ટિમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાભ મળી રહ્યો છે. રસ્તા અને પરિવહન શરૂ થયું છે. રો-રો ફેરી શરૂ થઈ છે. આ બધાં કનેક્શનની પાછળ અર્થતંત્રનું માધ્યમ, આ કનેક્શન બે સામાજિક મિલન થયું તેમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું કે સમદ્ર કિનારો ઉજ્જડ હતો, અમે તેને સમૃદ્ધ બનાવ્યા. વેપાર માટે આકર્ષક બનાવી દીધા જેથી ગુજરાત સમગ્ર દુનિયા સાથે જોડાઈ ગયું.
યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેની આગાહી કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજકોટ, મોરબી, જામનગરના ભાઈઓ તૈયારી કરો- આજે ગાડી, મોટરસાઇકલના સ્પેરપાર્ટ્સ બનાવો છો તમારી પાસે વિમાનના સ્પેરપાર્ટ બનાવવાના કોન્ટ્રેક્ટ આવશે.
વડાપ્રધાને નવી ઔદ્યોગિક નીતિ બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યપ્રધાન હતો ત્યારે ઉપસાસ કરીને નર્મદાનું પાણી લાવવામાં સફળતા મેળવી. ટપક સિંચાઈ કરવાનું કહેતો હતો, મોટાભાગના ખેડૂતોએ મારી વાત સાંભળી. ખેડૂતો- દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડે, સો સો વીઘાની જમીન ધરાવતા ખેડૂઓએ પણ રાહત કામે જવું પડતું હતું. કચ્છ-સૌરાષ્ટ્રની ધરતી લીલી બનવા લાગી છે.
યુવાનોને આગ્રહ – તમારે મહેનત કરીને ગુજરાતને આગળ વધારવાનું છે. દેશ માટે અમૃતકાળ છે, પણ યુવાનો માટે સ્વર્ણિમ કાળ છે. ઉદ્યોગ-વેપાર, ખેતીને વધારો અને ફળ મેળવો.
બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હોવાનું જણાવી વડાપ્રધાને કહ્યું હતું કે, સમુદ્ર પટ્ટી અતિક્રમણોથી બરબાદ થતી હતી. ભૂપેન્દ્રભાઈએ તેમની મક્કમતાની કારણે રાતોરાત બેટ દ્વારકાને મુક્ત કરાવ્યું. બધું શાંતિથી થયું એ બદલ ભપેન્દ્રભાઈને અભિનંદન.
આગામી ચૂંટણી સંદર્ભમાં વડાપ્રધાને કહ્યું, ભાજપના કાર્યકરોને ચેતવવાની જવાબદારી છે. મને દૂર બેઠા બેઠા બરાબર સમજાય છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા, ભૂતકાળમાં ગુજરાતના હિતોની વિરુદ્ધમાં એડી-ચોટીનું જોર લગાવતા રહ્યા છે, 20 વર્ષ મને હેરાન કરવામાં બાકી નહોતું રાખ્યું, કોર્ટ-કચેરીમાં જઇને ગુજરાતને બદનામ કરવાના ખેલ ખેલાતા. પરંતુ સોનાની જેમ તપીને ગુજરાત આજે ચમકતું થઈ ગયું છે. મત માટે કેવા ખેલ ચાલતા હતા તેની સીમા નહોતી. એ બધા ખેલ નકામા ગયા. મારા માટે અપશબ્દો બોલાયા છતાં અમે રાજ્યના વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ગુજરાતે એમને જવાબ આપ્યો. આ વખતે એમની ચાલ સમજવાની જરૂર છે. કોંગ્રેસે નવી ચાલાકી કરી છે. બોલવું નહીં, ચૂપચાપ ખાટલા બેઠકો કરાવીને બધાને મળી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓનું નામ લીધા વિના વડાપ્રધાને ઇશારામાં કહ્યું કે કોંગ્રેસે આ વખતે ગાળો ભાંડવાનું કામ આઉટસોર્સ કરી દીધું છે, બીજા લોકોને સોંપી દીધું છે. આ ચાલાકીને સમજજો. તેમના આ ખેલ પણ ગુજરાતની પ્રજા પરાસ્ત કરશે એ મને વિશ્વાસ છે.
દેશ ગુજરાત
Recent Stories
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
- Lemon Tree Hotels Opens New Resort in Pavagadh
