એબીપી સમાચાર ચૅનલના અહેવાલમાં છેડછાડ સાથેનો વીડિયો કેજરીવાલે પોતે ટ્વિટ કર્યો
October 20, 2022
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ આમ તો અગાઉ ઘણી વખત ફેક સમાચારો ફેલાવવા માટે પકડાઈ ચૂક્યા છે, છતાં હજુ એક મુખ્યપ્રધાન તરીકે એ પ્રવૃત્તિ અટકાવતા નથી.
CM 420 @ArvindKejriwal, When leader himself involved in forgery what party workers will learn from him? pic.twitter.com/FHmBtImAIg
— Political Kida (@PoliticalKida) October 20, 2022
કેજરીવાલે ગઇકાલે 19 ઑક્ટોબરને બુધવારે એક વીડિયો શૅર કર્યો છે. એબીપી ન્યૂઝના ગુજરાતની ચૂંટણી અંગેના અહેવાલમાં છેડછાડ કરીને વૉઇસઓવર કરવામાં આવ્યો છે. મૂળ અહેવાલમાં છેડછાડ કરીને આ વૉઇસઓવર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે અને ભાજપને હારનો ડર ફેલાયો છે.
ઘણાં વર્ષોથી વીડિયો અને ફોટોમાં છેડછાડ કરવા માટે જાણીતી આમ આદમી પાર્ટીએ આ વખતે એક સમાચાર ચૅનલના અહેવાલમાં જ છેડછાડ કરી દીધી અને તેના કરતાં વધારે આશ્ચર્યની વાત એ છે કે કેજરીવાલે પોતે એ વીડિયો શૅર પણ કરી દીધો. જોકે હવે લાગે છે કે ન્યૂઝ ચૅનલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હશે એટલે કેજરીવાલે એ ટ્વિટ ડીલીટ કરી દીધું છે.
પણ કેજરીવાલ પોતાનો એ ફેક વીડિયો ડીલીટ કરે તે પહેલાં સોશિયલ મીડિયા દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને ફેક વીડિયોની સાથે સમાચાર ચૅનલો અસલ વીડિયો શૅર કર્યો જેમાં એબીપી ન્યૂઝ દ્વારા ગુજરાતમાં ક્યાંય આમ આદમી પાર્ટીને સફળતા મળી રહી હોવાની વાત કહેવામાં આવી નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
