આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી પણ ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છેઃ જે.પી.નડ્ડા
October 12, 2022
— આજથી શરૂથતી આ યાત્રા બહુચરાજી મંદિરથી માતાના મઢ કચ્છ પુર્ણ થશે
— પ્રદેશ અને દેશની તસવીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયું છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે
— આ સરકાર પ્રો-એક્ટીવ સરકાર છે, જવાબદાર સરકાર છે. ભાજપ સરકાર લોકોના દુખ-દર્દ સમજી શકે છે
બહુચરાજીઃ ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં યોજાઈ રહેલી આ યાત્રા બહુચરાજી મંદિરથી શરૂ થઈ માતાના મઢ કચ્છ પુર્ણ થશે. આ યાત્રાને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી પુરષોત્તમભાઇ રૂપાલા, શ્રી દાનેવ રાવસાહેબ દાદારાવ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
યાત્રાનો પ્રારંભ કરાવતા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી માં બહુચરાજીના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી. આ યાત્રા નિકાળનાર ભાજપ હોઇ શકે, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી. આ ગૌરવ યાત્રા ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છે. આજે દેશ આત્મ નિર્ભર, વોકલ ફોર લોકલ,વિકસીત ભારત બનાવવા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે ઊંચાઈ પર જઇ રહ્યું છે તે યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. ગુજરાતે દેશને સાધુ સંતો, સામાજીક સુઘારકો, પ્રખર નેતાઓ આપ્યા. આ ગૌરવ યાત્રાથી ગુજરાતનો એક એક નાગરીક ગૌરવન્વીત થશે. રાજકીય નેતા કેવી રીતે પ્રદેશ અને દેશની તસ્વીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયું છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ભાઇને ભાઇથી લડાવ્યો. જ્યા પાણી જોઇતું હતું ત્યા પાણી ન આપ્યું. જે વિકાસની યાત્રા ચાલતી તેને અટકાવાનો પ્રયાસ કર્યો.આજે સમય તો જુઓ કોંગ્રેસ આજે અટકેલી, ફસાયેલી અને ભટકેલી છે. એક બાજુ મમતાએ નેનો પ્લાન્ટને ના પાડી દીધી તો બીજી બાજુ આપણા ગુજરાતના તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ નેનો પ્લાન્ટનુ ગુજરાતમાં સ્વાગત કર્યું. કોરોના મહામારીથી દેશને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બચાવી લીધું. દેશને કોરોના સામે રક્ષણ મળે તે માટે એક નહીં બે-બે રસી ફ્રીમાં આપી. પહેલા પોલીયો જેવા રોગોની રસી માટે વર્ષો વીતતા પણ કરોનાની રસી 9 મહિનામાં આપી દીધી. આ સરકાર પ્રો-એક્ટીવ સરકાર છે, જવાબદાર સરકાર છે. ભાજપ સરકાર લોકોનાં દુખ-દર્દ સમજી શકે છે. યુક્રેનમાં યુદ્ધ સમયે દેશના યુવા વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળતાથી કામ કર્યું. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક ફોન કરી થોડા કલાક માટે અટકાવ્યું અને 22 હજાર વિદ્યાર્થીઓને સલામત ભારત લાવ્યા.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે પહેલા કોંગ્રેસની સરકારમાં દિવસભર નેશનલ હાઇવે માત્ર 12 કિ.મી બનતા પરંતુ આજે 37 કિ.મી બને છે. એક સમયે દેશમાં રેલ લાઇન એક વર્ષમાં 375 કિ.મી બનતી આજે 1458 કિ.મી રેલા લાઇન બને છે. એક સમયે 27 હજાર કરોડ એગ્રી કલ્ચરનું બજેટ હતું આજે એક લાખ 24 હજાર કરોડ બજેટ છે. દેશના ખેડૂતોને કિસાન સમાન નિધી મળે છે. પહેલા એક પ્રઘાનમંત્રી કહેતા કે હું એક રૂપિયા મોકલુ તો તે 85 પૈસા ક્યા જાય છે તે ખબર નથી આજે મોદીજી 11 કરોડ ખેડૂતોને તેમના ખાતમાં 2-2 હજાર રૂપિયા સીધા જમા કરાવે છે. પાછલા 21 વર્ષમાં ગુજરાતની તસ્વીર બદલાઇ છે. આજે ગુજરાત સ્ટાર્ટ અપમાં,સોલર,ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ,પાવર એનર્જી,સર પ્લસ પાવર,શિક્ષણ,હેલ્થમાં ગુજરાત આગળ છે.
