હિન્દુત્વ અને મંદિરો વિરોધી વાતો કરનાર ગોપાલ ઈટાલિયા કોની સાથે સંકળાયેલા છે?
October 12, 2022
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સતત હિન્દુત્વ અને મંદિરોના વિરુદ્ધમાં બોલ્યા કરે છે અને વીડિયો પણ બનાવીને ફેલાવે છે. તે આવું વલણ શા માટે ધરાવે છે અથવા કોના ઈશારે કામ કરે છે એ વિજય પટેલ નામના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે સંશોધન કરીને શોધી કાઢ્યું છે.
આ સંશોધન અનુસાર માત્ર ઈટાલિયા જ નહીં પરંતુ કેજરીવાલ પોતે પણ ભારત વિરોધી પરિબળોની સાથે સંકળાયેલા છે. ઈટાલિયા એવા સંગઠનોનો હિસ્સો છે જે ભારતને અસ્થિર કરવા માગે છે. હિન્દુ વિરોધી અને વિદેશી ભંડોળ ઉપર નભતા શબનમ હાશમી તથા તેમને એનજીઓ દ્વારા 2018માં “ડિસમેન્ટલિંગ ઈન્ડિયા” (ભારતના ટુકડા કરવા) નામે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઈટાલિયા તેમજ ઓલ્ટન્યૂઝની માલિક નિર્ઝરી સિંહાએ હાજરી આપી હતી.
ડિસમેન્ટલિંગ ઈન્ડિયા અંગેનો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં તમામ લેખકો કાંતો ખ્રિસ્તી મિશનરીઓ અથવા ડાબેરીઓ છે. લેખકોમાં એન. રામદાસ (આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ લોકપાલ), આક્રમક હિન્દુત્વ વિરોધી હર્ષ મંદર અને સામ્યવાદી કવિતા કૃષ્ણન વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં બધા જાણે છે કે શબનમ હાશમી એ અનહદ નામના સ્વૈચ્છિક સંગઠનના સ્થાપક છે જેને ભૂતકાળમાં અનેક ખ્રિસ્તી એનજીઓ તરફથી ભંડોળ મળતું હતું. હાશમીની એનજીઓ ગુજરાત વિરોધી એવાં મેધાપાટકર અને તીસ્તા સેતલવાડની સાથે કામગીરી કરે છે. આ તમામ લોકો બે વર્ષ પહેલાં દિલ્હીમાં સીએએ-વિરોધી આંદોલનમાં સક્રિય રીતે સામેલ હતાં.
આમ આદમી પાર્ટીનો ગુજરાતનો પ્રમુખ ઈટાલિયા આ બધા સાથે સંકળાયેલા છે એ પણ દરેક ગુજરાતીઓએ જાણવું જરૂરી છે. તેણે 2018માં શબનમ હાશમીની સાથે ઊભા રહીને મીડિયાને ઈન્ટર્વ્યુ આપ્યો હતો. આ ઈન્ટર્વ્યુ 2002નાં તોફાનો સંદર્ભે હતો. એ ઈન્ટર્વ્યુમાં ઈટાલિયા કહે છે કે હું એક બળવાખોર છું. મને દરેક ખરાબ વસ્તુથી નફરત છે અને નફરતા ફેલાવવાવાળાથી વધારે નફરત છે. આ જ ઈન્ટર્વ્યુમાં ગગન શેઠી સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. ગગન શેઠી ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત જનવિકાસ એનજીઓ ચલાવે છે. તે ઓક્સફામ માટે પણ કામ કરે છે.
ફોર્ડ ફાઉન્ડેશન હંમેશાં ભારત વિરોધી પરિબળોને અવોર્ડ અને નાણા આપીને પ્રોત્સાહિત કરે છે એ જાણીતી વાત છે. ફોર્ડ ફાઉન્ડેશને કેજરીવાલને અવોર્ડ આપેલો છે એ પણ સૌ જાણે છે.
શબનમ હાશમી અને ગગન શેઠી જેવા લોકોએ 2018માં સર્વાઇવલ સ્ટોરીઝ નામે ગુજરાત વિરોધી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ગોપાલ ઈટાલિયાની પણ હાજરી હતી, અને કદાચ ત્યારબાદ જ કેજરીવાલે ઈટાલિયાને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પ્રમુખપદ સોંપ્યું હતું.
આ બધું જોતાં સ્પષ્ટ થાય છે કે આ એક એવા લોકોનું જોડાણ છે જે માત્ર હિન્દુત્વ વિરોધી જ નહીં પરંતુ દેશની એકતા અને અખંડિતતા વિરોધી માનસિકતા પણ ધરાવે છે. કેજરીવાલ અને ઈટાલિયા વિદેશી ભંડોળ લઈને કામગીરી કરતા એવા તમામ લોકો સાથે સીધી રીતે જોડાયેલા છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
