સપ્ટેમ્બરમાં ભારતમાંથી એક અબજ ડૉલરના મોબાઇલ ફોનની નિકાસ થઈ

સપ્ટેમ્બરમાં ભારતમાંથી એક અબજ ડૉલરના મોબાઇલ ફોનની નિકાસ થઈ

નવી દિલ્હીઃ  ભારતમાંથી મોબાઇલ ફોનની નિકાસ સપ્ટેમ્બર મહિનામાં એક અબજ ડૉલર (રૂપિયા 8,200 કરોડ)ને આંબી ગઈ છે. આવી જંગી નિકાસ થવાનું કારણ સરકારની ઉત્પાદન સંલગ્ન ઈન્સેન્ટિવને આભારી છે. આ નીતિને કારણે જ એપલ અને સેમસંગ જેવા વૈશ્વિક મોબાઇલ ઉત્પાદકો ઉપરાંત સ્થાનિક ઉત્પાદકોએ ઉત્સાહપૂર્વક ઉત્પાદન અને નિકાસમાં સક્રિય ભાગ લીધો.

PIL યોજનાને કારણે સ્થાનિક તેમજ વૈશ્વિક કંપનીઓ દ્વારા ઉત્પાદનમાં વધારો થયો. એપ્રિલથી સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતમાં 4.2 અબજ ડૉલરના મોબાઇલ ફોનનું ઉત્પાદન થયું હતું. ગયા વર્ષે આ જ સમયગાળામાં 1.7 અબજ ડૉલરના મોબાઇલ ફોનનું ઉત્પાદન થયું હતું.

ઉત્પાદનની સાથે જ સપ્ટેમ્બર 2022માં ભારતમાંથી મોબાઇલ ફોનની નિકાસમાં વર્ષ 2021ની સરખામણીમાં 200 ટકાનો વધારો નોંધાયો છે.

દેશ ગુજરાત