Advertisement
Since 2006
Gujarat is something we are passionate about
Advertisement
Gujarati

ગોપાલ ઈટાલિયાએ એક જાહેર ભાષણમાં ભાજપ વિશે અભદ્ર શબ્દપ્રયોગો કર્યા

By DeshGujarat News Desk
ગોપાલ ઈટાલિયાએ એક જાહેર ભાષણમાં ભાજપ વિશે અભદ્ર શબ્દપ્રયોગો કર્યા

વડોદરાઃ  પોતાને સરદાર પટેલના વંશજ અને પાટીદાર ગણાવનાર ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો જોવા મળ્યો છે જેમાં તે ભાજપ વિશે અત્યંત વાંધાજનક અભદ્ર શબ્દ બોલતા જોવા મળે છે.

આ વીડિયોમાં ઈટાલિયાને એમ બોલતા સાંભળી શકાય છે કે, આમ તો આખા ભારતના ભાજપવાળા છે એ હરામી છે, પણ વડોદરાના ચાર વખત વધારે હરામી છે. વડોદરાના ભાજપવાળા જેવા હરામી ભાજપવાળા, ગુંડા ટાઇપના ભાજપવાળા મેં આખા ગુજરાતમાં નથી જોયા.

ઈટાલિયાના આ વીડિયોને શૅર કરીને ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રશ્ન કર્યો છે કે, “શું સરદાર સાહેબ ના વંશજ ની ભાષા આવી હોય….??? પોતાની જાતને સરદાર નો વંશ જ ગણાવતા પહેલા સરદાર સાહેબનું જીવનચરિત્ર જાણી લેવું પાછું હા……. આ વિડીયો જૂનો નથી નવો જ છે ગોપાલભાઈ જવાબ આપો હવે આ ભાષા યોગ્ય છે તમારી???” https://twitter.com/yagnesh_dave/status/1583785412824530945?s=20&t=068_mj40WL4I_pQlhZJzlQ

દેશ ગુજરાત

Share this story
Get DeshGujarat every morning

The day's top stories in your inbox at 7 am, your time. Free.

Shorts

DeshGujaratHDAll on YouTube →