કેદારનાથ ધામ ખાતે હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ પામનાર ગુજરાતની ત્રણ યુવતીના પરિજનો માટે સહાયની જાહેરાત

કેદારનાથ ધામ ખાતે હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ પામનાર ગુજરાતની ત્રણ યુવતીના પરિજનો માટે સહાયની જાહેરાત

ગાંધીનગરઃ  ગત ૧૮-૧૦-૨૦૨૨ ના રોજ ઉતરાખંડ રાજ્યના કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા કુલ ૦૭ વ્યક્તિના દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા, જે પૈકી ૦૩ યુવતીઓ ગુજરાતના ભાવનગર જિલ્લાની રહેવાસી હોવા બાબતની સૂચના માનનીય પ્રધાનમંત્રીશ્રી કાર્યાલય તથા માનનીય મુખ્યમંત્રીશ્રી કાર્યાલય તરફથી મળી હતી. રાજ્યની આ ત્રણે યુવતિના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઉપરોક્ત દુર્ઘટના બાબતે માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય તરફથી મૃતકોનાં પરિવારજનો માટે સંવેદના તથા દુ:ખ વ્યતત કરવામાં આવ્યું તથા પાર્થિવદેહોને તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી પૂર્ણ થાય તે માટેની સુચનાઓ તથા જરૂરી તમામ મદદ કરવા વરહવટીતંત્રને જણાવવામાં આવ્યું હતું.

માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાંથી મૃતકોના પરિવારજનોને ₹૪,00,000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જે બાબતે માનનીય રાહત કર્મશનર શ્રી ની કચેરી તથા સ્ટેટ ઇમરજરસી ઓપરેશન સેન્ટર ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર મારફતે સંકલન કરાવતાં ૦૩ મૃતક પૈકી ઉર્વી બારડ તથા કૃતિ બારડ ભાવનગરના દેસાઈનગર તથા પૂર્વા રામાનુજ ભાવનગરના સિહોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉપરોક્ત માહિતી મળતાં SEOC, ગુજરાત દ્વારા ઉત્તરાખંડ વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી મૃતકોના પાર્થિવદેહોને રુદ્રપ્રયાગ ખાતે લાવી પોસ્ટમોટઘમ વગેરે જરૂરી કાર્ય વાહીની વિગતો મૃતકોનાં પરરવારજનોને સમયાંતરે આપવામાં આવતી હતી.

મૃતક ઉર્વી બારડ તથા કૃતિ બારડનાં પરિવારજનો દ્વારા તેઓના પાર્થિવદેહોને હરદ્વાર ખાતે અંતિમ દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરાતા તે મુજબની વ્યવસ્થા ઉત્તરાખંડના વહીવટી તંત્ર સાથે SEOC, ગુજરાતથી સંપકઘમાં રહી તેમના પરિવારજનોને બંને પાર્થિવદેહ હરદ્વાર ખાતે સોંપી દેવામાં આવેલા છે. ઉત્તરાખંડ સરકારે ગુજરાત સરકારની વિનંતીને માન્ય રાખી ઝડપથી પાર્થિવ દેહ પહોંચાડવા રુદ્રપ્રયાગથી હરદ્વાર માટે ખાસ હેલિકોપ્ટર ની વ્યવસ્થા કરી આપેલી તેમજ હરદ્વાર ખાતે અંતિમ સંસ્કાર કરવા તમામ મદદ મળે તેની વ્યવસ્થા ગોઠવેલી છે. તે ઉપરાંત પૂર્વા રામાનુજનાં પાર્થિવદેહને રુદ્રપ્રયાગ થી દેહરાદુન તથા દેહરાદુન થી અમદાવાદ સુધી હવાઈમાગે મોકલવાની ખાસ વ્યવસ્થા કરેલી હતી. અમદાવાદ થી ભાવનગર તેઓનાં વતન ખાતે પાર્થિવદેહને લઈ જવાની કામગીરીનું સંપૂર્ણ  સંકલન કરી પાર્થિવદેહને તેમના પરિવારજનોને સોંપી દીધા છે.

સમગ્ર કાર્યવાહીનું માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા તથા તેઓશ્રીનાં કાર્યાલય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. તેમજ રેસીડેરટ કમિશનરશ્રી, રીલીફ કમિશનરશ્રી, તથા એસ. ઈ. ઓ. સી. ગુજરાત દેખરેખ રાખી છે. તેમજ મૃતકોના પરિવારને જરૂરી તમામ મદદ મળે તેવા પ્રયત્નો કરેલા છે. મૃતકોનાં પાર્થિવદેહને હરદ્વાર તથા અમદાવાદ મુકામે લાવવા અંગે થનાર તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે.

દેશ ગુજરાત