— ગુજરાત આજે નેનો કારથી લઇ નેનો-યુરિયાનું સાક્ષી બન્યું છે. કલોલમાં નેનો યુરિયાનું પ્રોડકશન શરૂ થઇ ગયું છે
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, માં બહુચરાજીની પાવન ઘરતી પરથી આજથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતા ઉપસ્થિત છે સાથે જનતાને કહેવુ છે લોકશાહીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. પહેલા આ વિસ્તારમાં ગાંડા બાવળના વૃક્ષો જોવા મળતા પરંતુ આજે આ વિસ્તારમાં ઓટો ઇન્ડસ્ટ્રી આવવાથી આ વિસ્તાર મોંઘો બન્યો છે. મારૂતીનો પ્લાન્ટ અંહી આવવાથી રોજગારી વધી. ગુજરાત આજે નેનો કારથી લઇ નેનો-યુરિયાનું સાક્ષી બન્યું છે. કલોલમાં નેનો યુરિયાનું પ્રોડકશન શરૂ થઇ ગયું છે. ખેડૂતોને પહેલા ખભે 50 કિલોની બેગ લઇ ખેતરમાં જતા હતા તેના બદલે હવે ખીસ્સામાં 500 એમ.એલની બોટલ લઇ ખેતી કરવા જઇ શકાય એવી ક્રાંતીકારી શોધ થઇ છે. દેશનું કરોડો રૂપિયાનું હુંડિયામણ બચી શકશે. નર્મદા યોજનાના કામોને ગુજરાતમાં અટકાવનાર વિરોઘીઓ આજે ગુજરાતમાં વોટ માંગવા આવ્યા છે. કોણ મેઘા પાટકરની મંડળીને ટેકો કરતું હતું ? તે પણ આજે યાદ કરાવવું પડે કોંગ્રેસની તત્કાલીન સરકારે નર્મદા બંધની ઉંચાઇ વઘારવાની મંજૂરી નોહતી આપતી ત્યારે તે સમયના તાત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 78 કલાક ઉપવાસ પર બેસવું પડ્યું. આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી માં નર્મદાનું નીર કેવડીયાથી કચ્છ સુઘી પહોંચ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેના માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના પાયા નખાયા છે. દેશમાં આવેલી કોરોના મહામારીમાં દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તેના માટે પણ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચિંતા કરી અને 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપવાની વ્યવસ્થા કરાવી. કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નિતિ આયોગ પ્રમાણે આજે નંબર વનની પોઝીશન પર છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી. નડ્ડાજી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રયાસ કરીએ.
— રાણીની વાવ આજે રૂ.100 ની ચલણી નોટમાં સ્થાન ઘરાવે છે તે આપણા માટે સૌભાગ્યની વાત છે
શ્રી રજનીભાઇએ સંબોધન કરતા જણાવ્યું કે, આજની આ ગૌરવ યાત્રામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો આપ સૌનું આ યાત્રામાં સ્વાગત છે. આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વ પ્રસિદ્ધ પ્રાચિન સુર્યનગરીને સમગ્ર દેશની સૌ પ્રથમ સોલર નગરી બનાવવાનું કામ કર્યુ છે. આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કારણે આજે રાણીની વાવ આજે રૂ.100 ની ચલણી નોટમાં સ્થાન ઘરાવે છે તે આપણા માટે સૌભાગ્યની વાત છે. વિકાસની રાજનીતી આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી કરી. નર્મદાના પાણીથી આજના ખેડૂતો સમૃદ્ધ થયા છે. વિવિધ ઓટો સેકટરના પ્લાન્ટ અંહી સ્થપાવાને કારણે યુવાનોને વિપુલ પ્રમાણમાં રોજગારી મળી રહી છે. આવો સૌ સાથે મળી 2022ની વિઘાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો સંકલ્પ સાર્થક કરવા એડી ચોટીનું જોર લગાવીએ અને દેશના યશસ્વી વડાપ્રઘાન અને ગુજરાતના પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના તેમજ ગતીશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સરકારના હાથ વધુ મજબૂત બનાવીએ. શ્રી રજનીભાઇએ ઉપસ્થિત તમામ કાર્યકરોને આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મળશે તે માટે સંકલ્પ લેવડાવ્યો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
