દિલ્હીમાં ફટાકડા ફોડનારને છ મહિનાની કેદ, વેચનારને ત્રણ વર્ષની કેદઃ આમ આદમી પાર્ટીની જાહેરાત

નવી દિલ્હીઃ  દિલ્હીમાં ફટાકડા ફોડનારને છ મહિનાની કેદ અને 200 રૂપિયાનો દંડ થશે જ્યારે ફટાકડાનું વેચાણ કે સંગ્રહ કરનારને ત્રણ વર્ષની કેદ અને રૂપિયા 5000નો દંડ થશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કરી છે.

કેજરીવાલના મંત્રી ગોપાલ રાયે આજે પત્રકાર પરિષદમાં એમ પણ કહ્યું કે, દિલ્હીમાં તો પ્રતિબંધ છે પરંતુ એનસીઆરમાં પણ પ્રતિબંધ મૂકાય એ માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ પ્રધાનને અમે અપીલ કરીએ છીએ.

આમ આદમી પાર્ટીના ગોપાલ રાયના મતે (https://twitter.com/AamAadmiParty/status/1582652791218020353 ) “દિવાળીના ફટાકડાથી ક્ષણિક આનંદ મળે છે પરંતુ તેને કારણે જે પ્રદૂષણ થાય છે તેનાથી શ્વાસમાં તકલીફ થાય છે. આથી દિલ્હીમાં આ વખતે પણ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ દિલ્હીમાં ઑનલાઇન વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં કેન્દ્રીય પર્યાવરણપ્રધાને બેઠક બોલાવી હતી તેમાં પણ નિવેદન કર્યું હતું અને આજે ફરી હું નિવેદન કરું છું કે, દિલ્હીમાં ફટાકડા ફૂટવાથી લોકોને જે તકલીફ થાય છે તેમાં દિલ્હી ઉપરાંત એનસીઆરમાં જે ફટાકડા ફૂટે તેની પણ અસર થાય છે. તેથી કેન્દ્ર સરકારને, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનને મારી વિનંતી છે કે દિલ્હીની જેમ જ એનસીઆરમાં પણ ફટાકડા ઉપર સખત પ્રતિબંધ લગાવવામાં આવે. દિલ્હીમાં ફટાકડા ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તેના અમલ માટે દિલ્હી પોલીસ, રેવન્યુ વિભાગ તથા ડીપીસીસી સાથે સંયુક્ત બેઠક કરવામાં આવી છે જેથી યોગ્ય મોનિટરિંગ કરી શકાય. અમે પોલીસને કહ્યું છે કે આ બાબતે ધ્યાન રાખવામાં આવે. આ માટે દિલ્હી પોલીસે 210 ટીમની રચના કરી છે. રેવન્યુ વિભાગે 165 ટીમ બનાવી છે તથા ડીપીસીસીએ 33 ટીમ બનાવી છે. આમ કુલ 408 ટીમ ફટાકડાના પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કરવા બનાવવામાં આવી છે. તેમાં 1289 લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં જે લોકો આદેશનું ઉલ્લંઘન કરીને ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા પકડાશે તેમની વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ સેક્સન 9-બી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં રૂપિયા 5000 સુધીનો દંડ તથા ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ હોય છે. એ જ રીતે જે લોકો ગેરકાયદે રીતે ખરીદીને ચોરીછૂપીથી ફોડતા પકડાશે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 268 અનુસાર કાર્યવાહી થશે જેમાં રૂપિયા 200નો દંડ અને છ મહિનાની જેલની જોગવાઈ છે. 16 ઑક્ટોબર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 188 કિસ્સા વેચાણ અને સંગ્રહ કરતા પકડાયા છે અને તેમાં 2917 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.”

કેજરીવાલની આમ આદમી પાર્ટીના ગોપાલ રાયના મતે ઘણા લોકોને એવી ભ્રમણા છે કે દિવાળીનો તહેવાલ ફટાકડા વિના કેવી રીતે ઉજવી શકાય. અને તેથી લોકોમાં જાગ્રતિ ફેલાવવા અમે દીવા પ્રગટાવો, ફટાકડા નહીં એવું જનજાગરણ અભિયાન  21મી તારીખથી શરૂ કરીશું. તેમના કહેવા મુજબ દિવાળી માત્ર દીવાનો તહેવાર છે. ફટાકડાનો નહીં.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો