શ્રમિક સહાય હેલ્પલાઇન, ૫૦ ધન્વંતરિ રથનું લોકાર્પણ અને ‘સંપૂર્ણ તબીબી તપાસ યોજના’નો શુભારંભ
— સંપૂર્ણ તબીબી તપાસ યોજના અંતર્ગત લોહી, કોલેસ્ટ્રોલ, એક્સ-રે વગેરે સહિતની કુલ-૧૭ પ્રકારની તબીબી તપાસ આવરી લેવાઈ
— શ્રમિક સહાયક હેલ્પલાઇન–૧૫૫૩૭૨ શ્રમયોગીઓના પ્રશ્નો-ફરિયાદના નિરાકરણમાં થશે મદદરૂપ
— ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી છેલ્લાં ૭ વર્ષમાં રાજ્યના ૪૨ લાખથી વધારે શ્રમયોગીઓને અપાઈ ઘરઆંગણે સારવાર
ગાંધીનગરઃ શ્રમિક સહાયક હેલ્પલાઇન તથા નવા ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ અને ‘સંપૂર્ણ તબીબી તપાસ યોજના’નો શુભારંભ કરવાતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું હતું કે, શ્રમયોગીઓ ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યની આધારશિલા છે. આ કરોડરજ્જુ સમાન શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યરત છે. રાજ્ય સરકારે તેમના માટે ગો ગ્રીન, શ્રમ નિકેતન, અન્નપૂર્ણા યોજના, અનુબંધમ પોર્ટલ વગેરે જેવી કલ્યાણકારી યોજાનાઓ અમલમાં મૂકી છે. તેમાં આજે નવા ત્રણ આયામોનો ઉમેરો થયો છે.
ગાંધીનગર ખાતેથી આ યોજનાઓનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જે રાજ્યમાં શાસનની સ્થિરતા, સુશાસન અને શાંતિ હોય તેવું રાજ્ય જ અવિરત વિકાસ કરી શકે છે. ભગવાન ધન્વંતરિના પ્રાગટ્યદિન ધનતરેરસના બે દિવસ પહેલા બિલ્વપત્રના ત્રણ પવિત્ર પાંદડા સમાન મહત્વના ત્રણ પ્રકલ્પોનો આજે પ્રારંભ થઈ રહ્યો છે તે રાજ્યના શ્રમયોગીઓ માટે ગૌરવનો દિવસ છે.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી બાદ શ્રમિકોને મદદ કરવા માટે એક હેલ્પલાઈન હોવી જોઈએ. ત્યારબાદ EMRIના સહયોગથી ‘શ્રમિક સહાયક હેલ્પલાઇન–૧૫૫૩૭૨’ શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન મારફતે શ્રમિકોને શ્રમ કાયદાઓ સંબંધી ફરિયાદનાં નિવારણ તથા શ્રમિકોના કલ્યાણ વિષયક યોજનાઓની માહિતી દ્વારા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સંપૂર્ણ તબીબી તપાસ યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકો તથા સંગઠિત ક્ષેત્રનાં શ્રમિકો અને તેમના પરિવારજનોને ઘરઆંગણે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, તે માટે શ્રમિકોનાં પ્રિવેન્ટીવ ચેક-અપ તથા આરોગ્ય પુન:સ્થાપનના પગલાઓ શરૂ કરવાનો આશય છે. આ માટે દરેક શ્રમિકને કોઇ પણ રોગના પ્રારંભિક તબક્કે નિદાન માટે નિયમિત રૂપે ડોક્ટરી, પેથોલૉજી, રેડિયોલૉજી તથા કાર્ડિયોલૉજી જેવી પ્રાથમિક તબીબી તપાસના હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તબીબી તપાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોહી, કોલેસ્ટ્રોલ, એક્સ-રે વગેરે જેવી કુલ-૧૭ પ્રકારની તબીબી તપાસ આવરી લેવાઈ છે. આ યોજના હેઠળ એમ્પેન્લ્ડ થયેલ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા સાઇટ કે હોસ્પિટલ પર નિયત કરેલ ટેસ્ટ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગંભીર રોગ થતા અટકે અને તેમનું આરોગ્ય જળવાય રહે તે હેતુથી અમલીકૃત ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ રાજ્યના ૩૧ જિલ્લામાં કુલ ૫૪ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે. રાજ્યમાં હવે કુલ ૧૭૮ આરોગ્ય રથ થકી શ્રમિકો તથા તેમના પરિવારજનોને આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ થશે. આ આરોગ્ય રથના માધ્યમથી ૭ વર્ષના સમયગાળામાં રાજ્યના ૪૨ લાખથી વધારે શ્રમયોગીઓને તેઓના ઘરઆંગણે સારવાર આપવામાં આવી છે.
દેશ ગુજરાત
The day's top stories in your inbox at 7 am, your time. Free.
તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ


Amit Shah Standing at RSS Anthem Song Reciting

Modi Waves Candle in Tune of Song Performance in Memory of Bhupen Hazarika

Jaishankar witnessing Piprahwa Relics associated with Bhagwan Buddha

Raksha Mantri at NDA Khadakwasla Pune

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju
