પંજાબમાં ખંડણી-હત્યાનો ડર; બુલેટપ્રૂફ કાર અને જેકેટનું વેચાણ 55 ટકા વધ્યું

પંજાબમાં ખંડણી-હત્યાનો ડર; બુલેટપ્રૂફ કાર અને જેકેટનું વેચાણ 55 ટકા વધ્યું

ચંડીગઢઃ  પંજાબમાં ભગવંત માનની આમ આદમી પાર્ટી સરકારના શાસનમાં ગેંગસ્ટરો અને ગુંડાઓ એ હદે બેફામ બન્યા છે કે રાજ્યના ટોચના વેપારીઓ, રાજકારણીઓ, ગાયકો તથા અન્ય કલાકારોએ હવે સતત ડરમાં જીવવું પડે છે.

અહેવાલ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે તેના સાત મહિનાના શાસનનું રિપોર્ટ કાર્ડ રજૂ તો કરી દીધું પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં અપરાધ ટોળકીઓ હવે વધારે ખુંખાર બની રહી છે અને ટોચના વેપારીઓ, કલાકારો, ગાયકો, રાજકારણીઓ વગેરે ડરમાં જીવે છે. આ અહેવાલ અનુસાર પંજાબના ગેંગસ્ટરોનો ડર માત્ર રાજ્ય પૂરતો સીમિત ન રહેતા હરિયાણા, રાજસ્થઆન અને ઉત્તરપ્રદેશમાં પણ આમ આદમી પાર્ટી શાસિત રાજ્યની અપરાધ ટોળકીઓ સક્રિય થઈ છે. આ ટોળકીઓ વિદેશોમાં પણ નેટવર્ક ધરાવતી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આવી સ્થિતિને કારણે, અને ખાસ કરીને થોડા મહિના પહેલાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી રાજ્યમાં ગેંગસ્ટરોનો ભય એ હદે વધી ગયો છે કે, સમાજના પ્રતિષ્ઠિત લોકો, વેપારીઓ બચાવ માટે બુલેટ પ્રૂફ કાર, બુલેટ પ્રૂફ જેકેટ ખરીદી રહ્યા છે. (https://punjab.punjabkesari.in/punjab/news/after-the-murder-of-moosewala-the-fear-of-gangsters-among-the-influentia-1694489 )

આ અહેવાલ અનુસાર છેલ્લા ચાર મહિનામાં પંજાબમાં બુલેટ પ્રૂફ જેકેટ અને બુલેટ પ્રૂફ વાહનોની માંગમાં 55 ટકાનો વધારો થયો છે. બુલેટ પ્રૂફ જેકેટ અને બુલેટ પ્રૂફ વાહનોનું વેચાણ કરનાર વેપારીએ મીડિયાને જણાવ્યું કે, અગાઉ દર મહિને આઠથી 10 જેકેટનો ઓર્ડર મળતો હતો પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનામાં 15થી 20 જેકેટના ઓર્ડર મળી રહ્યા છે. એ જ રીતે પહેલાં બુલેટ પ્રૂફ વાહનોની માંગ બે થી ત્રણની જ હતી, પરંતુ હવે દર મહિને આવાં ચારથી છ  વાહનોની માંગ રહે છે.

દેશ ગુજરાત