કેજરીવાલ સરદાર પટેલનું પણ હળહળતુ અપમાન કરી ચૂક્યા છે

કેજરીવાલ સરદાર પટેલનું પણ હળહળતુ અપમાન કરી ચૂક્યા છે

નવી દિલ્હીઃ  આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલ હાલ ગુજરાતામાં શ્રી રામ, શ્રી કૃષ્ણ, સરદાર પટેલ વગેરેના નામે મતદારોને આકર્ષવા મથામણ કરે છે પરંતુ આ જ કેજરીવાલ અગાઉ અન્ય રાજ્યોમાં લોકોનું સમર્થન મેળવવા માટે રામ, કૃષ્ણ અને સરદાર પટેલ, હિન્દુત્વ એમ દરેક બાબતોનું હળાહળ અપમાન કરી ચૂક્યા છે.

કેજરીવાલનો આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે. ભાજપના નેતા ઝુબિન આશરાએ કેજરીવલના આ વીડિયોને શૅર કરીને લખ્યું છે કે, જૂઓ મહાઠગ કેજરીવાલના આસૂરી શબ્દો દેશના લોખંડી પુરુષ અને ગુજરાતના સપૂત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે.

તેમણે સાથે પોસ્ટ કરેલા વીડિયોમાં કેજરીવાલ અત્યંત કડવાશભરી રીતે એવું કહેતા સંભળાય છે કે, દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, તેની ઊંચાઈ હતી 182 મીટર, મિત્રો દેશે નક્કી કરવાનું છે કે આપણને દુનિયાની સૌથી શ્રેષ્ઠ, સૌથી શાનદાર, બધાથી ઉત્તમ સ્કૂલોની જરૂર છે કે સ્ટેચ્યુની જરૂર છે?

કેજરીવાલે આ નિવેદન 2018માં કર્યું હતું જેની તે સમયે મીડિયાએ પણ નોંધ લીધી હતી. (https://indianexpress.com/article/cities/delhi/need-schools-hospitals-not-statues-delhi-cm-arvind-kejriwal-sardar-patel-5433888/ )

દેશ ગુજરાત