નરેન્દ્ર મોદી વડાપ્રધાનની સાથે ભારતીય સંસ્કૃતિના પુનરોદ્ધારક-સમાજ સુધારકના રૂપમાં ઊભરી આવ્યા છેઃ રાજનાથસિંહ
October 17, 2022
— મોદીજી વર્તમાન જ નહીં પણ આવનારા વર્ષોમાં ભારતની દિશા બદલવા કાર્યરત
— IMFએ પણ ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વ માટે આશાનું કિરણ ગણાવી
— મહાત્મા ગાંધીજી બાદ સાંસ્કૃતિક – સામાજિક પુનઃ જાગરણમાં મોદીજીએ મોટા જનસમુદાયને જોડ્યો
— મોદીજીના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ લીડરની ભૂમિકામાં
— ભાષા- ક્ષેત્રીય વાડાઓમાંથી બહાર આવીને આજે સાચા અર્થમાં ભારત એક બન્યું છે
ગાંધીનગરઃ ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ ‘મોદી@૨૦: સપનાં થયાં સાકાર’નું આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહના હસ્તે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે પુસ્તક વિશે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાનની સાથોસાથ ભારતીય સંસ્કૃતિના પુનરોદ્ધારક-સમાજ સુધારકના રૂપમાં ઊભરી આવ્યા છે. વડાપ્રધાન તરીકે શ્રી મોદીજીના કાર્યકાળમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ, કાશી વિશ્વનાથ તેમજ મહાકાલ લોક કોરીડોરનું નિર્માણ તેના ઉત્તમ ઉદાહરણ છે. આ પુસ્તક થકી મોદીજીના કાર્યો રાષ્ટ્રને અર્પણ કરવાનું એક ભગીરથ કાર્ય થઇ રહ્યું છે. આ પ્રકારના દેશ સેવાના કર્યો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ જેના મનમાં સાચો ભાવ હોય તે જ કરી શકે. મોદીજી વર્તમાન જ નહીં પણ આવનારા વર્ષોમાં ભારતની દિશા બદલવા સતત કાર્યરત છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક મંદીમાં પણ તાજેતરમાં IMFએ ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વ માટે આશાનું કિરણ ગણાવી છે એટલે કે મોદીજીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થા ખુબ મજબૂત રીતે આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં મહાત્મા ગાંધીજી બાદ સાંસ્કૃતિક તેમજ સામાજિક પુનઃ જાગરણમાં મોદીજીએ ભારતના મોટા જનસમુદાયને જોડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાનમાં મોદીજીના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ લીડરની ભૂમિકા ભજવી રહ્યું છે. કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં ભારતે ૧૦૦ જેટલા દેશોને વેક્સિનની મદદ પહોચાડીને લોક કલ્યાણનું ભગીરથ કાર્ય કર્યું છે જે ભારતની પાડોશી દેશો સાથેની મિત્રતા-વિદેશ નીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
રાજનાથસિંહે કહ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં ભાષા-ક્ષેત્રીય વાડાઓમાંથી બહાર આવીને આજે સાચા અર્થમાં ભારત એક બન્યું છે એટલે જ કશ્મીરથી કન્યાકુમારી સુધી વડાપ્રધાનની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૨ વર્ષ તેમજ વડાપ્રધાન તરીકેના ૮ વર્ષના સુશાસનના અનુભવો આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યા છે. ભારતના વિવિધ ક્ષેત્રના ૨૨ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આ પુસ્તકમાં મોદીજીના છેલ્લા ૨૦ વર્ષના સુશાસન વિશે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે. મોદીજી જનસંવાદના નેતા છે એટલે વર્ષ ૨૦૦૧ પહેલા કોઈ ચૂંટણી લડ્યા નથી અને વર્ષ ૨૦૦૧ બાદ કોઈ ચૂંટણી હાર્યા નથી તે તેમની લોકપ્રિયતા તેમજ સફળ વૈશ્વિક લિડરનો માપદંડ છે. સેવા અને સુશાસનનો મર્મ સમજવા ‘મોદી@૨૦: સપના થયા સાકાર’ પુસ્તકનું વાંચન કરવા મંત્રી શ્રી રાજનાથસિંહે સૌને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પનોત્ર પુત્ર અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ ૨૦ વર્ષના રાજનીતિક ઇતિહાસમાં સેવા,સુશાસન અને સમર્પણના ભાવથી દેશવાસીઓ માટે જે સેવાનો ભાવ છે એ આ પુસ્તક સ્વરૂપે પ્રગટ થયો છે.
તેમણે ઉમેર્યું કે, દેશવાસીઓએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને જે સપનાઓ જોયા છે એ સપનાઓ સાકાર થાય છે એની પ્રતિતી પણ તેમણે કરાવી છે એટલે જ દેશવાસીઓમાં તેમના પ્રત્યે અપેક્ષાઓ વધી છે એ તેઓ ચોકકસ પરિપૂર્ણ કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય નીતિ, વિદેશ નીતિ અને દૂરંદેશીભર્યા નિર્ણયોના પરિણામે વૈશ્વિક સ્તરે ભારતની નામના વધી છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં વૈશ્વિક સંસ્થા આઈ.એમ.એફ દ્વારા ભારતના સમૃધ્ધ અર્થતંત્રની પ્રશંસા કરવામાં આવી છે. આ ઉપરાંત યુ.કે.ને પાછળ છોડી ભારત દુનિયાની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા બની છે જે માત્રને માત્ર વડાપ્રધાન શ્રી મોદીજીના સુશાસનને જ આભારી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી ૩૭૦ કલમ દૂર કરી, રામમંદિર શિલાન્યાસ કર્યો અને ભવ્ય મંદિર નિર્માણ થશે એ આપણાં સૌ માટે ગૌરવ સમાન છે.
મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશ માટે રોડ મોડલ પુરવાર થઈ રહ્યું છે તે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને અસરકારક અમલીકરણને પરિણામે જ શકય બન્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ‘મોદી@૨૦: સપના થયા સાકાર’ પુસ્તકમાં સમાવિષ્ટ વિવિધ પ્રકરણની વિસ્તૃત વિગતો આપી હતી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
