મંદિરોને શોષણનાં ઘર ગણાવતો ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો વીડિયો આવ્યો
October 11, 2022
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા હિન્દુત્વ વિરોધી છે એવું અનેક વખત સાબિત થયું છે.
ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે ઈટાલિયા કેજરીવાલ સહિત આપ-ના નેતાઓની સાથે મંદિરોમાં જાય છે, પરંતુ તેની માનસિકતા હિન્દુત્વ વિરોધી છે. તેના એક વધુ વીડિયોમાં તે એમ કહેતા સંભળાય છે કે, મારે તમારી માતા-બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઇએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણનાં ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઇતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોઇતો હોય તો કથાઓમાં જઇને નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો.
After repeatedly insulting and disrespecting women by using the “C” word, Gopal Italia, AAP Gujarat President and close aide of Arvind Kejriwal, in another video, can be seen telling women that they must not go for katha or to temples because they are places of exploitation… pic.twitter.com/ZSyCStIepH
— Amit Malviya (@amitmalviya) October 11, 2022
આવું બોલીને તે એક પુસ્તક – મહિલા આરક્ષણ એવં ભારતીય સમાજ પુસ્તક દર્શાવે છે.
યાદ રહે, ગોપાલ ઈટાલિયાએ જાહેર જીવનની શરૂઆત જ હિન્દુત્વ વિરોધી વાતો કરવાથી કરી હતી. અગાઉ તેણે કહ્યું હતું કે, કથાઓમાં જનારા નામર્દ હોય છે.
હજુ ગઈકાલે જ ઈટાલિયાનો એક વીડિયો જોઇને આખો દેશ સ્તબ્ધ છે. એ વીડિયોમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચ જેવો શબ્દ પ્રયોગ કરતા સાંભળવા મળે છે.
AAP का शिक्षा मंत्री सिसोदिया राम मंदिर बनाने का विरोध करता था, राजेंद्र पाल हिंदू देवी देवताओं का अपमान करता है और अब आप गुजरात अध्यक्ष हिन्दुओं के मंदिरों को शोषण के अड्डे बता रहा है।
अरविंद केजरीवाल आप लोग किस घटिया स्तर की राजनीति पर उतर आए हैं? pic.twitter.com/lOiUU9DekD
— Parvesh Sahib Singh (@p_sahibsingh) October 11, 2022
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
