કેજરીવાલ સરકાર દ્વારા ફટાકડાના વેચાણ-ફોડવા પરના પ્રતિબંધ સામે વ્યાપક આક્રોશ
October 20, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા ઉપર લાદી દીધેલા સંપૂર્ણ પ્રતિબંધના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કેજરીવાલની સરકારે માત્ર પ્રતિબંધ જ નથી લાદ્યો પરંતુ સાથે અતિ ગંભીર સજાની જોગવાઈ પણ કરી હોવાથી સામાન્ય નાગરિકો અને ભાજપના નેતાઓએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
ભાજપના નેતાઓ શેહજાદ પૂનાવાલા, તજિન્દરપાલસિંહ બગ્ગા તથા હરીશ ખુરાનાએ તીવ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે, દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને હિન્દુઓ દ્વારા ઉજવાતા દિવાળીના તહેવાર અને ફટાકડા સામે જ વાંધો છે પરંતુ તેમના પોતાના મંત્રીના સમર્થકો દ્વારા ફટાકડા ફોડવામાં આવે તો તેની સામે કોઈ વાંધો નથી!
Ahead of Diwali, the biggest Hindu festival of the year, Arvind Kejriwal led AAP government in Delhi has announced six months jail for one who purchases or bursts firecrackers. pic.twitter.com/qeH0iBqQP5
— DeshGujarat (@DeshGujarat) October 20, 2022
ભાજપના નેતાઓએ કેજરીવાલને એ પણ પ્રશ્ન કર્યો કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાં ખેડૂતો દ્વારા પરાળી (કૃષિ પાકનો કચરો) સળગાવવામાં આવે છે તેનાથી દિલ્હીમાં અનેકગણું પ્રદૂષણ થાય છે તો એ અટકાવવા પગલાં શા માટે લેવામાં આવતાં નથી?
દિલ્હી અને દેશના હિન્દુ અગ્રણીઓ ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવા સામે અને ઉલ્લંઘન કરનારને ગંભીર સજાની જોગવાઈ કરવા બદલ કેજરીવાલની આમ આદમી એવો પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે શું માત્ર દિવાળી ઉપર ફટાકડા ફૂટે તો જ પ્રદૂષણ થાય છે? શું અન્ય તહેવારો કે પ્રસંગે ફોડાતા ફટાકડા સેક્યુલર હોય છે એટલે પ્રદૂષણ નથી ફેલાવતા? શું પંજાબમાં પરાળી સળગવાથી પ્રદૂષણ નથી ફેલાતું?
શેહજાદ પૂનાવાલાએ જણાવ્યું કે, છેલ્લા નવ દિવસમાં જ આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં પરાળી સળગાવવાથી દિલ્હીમાં ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કેજરીવાલે ગયા વર્ષે કહ્યું હતું કે તેમની પાસે પરાળી સળગાવવી ન પડે તેનો ઉકેલ ડીકમ્પોઝર છે, પરંતુ હવે તો પંજાબમાં તેમની સરકાર છે તો એ ઉપાયનો અમલ શા માટે કરવામાં નથી આવતો? શું એ ઉપાય નિષ્ફળ ગયો છે? રૂપિયા 68 લાખના ડીકમ્પોઝર માટે રૂપિયા 23 કરોડ જાહેરખબરો પાછળ ખર્ચવામાં આવ્યા હતા, તેનું પરિણામ શું આવ્યું?
Ban on Hindus celebrating Diwali with crackers because of pollution! But if AAP’s Raj Kumar Anand’s chamchas burst crackers to celebrate his ministerial berth- it is secular pollution?
Btw stubble burning in AAP run Punjab increased 3fold in 9 days even as AQI in Delhi plummets pic.twitter.com/JIcuQNPyhS
— Shehzad Jai Hind (@Shehzad_Ind) October 20, 2022
પ્રતિવર્ષ હિન્દુઓને અને ફટાકડાને દોષિત ઠેરવવામાં આવે છે. છતાં હકીકત એ છે કે, વિવિધ આઈઆઈટી દ્વારા થયેલા સંશોધનમાં પ્રસ્થાપિત થયું છે કે, દિલ્હીમાં પ્રદૂષણનાં પાંચ કારણ છે- (1) કચરો સળગાવવાથી, (2) વાહનોના ધૂમાડાથી, (3) બાંધકામ દરમિયાન ઉડતી ધૂળથી, (4) ઔદ્યોગિક કારખાનાઓથી તથા (5) પંજાબમાં પરાળી સળગાવવાથી.
આઈઆઈટીના આ તમામ અભ્યાસમાં સ્થાપિત થયું છે કે, ફટાકડા કરતાં અનેકગણું વધારે પ્રદૂષણ દિલ્હીમાં ઠેરઠેર સળગાવવામાં આવતા કચરાને કારણે થાય છે.
ભાજપના નેતાએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો કે કેજરીવાલની આમ આદમી પાર્ટી હિન્દુ-વિરોધી છે અને તેથી પ્રદૂષણનાં અન્ય કારણોના ઉપાય શોધવાને બદલે દર વર્ષે માત્ર દિવાળીના ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકી દે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
