મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૧૦૧૧ કરોડના ખર્ચે અમદાવાદમાં ખારીકટ કેનાલ નવીનીકરણ તથા વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત
– રૂ. ૧૭૮ કરોડના ખર્ચે નવી શારદાબેન હોસ્પિટલનું નિર્માણ થશે
– રુ. ૧૬૪ કરોડના ખર્ચે નવી એલ.જી.હોસ્પિટલનું નિર્માણ થશે
– રૂ. ૧૦૪ કરોડના ખર્ચે ૧૧૮૦ ઇ.ડબલ્યુ.એસ.આવાસ બનશે
– રૂ. ૨૧ કરોડના ખર્ચે શ્રી લાલબહાદુર શાસ્ત્રી તળાવને ફરતે નમો વનનું નિર્માણ થશે
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોની વચ્ચે અમદાવાદના શહેરીજનોને રૂ.૧૦૧૧ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કામો માટે પૈસાની તંગી નહીં પડવા દઈએ અને વિકાસના કામો સતત ચાલતા રહેશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલના નવીનીકરણ અંગેની વાત કરતા કહ્યું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૪૪ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સરકારના પ્રયાસોના પરિણામે અમદાવાદના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં સતત વધારો થઈ રહ્યો છે એમ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં વિકાસ કોને કહેવાય અને કેવી રીતે થાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના કારણે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જે પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.
મુખ્યમંત્રીશ્રીએ શહેરના બ્યુટીફિકેશન અંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અમારો સતત પ્રયાસ છે કે વિકાસ દ્વારા લોકોના જીવનમાં વધુને વધુ સુખાકારી ઉપલબ્ધ કરાવીએ. શહેરીજનોનું ઇઝ ઓફ લિવિંગ વધારવું એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
20 વર્ષમાં અમદાવાદમાં થયેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે બધાને યાદ છે બે દાયકા પહેલા અમદાવાદનો પૂર્વ પટ્ટો કેવો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ મિટાવી દેવો છે અને તે તેમણે સમ્યક વિકાસથી સાકાર કરી બતાવ્યું છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની જનતાને દીપાવલી પર્વની નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, દિવાળીના તહેવારોમાં અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને ઐતિહાસિક ભેટ મળી છે. અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણ થવાથી પૂર્વ વિસ્તારના લોકોની વર્ષોની નાની મોટી સમસ્યાનો અંત આવ્યો છે. આ ખારીકટ કેનાલને કારણે પૂર્વ વિસ્તારનો વર્ષોથી વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો હતો તેને હવે એક નવી દિશામાં મળવાની છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વચનો પૂર્વ વિસ્તારના લોકોને આપ્યાં હતા એ પૂરા થઈ રહ્યા છે.
અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમારે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. ૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બજેટ જનતા માટે ફાળવવામાં આવે છે તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ ગુજરાતની જનાતને મળી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજીત રુ. ૫૪૪ કરોડના ખર્ચે નરોડા સ્મશાન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલને પેકેજ-ર અંતર્ગત નવયુગ શાળા કોર્સીંગથી નીધી પાર્ક સોસાયટી સુધી તથા પેકેજ-3 અંતર્ગત નીધી પાર્ક સોસાયટીથી ઓઢવ ફાયર સ્ટેશન સુધી ૨ નંગ પ્રિકાસ્ટ આર.સી.સી. બોક્ષ તથા ૨ નંગ કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષથી ડેવલપ કરવામાં આવશે.આ કેનાલ ડેવલપ થવાથી નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ આવશે. આજુ-બાજુના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યાનો મહદઅંશે નિકાલ થશે. તદઉપરાંત કેનાલની મોટી જગ્યાનો ઉપયોગ સીવેજ લાઈન, સ્ટોર્મ વોટર લાઈન અને રોડ નેટવર્ક નાંખીને ગીચ વિસ્તારમાં રોડ નેટવર્ક ઉભું કરી શકાશે.
જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૭૮ કરોડના ખર્ચે નવીનકરણ કરી મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. કુલ ૩૧૦૪૮ ચો.મી.ના પ્લોટ એરીયામાં ગ્રાઉન્ડ ફ્લોર 5 માળમાં હોસ્પિટલ બ્લોક, આઈ.પી.ડી. બ્લોક, ઓ.પી.ડી. બ્લોક, યુટીલીટી બ્લોક, શબઘર, રેસીડેન્ટ મેલ અને ફીમેલ બ્લોક, ફેમીલી ક્વાટર્સ તેમજ નર્સ ક્વાટર્સ તૈયાર થશે. આ ઉપરાંત નવી તૈયાર થનાર હોસ્પિટલમાં ૮૮૦ બેડ, ૧૨૦ જેટલા આઈ.સી.યુ. બેડ, ૧૨ ઓપરેશન થીયેટર, કોન્ફરન્સ હોલ તેમજ ગાયનેક, રેડીયોલોજી, પીડીયાટ્રીક, ઓર્થોપેડિક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથો-સાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેઠ એલ. જી. હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૬૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરી મલ્ટીસ્ટોરીઝ શેઠ એલ. જી. હોસ્પિટલ બનાવવામાં આવશે. કુલ ૩૯૮૬૪.૭૮ ચો.મી. પ્લોટ એરીયામાં નવીનીકરણ થશે. જેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૯ માળનું રહેશે. આ ઉપરાંત ૬૮ ટુ વ્હિલર તથા ૧૨૮ ફોર વ્હિલર પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ૭૦૦ બેડ, ૮૦ જેટલા આઈ. સી. યુ. બેડ, ગાયનેક, સાઈકીયાટ્રીક, રેડીયોલોજી, પીડીયાટ્રીક, ડર્મેટોલોજી, બર્ન્સ તેજ કોન્ફરન્સ હોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં અંદાજીત રુ. ૧૦૩.૮૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૦ આવાસો બનાવવામાં આવશે. આ આવાસોમાં પાણી પુરવઠો, ગટર લાઈન અને વીજ પુરવઠા સહિત બેઠક રુમ, બેડરુમ, રસોડુ, સંડાસ-બાથરુમ અને ચોકડી સહિતની સુવિધા ધરવાતા બનાવાવમાં આવશે. આ ઉપરાંત આકર્ષક એલીવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વેટ્રીફાઈડ ટાઈલ્સ ફ્લોરીંગ, ગ્રેનાઈટનું કિચન પ્લેટફોર્મ, ફ્લશ ડોર્સ, લીફ્ટ, પરકોલેશન વેલ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર રૂફ ટોપ, રાંધણ ગેસની લાઈન, આર.સી.સી. રોડ તેમજ ઈલેક્ટ્રીક સબ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના બાપુનગર વોર્ડમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમને અંદાજીત રુ. ૨૦.૬૦ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ, નગીનાવાડી, પાર્કિંગ એરીયા તેમજ બાળકો માટે રમત-ગમત તથા આઉટડોર જીમના સાધનોની સુવિધા સહિત ડેવલપ કરવામાં આવશે. આ સાથે ૨૦૦૦ રનીંગ મીટર લંબાઈનો આકર્ષક વોકીંગ ટ્રેક, જુદી જુદી જાતના ૧,૫૦,૦૦૦ ફુલછોડનું પ્લાન્ટેશન, એન્ટ્રન્સ, રીચાર્જ વેલ, ફુટ ઓવર બ્રીજ તથા વ્યુ ગેલરી, અલગ અલગ પ્રકારની આકર્ષક એડવેન્ચર એક્ટીવીટીઝ ઉભી કરવામાં આવશે.
દેશ ગુજરાત
The day's top stories in your inbox at 7 am, your time. Free.
Related stories
Gujarat CM Holds Performance Review of 16 Govt Depts

Three Sarpanches Removed in Dahod Over MGNREGA Irregularities After CM’s Visit

Gujarat CM Reviews Progress of Sabarmati Riverfront Phases 2 and 3
Gujarat Govt launches development projects worth ₹2,284 crore across 14 tribal districts
તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ


Amit Shah Standing at RSS Anthem Song Reciting

Modi Waves Candle in Tune of Song Performance in Memory of Bhupen Hazarika

Jaishankar witnessing Piprahwa Relics associated with Bhagwan Buddha

Raksha Mantri at NDA Khadakwasla Pune

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju
