ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અહેવાલ તૈયાર કરનાર પણ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે!
October 20, 2022
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા થોડા દિવસથી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અંગેના કથિત અહેવાલના નામે ઊહાપોહ મચેલો છે. આ અહેવાલની વિરુદ્ધમાં અને તરફેણમાં તમામ પ્રકારની દલીલ થઈ રહી છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે ભારતમાં આવો અહેવાલ તૈયાર કરવામાં ભૂમિકા ભજવનાર સ્વૈચ્છિક સંગઠન (NGO) વેલ્થહંગરહિલ્ફ અને તેની ભારત ખાતેની ડિરેક્ટર મહિલા નિવેદિતા વાર્શનેયના તાર કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તે યુરોપીયન એનજીઓ કન્સર્ન વર્લ્ડવાઈડ સાથે સાંઠગાંઠમાં કામ કરે છે.
નિવેદિતા વાર્શનેયનો સીધો સંપર્ક આમ આદમી પાર્ટી સાથે છે એ પુરવાર કરવા વિજય પટેલ નામના યુઝરે આમ આદમી પાર્ટીના મહિલા પ્રવક્તા રીના ગુપ્તા અને નિવેદિતા દ્વારા સોશિયલ મીડિયા પર જે રીતે એકબીજાને પ્રમોટ કરવામાં આવે છે તેના પુરાવા રજૂ કર્યા છે.
જો વૈશ્વિક એનજીઓ હોય તો તેના અધિકારીઓ રાજકીય રીતે પૂર્વગ્રહથી પર હોવા જોઇએ, પરંતુ અહીં નિવેદિતા વાર્શનેય તેમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર સ્પષ્ટ રીતે ભારત સરકાર વિરોધી અને આમ આદમી પાર્ટી તરફી વલણ અખત્યાર કરતા જોઈ શકાય છે.
આમ આદમી પાર્ટીના મહિલા પ્રવક્તા રીના ગુપ્તા અને ભારત વિરોધી એનજીઓના ભારત ખાતેના ડિરેક્ટર નિવેદિતા એકબીજાના ટ્વિટને અનેક વખત રિટ્વિટ કરતા રહ્યાં છે.
એથી આગળ વધીને એ પણ પુરવાર થાય છે કે, રીના ગુપ્તા કોઈ મીડિયામાં લેખ લખે તો નિવેદિતા તેમના એનજીઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પ્રમોટ પણ કરે છે.
વળી વધુ તપાસ કરતાં એ પણ સ્પષ્ટ થાય છે કે, રીના ગુપ્તા હકીકતે કેજરીવાલ સરકારના પર્યાવરણપ્રધાન ગોપાલ રાયના સલાહકાર પણ છે અને તેથી દિલ્હીમાં ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને ઉલ્લંઘન કરનારને સજાની જોગવાઈનો જે આદેશ ગોપાલ રાયે બુધવારે બહાર પાડ્યો તેની પાછળ રીના ગુપ્તાનો દોરીસંચાર હોવાનું સ્પષ્ટ થાય છે.
નિવેદિતા વાર્શનેયના ટ્વિટર હેન્ડલને ફૉલો કરનાર ઉપર નજર કરવામાં આવે તો ભારતના માત્ર એક જ રાજકારણી તેને ફૉલો કરે છે અને એ છે કેજરીવાલ!
આમ, હંગર ઈન્ડેક્સનું તૂત અને દિલ્હીમાં ફટાકડાના પ્રતિબંધ પાછળનાં પરિબળોને ઓળખવાનું મુશ્કેલ નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
