પાણીપત રિફાઇનરી ખાતે ઇન્ડિયન ઓઇલના બીજી જનરેશનના ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન – લોકાર્પણ

પાણીપત રિફાઇનરી ખાતે ઇન્ડિયન ઓઇલના બીજી જનરેશનના ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન – લોકાર્પણ

પાણીપતઃ  ઇન્ડિયન ઓઇલ દ્વારા ઓક્ટોબર 1998માં શરૂ કરવામાં આવેલી પાણીપત રિફાઇનરી એ કંપનીની 7મી અને ટેકનિકલ દૃષ્ટિએ ભારતની સૌથી અદ્યતન જાહેર ક્ષેત્રનું રિફાઇનરી સંકુલ છે. ઐતિહાસિક શહેર પાણીપતની નજીકમાં સ્થાપવામાં આવેલી આ રિફાઇનરી માત્ર હરિયાણામાં જ નહીં, પરંતુ પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના વિવિધ ભાગો સહિત સમગ્ર ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગને પૂરી કરે છે. ખાસ કરીને ભારતના ઉત્તરીય પ્રદેશો સહિત દેશમાં, પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી માગને પહોંચી વળવા માટે, પાણીપત રિફાઇનરીની ક્ષમતા 2005માં વધારીને 12 MMTPAની કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2010માં તેને ફરીથી વધારીને 15 MMTPA કરવામાં આવી હતી. આ સંકુલને વિશ્વ કક્ષાના પેટ્રોકેમિક્સ સંકુલ તરીકે તૈયાર કરીને આધુનિક ઇન્સ્ટોલેશન સાથે તેનું વધુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંભવિત માગને પહોંચી વળવા માટે, 25 MMTPA સુધીનું મજબૂત વિસ્તરણ કાર્ય પહેલાથી જ ચાલી રહ્યું છે.

પોતાની રીતે અનોખો એવો, એશિયામાં સૌપ્રથમ, પાણીપત ખાતેનો 2G (બીજી જનરેશનન) ઇથેનોલ પ્લાન્ટ, અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જે ફીડ તરીકે ચોખાના સ્ટ્રો (ભૂસા) આધારિત લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ દ્વારા વાર્ષિક 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરશે, જેને પેટ્રોલ સાથે મિશ્રિત કરવામાં આવશે અને આ પ્રકારે તે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ગેમચેન્જર પુરવાર થશે.

ટેકનોલોજી: “એન્ફિનિટી” ટેકનોલોજીના આધારે આ પ્લાન્ટ 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે ફીડસ્ટોક અને ગૌણ ઇંધણ (બોઇલર માટે) તરીકે વાર્ષિક 2 લાખ MT ચોખાના સ્ટ્રો (ભૂસા)નો ઉપયોગ કરશે. મોટર સ્પિરિટ (પેટ્રોલ)માં 20% ઇથેનોલ મિશ્રણ અને અન્ય લાભો માટેના ભારત સરકાર (GoI)ના લક્ષ્યને પૂરું કરવા માટે ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવશે. આ પ્લાન્ટમાં બાયો માસ તૈયારી સેક્શન, મુખ્ય પ્રોસેસનો પ્લાન્ટ, એન્ઝાઇમેટિક હાઇડ્રોલિસિસ, કો-ફર્મેન્ટેશન, ડિસ્ટિલેશન, ડિગેસિફાઇંગ કોલમ, સ્પ્લિટ એનલાઇઝર કોલમ, રેક્ટિફાયર કમ એક્ઝોસ્ટ કોલમ, રેસિડ્યૂ સંચાલન વિભાગ અને એવોપરેટર્સનો સમાવેશ થાય છે.

