કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની આગેવાની હેઠળ બેચરાજીથી માતાના મઢ સુધી ગૌરવ યાત્રા માણસા પહોંચી
October 13, 2022
માણસાઃ બેચરાજી થી માતાના મઢ સુધીની યોજાયેલી ગૌરવ યાત્રા આજના બીજા દિવસે, મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા મત વિસ્તારથી પ્રસ્થાન થઇ માણસા પહોંચે તે પહેલાં ગાંધીનગર જિલ્લાની જનતા, પદાધિકારીઓ, સંગઠનના હોદેદારો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી અને માણસા શહેરને કેસરીયા રંગમાં રંગી નાખ્યું હતું. માણસા શહેર ખાતે યાત્રા પહોંચ્યા બાદ માન. કેન્દ્રીય મંત્રીશ્રીનું માણસા શહેરના પૂર્વ ધારાસભ્યશ્રી અમિતભાઇ ચૌધરી, ગાંધીનગર જિલ્લાના હોદેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તેમજ વિવિધ સમાજના સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. માણસા ખાતે જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.
માણસા ખાતે જાહેર સભાને સૌ પ્રથમ સંબોધન કરતાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી દિલીપજી વિરાજી ઠાકોરે જણાવ્યું હતું કે નજીકના સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ ગૌરવ યાત્રા થકી ગુજરાતની વિકાસગાથા લઇને અમે આપની વચ્ચે આવ્યાં છીએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે માન.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જવાબદારી સંભાળી ત્યારે ધારાસભ્યશ્રીની બેઠક બોલાવી લોકોના કામો કેવી રીતે કરવા, લોકોની મુશ્કેલીઓનું ત્વરીત ગતિએ કેવી રીતે નિરાકરણ લાવી શકીએ અને રાજ્યના લોકોની સૌથી જરૂરી પ્રશ્નો શું છે તે અંગે પુછ પરછ કરવામાં આવી હતી, ત્યારે સૌ ધારાસભ્યોએ એક સુરમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતી માટે પુરતી વિજળી ઉપલબ્ધ કરાવવાનું છે. ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૌ પ્રથમ કાર્ય મુખ્યમંત્રીશ્રી તરીકે ૨૪ કલાક વિજળી પુરી પાડવાનું ખેતી લક્ષી વિજ જોડાણ આપવાનું પહેલું કાર્ય કર્યું. રાજ્યમાંથી ડાર્ક ઝોન હટાવવામાં આવ્યો. આગામી ચૂંટણી ભ્રામક પ્રચાર કરવા માટે અનેક જીવાંતો બહાર આવવાની છે. દિલ્હીથી એક વાયરસ વારંવાર ગુજરાત આવી રહ્યો છે અને ભ્રામક પ્રચાર કરી રહ્યો છે અને તેનું નિશાન ઝાડુ છે. ગુજરાતની જનતા સારી રીતે જાણી રહી છે કે ઝાડુ સ્થાન ટોયલેટમાં જ હોય છે અને ગુજરાતની જનતા આ નિશાનને તેની સાચી જગ્યા બતાવીને જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ માટે ઇતિહાસમાં પણ ગુજરાત અમુલ્ય સ્થાન પામે છે. આગામી સમયમાં રાજ્યમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે લોકતંત્રમાં જેની ઉપર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે તે જવાબદાર પક્ષ હોવો જોઇએ. રાજ્યની જનતાએ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજ્ય આજે ચારે બાજુ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાની દીર્ઘ દ્રષ્ટિથી આગામી સમયમાં વિકસીત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરેલ છે ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે રાજ્યની બાગડોર ગેર જવાબદાર વ્યક્તિના હાથમાં ન જાય.
કોંગ્રેસ દ્વારા દેશમાં ૭૦ વર્ષ સુધી શાસન કર્યું છે, અને તેમના શાસનકાળમાં દેશના વિકાસને અટકાવી રાખવાનું હિન કૃત્ય આચરી દેશને પછાત રાખવાનું અને પોતાના ઘર પરિવારને સમૃધ્ધ કરવાનું કૃત્ય કરેલ છે. કોરોના મહામારીમાં અમેરીકાના રાષ્ટ્રપતિને પણ મોદી સાહેબ પાસે કોરોના વેક્શીનની માંગણી કરવી પડી હતી. દેશમાં મોટાભાગના લોકોને કોરોનાની વેક્શીન લગાવી સુરક્ષીત કરવામાં આવ્યા છે. દેશના ખેડૂતોને ડીબીટી મારફતે તેમના ખાતામાં દર ત્રણ માસે રૂ. ૨૦૦૦/- આપવાનું કામ નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું છે.
આ ચૂંટણીમાં ઘણા બધા દેડાકાઓ,બહુરૂપીયાઓ ફરી રહ્યાં છે અને કેવી રીતે રાજ્યની અને દેશની ભારતીય જનતા પાર્ટી અને તેમની સરકારને બદનામ કરવી તેનું આયોજન કરી રહ્યાં છે. આજે પંજાબની પરિસ્થિતિ જોઇએ તો પંજાબ સરકાર પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા બચ્યાં નથી. તેમની પાસે જાહેર સુખાકારી પાછળ ખર્ચ કરવા કરતાં એડર્વટાઇઝીંગ પાછળ ખર્ચ કરવામાં રસ છે. મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે કે તમે લોકો આ છેતરામણી જાહેરાતોમાં આવી જઇ ગેર જવાબદારી વાળા લોકોના હાથમાં સત્તાનું સુકાન નહીં સોંપો. કોંગ્રેસ હંમેશા જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ની કલમની તરફેણમાં હતી અને તેને પાકિસ્તાનમાં ભેળવવાની તૈયારીમાં હતી. પરંતુ દેશની જનતાએ તેમની કોઠા સુઝથી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને પ્રધાનમંત્રી તરીકે સત્તારૂઢ કરી કોંગ્રેસની ઇચ્છા ઉપર પાણી ફેરવી દીધુ છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
