Advertisement
Since 2006
Gujarat is something we are passionate about
Advertisement
Gujarati

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાપી જિલ્લાને આપી રૂ.૨૧૯૨ કરોડના પ્રક્લ્પોની ભેટ

By DeshGujarat News Desk
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાપી જિલ્લાને આપી રૂ.૨૧૯૨ કરોડના પ્રક્લ્પોની ભેટ

— ગિરિમથક સાપુતારાથી સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરીનો કરાવ્યો શુભારંભ

— સુરત તથા તાપી જિલ્લાના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૧૧ કાર્યોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું

— રાજ્યના આદિજાતિ બેલ્ટમાં નિર્માણ પામનાર ચાર ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક આદિજાતિ યુવાનોને રોજગારીના નવા અવસરો પૂરા પાડશે

Advertisement

વ્યારાઃ   વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર જે રીતે તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરીને ગુજરાતના આદિવાસી પ્રદેશના વિકાસ સાથે આદિવાસી જનજીવનમા બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમા મૂકવામાં આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમા આવેલા વિકાસલક્ષી બદલાવ, અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર વડાપ્રધાને રજૂ કર્યું હતુ.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.૨૧૯૨ કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક અપરંપાર માનવ મહેરામણના આશિર્વાદ અહી મળ્યા છે તેમ જણાવી, સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રજાજનોના આશીર્વાદ અને વિશ્વાસથી ડબલ એંજિન સરકારને નવી પ્રેરણા, ઊર્જા, સામર્થ્ય, અને સંઘર્ષ કરવાની શક્તિ મળી છે. આદિવાસી સમાજની અવગણના કરનારી ભૂતકાળની સરકારે જે અન્યાયો કર્યા છે તેને નરેંદ્ર્ભાઇ અને ભુપેંદ્ર્ભાઇની ડબલ એંજિન સરકારે

સબકા સાથ, સબકા પ્રયાસ અને સબકા વિકાસના મંત્રને મૂર્તિમંત કરી  આદિવાસી સમાજના ઉત્કર્ષનો નવો માર્ગ ડબલ ઇચ્છાશક્તિથી કંડાર્યો છે.  આદિવાસી જીવન ધોરણ સરળ કરવાની દિશામા અન્યાય કરતા કાયદાઓમા સુધારા કરી, તેમનુ જીવન ધોરણ સરળ કરવામા સિમાચિન્હરૂપ કામગુરી કરી છે. સાથે સોનાની લગડી સમાન આયુષ્યમાન કાર્ડની ભેટ ગરીબ વર્ગને આપી છે.

આદિવાસી ક્ષેત્રોમા કુપોષણની સમસ્યાના કાયમી નિવારણ માટે દુધ સંજીવની યોજના, ફોર્ટીફાઇડ અનાજ વિતરણ, સ્વાસ્થ્ય કેંદ્રોની સેવાઓ માટેની સુદ્રઢ નીતિઓ અમલી બનાવી છે તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

કોરોના મહામારી સમયથી દેશના ૮૦ કરોડ લોકોને રૂ.૩ લાખ કરોડના ખર્ચે અઢી વર્ષ સુધી મફત અનાજ આપવા સાથે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મફત ગેસ જોડાણ, એક્લવ્ય મોડેલ સ્કૂલો અને આદિવાસી ક્ષેત્રમાં વૈશ્વિક સુવિધાઓ ધરાવતી ૪૦૦૦ જેટલી મિશન સ્કૂલ ઓફ એક્સલંસ, વિજ્ઞાન શાળાઓ અને કોલેજો, વાડી યોજના, હર ઘર નલ અને નલ સે જલ યોજના, સિંચાઇ સુવિધા, આવાસ, જમીનના હક્કો જેવા કાર્યોએ આદિવાસી સમાજની ભાવી પેઢીને સમૃદ્ધિની દિશામાં માર્ગ કંડારી આપ્યો છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

પાછલા વીસ વીસ વર્ષોથી વિકાસથી વંચિત રખાયેલા આદિવાસી ક્ષેત્રમા સેંક્ડો કરોડો રૂપિયાના વિકાસના નવા પ્રકલ્પોના નિર્માણ સાથે આ વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ સર્જન થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

આદિવાસી સમાજના વડિલોએ વેઠેલી મુશ્કેલીઓ નવી પેઢીના સંતાનોએ ના ભોગવવી પડે તે માટે ડબલ એંજિન સરકાર નક્કર આયોજન સાથે આગળ વધી રહી છે, તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ આદિવાસી સમાજના લોકોને ચુંટણી ટાણે ખોટા વાયદાઓ કરીને ગુમરાહ કરતા લોકોને પ્રજા સારી પેઠે ઓળખે છે તેમ ઉમેર્યું હતું.