પાકની પરાળ (ભૂસું) બાળવા, રોજગારીનું સર્જન કરવા અને ખેડૂતોને તેમની આવકમાં વધારો કરીને લાભ આપીને ગ્રામીણ સમાજનું સજીવન કરવા માટે આ પ્લાન્ટની પરિકલ્પના કરવામાં આવી છે અને તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે; 2G ઇથેનોલ પ્રોજેક્ટમાં વાર્ષિક 2 લાખ MT ચોખાના સ્ટ્રો (ભૂસા)નો ઉપયોગ કરવામાં આવશે, જેને પ્રોજેક્ટની સાઇટની આસપાસના વિસ્તારના 89,000 કરતાં વધુ ખેડૂતો પાસેથી એકત્રિત કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ચોખાના સ્ટ્રો (ભૂસા)ના એકત્રીકરણથી તેમની આવકમાં સીધી જ વૃદ્ધિ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત, પ્રોજેક્ટ ચોખાના સ્ટ્રો (ભૂસા)નું સોર્સિંગ કરવાથી કૃષિ સંલગ્ન નોકરીઓનું સર્જન કરશે. એવી પણ કલ્પના કરવામાં આવી છે કે, આનાથી દર વર્ષે ચોખાના સ્ટ્રો (ભૂસા)ના સોર્સિંગ માટે રોજગારની પૂરતી તકો ઊભી થઇ શકશે. 60 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાંથી ચોખાના ભૂસાનું એકત્રીકરણ કરવામાં આવશે અને એકત્રીકરણની કામગીરી માટે વિકેન્દ્રિત એકત્રીકરણ ડેપો તૈયાર કરવામાં આવશે.

ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીને અનુરૂપ, કે જેમણે CoP26 સમિટમાં પાંચ મુદ્દાના એક્શન એજન્ડા તરીકે તેમના ‘પંચામૃત નિવેદન’માં આબોહવા માટે પગલાં પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાઓ રજૂ કરી છે, તે દિશામાં આ પ્રોજેક્ટ આગળ એક મોટી છલાંગ સમાન છે.

ભારત 2030 સુધીમાં દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા વધારીને 500 GW સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે. 2030 સુધીમાં, દેશની 50% ઉર્જા જરૂરિયાતો અક્ષય ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરીને પૂરી કરવામાં આવશે.

દેશ હવેથી અને વર્ષ 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે.

2030 સુધીમાં, અર્થતંત્રની કાર્બન સઘનતા ઘટાડીને 45%થી ઓછી લઇ જવામાં જશે. તેમજ, 2070 સુધીમાં દેશ કાર્બન ન્યૂટ્રલ બનશે અને ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

2G ઇથેનોલ પ્લાન્ટ

ક્ષમતા: 100 કિલો લીટર પ્રતિ દિવસ,

પ્રોજેક્ટ ખર્ચ: 909 કરોડ રૂપિયા

ઇથેનોલની શુદ્ધતા: 99.6%

ફીડ: ચોખાના સ્ટ્રો (ભૂસા) આધારિત લિગ્નો- સેલ્યુલોસિક

  • પાણીપત ખાતેનો 2G ઇથેનોલ પ્લાન્ટ વાર્ષિક 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરશે જેનું ગેસોલિન સાથે મિશ્રણ કરવામાં આવશે અને ક્રૂડ ઓઇલની આયાતમાં એટલો ઘટાડો થશે. ઇથેનોલ પર ટેક્સની આવક અને GSTની આવકથી પણ અર્થતંત્રને ફાયદો થશે. આ પ્રોજેક્ટ રોજગારીનું સર્જન કરીને અને ખેડૂતોને તેમની આવકમાં વધારો કરીને તેમને લાભ આપશે જેથી ગ્રામીણ સમાજ ફરી સજીવન થશે. 2G ઇથેનોલનું ઉત્પાદન GHG ઉત્સર્જનને બચાવશે, અને અત્યાર સુધી પરાળ બાળવાથી આપણા પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાતું હતું તેનાથી પર્યાવરણને બચાવી શકાશે.

પર્યાવરણલક્ષી લાભ

  • આ પ્રોજેક્ટના કારણે ચોખાના પરાળને સળગાવવાનું બંધ થઇ જશે જેથી પર્યાવરણને ફાયદો થશે અને ગેસોલિનમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી ગ્રીન-હાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળશે. તે 3,00,000 MT GHG ઉત્સર્જન બચાવશે. આ આંકડો આ દેશના માર્ગો પરથી વાર્ષિક 62,000થી વધુ કારને દૂર કરવાની સમકક્ષ છે.
  • આ ઉપરાંત, કૃષિ બાયોમાસના અવશેષો (પરાળ)ને બાળવા, અથવા પાકના અવશેષો બાળવા (CRB)ની કામગીરીને આરોગ્ય માટેના મુખ્ય જોખમ તરીકે ઓળખવામાં આવ્યા છે.
  • પાકના અવશેષો (પરાળ) બાળવાના મુખ્ય બે કારણો છે. સૌપ્રથમ, ખરીફ મોસમના અંતે ડાંગરની લણણી અને ઘઉંની ખેતી વચ્ચે સમય ઘણો ઓછો હોય છે. ડાંગર અથવા ચોખા એવા પાક છે જેમાં પાણીની જરૂર વધારે પડે છે. બીજું કે, હાર્વેસ્ટર્સના મોટા એકમો ખેતરમાં 6-10 સેમીની ડાંગરની દાંડી (પરાળ) છોડી દે છે.
  • ખેતરમાં રહેલી ડાંગરની પરાળ દૂર કરવી એ ઘણી મહેનત માંગી લેતી પ્રક્રિયા છે. પૂરતી સંખ્યામાં શ્રમિકો મળતા નથી અને ઘઉંની ખેતી માટે ખેતર તૈયાર કરવા માટે બહુ ઓછો રહેતો હોવાથી ભાગ્યે જ કૃષિ ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ખેતરમાં જ અવશેષો બાળી નાખવામાં આવે છે. મર્યાદિત રીતે જોવામાં આવે તો, ખેડૂત પાસે જે વિકલ્પો છે તેમાં, કાં તો તેમણે મોંઘા ઉપકરણો ખરીદવામાં રોકાણ કરવું પડે અથવા પરાળ બાળવી પડે જે તેમાં માટે સસ્તો વિકલ્પ છે અને તેમાં મહેનત પણ ઓછી પડે છે.

સમાજને થતા લાભ

  • નોકરીઓનું સર્જન થશે અને ખેડૂતો માટે નવી આવક ઉભી થશે જેથી ગ્રામીણ અર્થતંત્ર ફરી બેઠું થઇ શકશે.
  • આ પ્રોજેક્ટ માટે દર વર્ષે 2 લાખ મેટ્રિક ટન ચોખાના સ્ટ્રો (ભૂસા)ની જરૂર પડશે, જે પ્રોજેક્ટ સાઇટની આસપાસના 89,000 કરતાં વધુ ખેડૂતો પાસેથી એકત્રિત કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ચોખાના સ્ટ્રો (ભૂસા)ના એકત્રીકરણથી તેમની આવકમાં પ્રત્યક્ષ રીતે વધારો કરવામાં મદદ મળી રહેશે.
  • ગ્રામીણ વિસ્તારોમાં 1500થી વધુ નોકરીઓનું સર્જન થવાથી સ્થાનિક ગ્રામજનોને મદદ મળી રહેશે.

અર્થતંત્રને થનારા લાભ

  • ડાંગરના ખેતરોમાં પરાળ સળગાવવાની કામગીરી અટકી જવાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે.
  • કૃષિ-પાકના અવશેષો (પરાળ)નો છેવટનો ઉપયોગ કરીને ખેડૂતોની આવકમાં તબક્કાવાર વધારો થશે.
  • બાયોમાસ લોજિસ્ટિક્સ ગ્રામીણ વિસ્તારોમાં વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે.
  • રોજગાર સર્જન: 2G ઇથેનોલ પ્રોજેક્ટના કારણે પ્લાન્ટના પરિચાલન માટે લોકોને સીધી રોજગારી મળી રહેશે. ચોખાના સ્ટ્રો (ભૂસા) કાપવા, સંચાલન કરવા, સંગ્રહ કરવા માટે પુરવઠા શૃંખલામાં વધારાની પરોક્ષ રોજગારીનું પણ સર્જન થશે.
  • આત્મનિર્ભર ભારત: આ પ્રોજેક્ટમાં મેસર્સ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્વદેશી ટેકનોલોજી પર આધારિત પ્રથમ વ્યાપારી પ્લાન્ટ સમાવેલો છે. આજદિન સુધીમાં, એશિયામાં 2G ઇથેનોલના ઉત્પાદન માટેની અન્ય કોઇ પુરવાર થયેલી ટેકનોલોજી ઉપલબ્ધ નથી.
  • બાયો ઇથેનોલના ઉત્પાદનથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થશે.

દેશ ગુજરાત