Advertisement
Since 2006
Gujarat is something we are passionate about
Advertisement
Gujarati

આમ આદમી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા ફેક સરવેને ઈન્ડિયા ટુડેએ નકારી કાઢ્યો

By DeshGujarat News Desk
આમ આદમી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા ફેક સરવેને ઈન્ડિયા ટુડેએ નકારી કાઢ્યો

નવી દિલ્હીઃ  આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ચૂંટણીનાં સંભવિત પરિણામો વિશે એક ફેક સરવે જારી કરવામાં આવતા વિવાદ થયો છે.

કેજરીવાલની પાર્ટીના કોઈ કાર્યકરે ગુજરાત ચૂંટણીના સંભવિત પરિણામ વિશેનો એક નકલી સરવે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આપ-ના કાર્યકરે આ સરવે 14 ઑક્ટોબરે ફરતો કર્યો હતો જે ઈન્ડિયા ટુડે ગ્રુપના ધ્યાનમાં આવતા ગ્રુપ દ્વારા તેને સત્તાવાર રદિયો આપવામાં આવ્યો છે.

ઈન્ડિયા ટુડે ગ્રુપની હિન્દી ચૅનલ આજતક દ્વારા 22 ઑક્ટોબરને શનિવારે સાંજે સત્તાવાર ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, આ પોલ ફર્જી છે. અમે આપ-ને વિનંતી કરીએ છીએ કે અફવા ન ફેલાવો, અને તેને ફેલાવા ન દો. ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા આવો કોઈ સરવે કરાવવામાં આવ્યો નથી.

Advertisement

ये पोल फर्ज़ी है,

हमारी ‘आप’ से अर्ज़ी है,

अफवाहें न तो फैलाऐं

न ही इन्हें फैलने दें!

India Today Group ने अभी ऐसा कोई सर्वे नहीं कराया है!

(@PradeepGuptaAMI / @AxisMyIndia )

https://twitter.com/aajtak/status/1583784676237316096?t=-yBcLGIRcD7aJNJf8yP_fw&s=08

ચૅનલે આ સાથે આમ આદમી પાર્ટીના નકલી સરવેમાં જેમના નામ મૂકવામાં આવ્યા છે તે પ્રદીપગુપ્તાએએમઆઈ તથા એક્સિસમાયઈન્ડિયાને પણ ટૅગ કર્યા છે.

પ્રદીપ ગુપ્તા એક્સિસ માય ઈન્ડિયના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમણે પણ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @PradeepGuptaAMI  ઉપર આ અંગેની સ્પષ્ટતા મૂકી છે કે એક્સિસ માય ઈન્ડિયા – ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા હિમાચલ પ્રદેશ તથા ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અંગે કોઈ પ્રકારનો ચૂંટણી પહેલાંનો સરવે જારી કરવામાં આવ્યો નથી.  એક્સિસ માય ઈન્ડિયા – ઈન્ડિયા ટુડે ગ્રુપના નામે ફેક ધારણાઓ અને ફેક ઓપિનિયન પોલ વાયરલ કરવામાં આવી રહ્યા છે, અમે આવી છેતરપિંડીયુક્ત માહિતી માટે જવાબદાર નથી.

એક્સિસ માય ઈન્ડિયા – ઈન્ડિયા ટુડે ગ્રુપ ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર મતગણતરીના 2-3 દિવસ પહેલાં એક્ઝિટ પોલની ધારણા જારી કરશે.

બરાબર આવો જ ખુલાસો એક્સિસ માય ઈન્ડિયાના સત્તાવાર હેન્ડલ @AxisMyIndia ઉપર પણ જારી કરવામાં આવ્યો છે.

દેશ ગુજરાત

Share this story
Get DeshGujarat every morning

The day's top stories in your inbox at 7 am, your time. Free.

Shorts

DeshGujaratHDAll on YouTube →