કેજરીવાલ સરકાર હવે આરટીઆઈ કાયદા હેઠળ પણ જવાબ નથી આપતી
October 13, 2022
નવી દિલ્હીઃ કેજરીવાલ સરકાર તેના ભ્રષ્ટાચાર ખુલ્લા પડી જવાના ભયથી હવે આરટીઆઈ હેઠળ પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ પણ નથી આપતી તેમ જણાવી ભાજપે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના ઈતિહાસમાં કેજરીવાલ સરકાર સૌથી કાળા પ્રકરણ તરીકે ઓળખાશે.
કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય મહુરકર દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને લખેલા પત્રનો હવાલો આપીને ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે દિલ્હીની કેજરીવાલ સરકાર પારદર્શિતા અને જવાબદારીમાંથી છટકી રહી છે કેમ કે સરકારના પ્રત્યેક વિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.
દેશના માહિતી કમિશનરનો પત્ર કેજરીવાલ સરકારના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડે છે. કેજરીવાલ માહિતીના અધિકારને કચડી નાખીને દેશના કાયદાનું રક્ષણ કરવા તેમણે લીધેલા શપથનો ભંગ કરી રહ્યા છે.
ગરીબો માટેના સરકારી લાભ દિલ્હીની ખાનગી હોસ્પિટલો દ્વારા આપવામાં આવે છે કે નહીં તે અંગે આરટીઆઈ હેઠળ માહિતી માગવામાં આવી હતી તેનો જવાબ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ વીજ વિતરણ કરતી કંપનીઓ અંગેના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવતા નથી.
કેજરીવાલ સરકારના શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને એક્સાઇઝ સહિત વિવિધ વિભાગો ભ્રષ્ટાચારમાં ખૂંપેલા છે તેમ ભાજપના નેતાએ કહ્યું હતું.
આઘાતજનક બાબત એ છે કે, દિલ્હીના ઉપરાજ્યપાલ મુખ્યપ્રધાન કેજરીવાલને તેમની ફરજો યાદ કરાવવા પત્ર લખે છે ત્યારે કેજરીવાલ જાહેરમાં સાવ હલકી ભાષાનો ઉપયોગ કરીને એ પત્રોને પ્રેમપત્રો ગણાવે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