આદિવાસી કલ્યાણને સમર્પિત સરકારે આદિવાસી માતાપિતાના સંતાન એવા ગુજરાતના આદિવાસી નેતા શ્રી મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવાનો મોકો આપવા સાથે, આદિવાસી પરિવારની દિકરીને પણ રાષ્ટ્રપતિ પદે આરૂઢ કર્યા છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ આદિવાસી સમાજને ગૌરવ અપાવનારા આઝાદીના લડવૈયાઓના સાહસ અને બલિદાનની ચિર:સ્મૃતિના સંગ્રહાલયો ભાવિ પેઢિને પ્રેરણા આપતા રહેશે. આદિવાસીઓના ગૌરવને વધુ ગરિમામય બનાવવા ૧૫મી નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજ્વવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આદિવાસી કલ્યાણ મંત્રાલય બાબતે પણ વડાપ્રધાન શ્રી નરેંદ્ર્ભાઇ મોદીએ વધુ જાણકારી આપી હતી.

રાજ્યના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બહુલ વિસ્તારોમાં દિવાળી પૂર્વે જ વિકાસનો ઉન્નત ઉજાશ પથરાયો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલે પ્રકૃતિ-સંસ્કૃતિ અને પ્રગતિને વરેલી ડબલ એંજિન સરકારે વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ ના માધ્યમથી પાયાકિય સુવિધાઓ ઊભી કરીને આ વિસ્તારોની કાયાપલટ કરી છે તેમ જણાવ્યું હતું.

દેશની આઝાદીના અમૃત કાળમા શિક્ષણ, આરોગ્ય, માર્ગ, રોજગાર, પ્રવાસન, પાણી, વીજળી, સિંચાઇ સાથે અમૃત સરોવરોના નિર્માણ થકી આ વિસ્તારમા વિકાસનો અચો અમૃતકાળ સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ આદિવાસી બંધુઓને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડી સર્વ સમાવેશક સમાજના વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું તેમ ગુણસદા ખાતે ભારપૂર્વક જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ થકી આ દીપાવલી પર્વમાં વનબંધુઓના ઘરોમાં વિકાસના દીવડા પ્રજ્વલિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આદિજાતિ સમુદાયના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૦૨ મોડેલ અને રેસિડેન્શીયલ શાળાઓ તથા આદિજાતિ યુવાનોના કૌશલ્યવર્ધનથી તેઓ આત્મનિર્ભર બન્યા છે. ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં રૂ. ૧૨૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર ટ્રાયબલ ઔદ્યોગિક પાર્કના નિર્માણ થકી આદિજાતિ યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, રૂ.૨૧૯૨ કરોડના માતબર વિકાસ કાર્યોએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાને સતત વિકાસના પ્રવાહમાં જોડવાની વધુ એક કડી છે. એકલવ્ય સ્કૂલમાં પ્રત્યેક બાળક પાછળ રૂ.૧.૦૯ લાખનો ખર્ચ કરી રાજ્ય સરકાર તેના સર્વાંગી અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીની કાળજી લઈ રહી છે. વનબંધુ કલ્યાણ યોજનાના માતબર બજેટને કારણે તમામ આદિવાસી વિસ્તારોમા શહેર સમકક્ષ વિકાસ શક્ય બન્યો છે, એમ જણાવતા મંત્રીશ્રીએ રાજ્ય સરકારની વિકાસનીતિ અને જનહિતના નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી.

આ અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમા રોડ, રસ્તાઓ, વીજળી, સિંચાઈ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. સાપુતારા અને એકતાનગરને જોડતો હાઈવે કોરિડોર પ્રોજેક્ટ દિવાળી પર્વ પહેલા દક્ષિણ ગુજરાતને મોટી ભેટ સમાન છે. જે પ્રવાસનના વિકાસની પથરેખા સાબિત થશે. ગરીબ અને આદિવાસી પરિવારના દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના સર્વોચ્ચ હોદ્દા પર સ્થાન આપીને દેશના આદિવાસી બંધુઓનું દિલ જીતી લીધું છે એમ તેમણે ઉમેર્યું હતુ.

દેશ ગુજરાત

Share this story
Get DeshGujarat every morning

The day's top stories in your inbox at 7 am, your time. Free.

Shorts

DeshGujaratHDAll on YouTube →