પંજાબમાં 13 દિવસથી ધરણા પર બેઠેલા હજારો ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં માન સરકારને કેમ રસ નથી?
October 22, 2022
ચંડીગઢઃ પંજાબમાં છેલ્લા 13 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં ખેડૂતો સંગરુરમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન ભગવંત માનના નિવાસસ્થાનની બહાર પોતાની માગણીઓના સંદર્ભમાં દેખાવો કરી રહ્યા છે પરંતુ કેજરીવાલની આમ આદમી પાર્ટી ઉકેલ લાવી શકતી નથી. કેટલાક સ્થાનિક અહેવાલો મુજબ 13 દિવસના આ દેખાવો દરમિયાન કેટલાક ખેડૂતો આંદોલન સ્થળે મૃત્યુ પણ પામ્યા છે.
આંદોલનના એક નેતા જોગિન્દરસિંહ ઉગ્રહણે જણાવ્યું કે, સરકાર અમારી માગણીઓ ઉપર ધ્યાન આપતી નથી. સરકાર જો અમારી માગણીઓ નહીં સંતોષે તો આગામી દિવસોમાં અમે આંદોલન વધારે ઉગ્ર બનાવીશું અને મુખ્યપ્રધાન ભગવંત માનના નિવાસસ્થાનને ચારે તરફથી સંપૂર્ણપણે ઘેરી લઈશું. https://www.hindustantimes.com/cities/chandigarh-news/farmers-intensify-protest-outside-punjab-cm-bhagwant-mann-s-sangrur-residence-101666293374927.html
આંદોલનકારી ખેડૂતો નુકસાન પામેલા ઊભા પાકના વળતરની તથા લમ્પી વાયરસને કારણે મૃત્યુ પામેલી પોતાની ગાયો માટે વળતરની માગણી કરી રહ્યા છે. આ ખેડૂતો જમીન સંપાદનના વળતરમાં પણ વધારો કરવાની માગણી કરી રહ્યા છે. https://www.ptinews.com/news/north/farmers-protest-near-punjab-cms-residence-in-sangrur-enters-12th-day/439191.html
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
