Advertisement
Since 2006
Gujarat is something we are passionate about
Advertisement
Gujarati

અમદાવાદ જીલ્લામાં ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ફટાકડા ફોડવા અંગેનુ જાહેરનામું

By DeshGujarat News Desk
અમદાવાદ જીલ્લામાં ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ફટાકડા ફોડવા અંગેનુ જાહેરનામું

અમદાવાદઃ   આગામી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેરજનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે અમદાવાદ જીલ્લામા ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ફટાકડા ફોડવા ઉપર નિયમન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર મહેસુલી વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાન કરવામા આવે છે.

દિવાળી તથા અન્ય તહેવારો દરમ્યાન રાત્રે ૦૮.૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.

Advertisement

ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવે છે, આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

સીરીઝમાં જોડાયેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) થી મોટા પ્રમાણમાં હવાનું પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ તથા ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, વેચાણ કરી શકાશે નહીં કે ફોડી શકાશે નહીં.

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ.સુપ્રીમકોર્ટનાં તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.

ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન કોઈપણ પ્રકારનાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં.

ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

હાનિકારક ધ્વનિ સ્તર (૧૨૫ ડેસીબલ યુનિટ અથવા ૧૪૫ ડેસીબલ (સી) પી.કે. થી ઓછો અવાજ પેદા કરે) તેવા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના બોક્સ પર “પીઇએસઓ સુચના પ્રમાણેનું” માર્કિંગ હોવું જરૂરી છે.

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત ઘોષિત થયેલી છે. જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં કે ફોડી શકાશે નહીં.

કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં.

આ જાહેરનામાનો અમલ તા.૨૧/૧૦/૨૦૨૨ના ૦૦.૦૦ કલાક થી તા.૧૦/૧૧/૨૦૨૨ના ૨૪.૦૦ કલાક સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

દેશ ગુજરાત

Share this story
Get DeshGujarat every morning

The day's top stories in your inbox at 7 am, your time. Free.

Shorts

DeshGujaratHDAll on YouTube →