ઈન્સ્ટાગ્રામ ઉપર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો નવો રેકોર્ડ

ઈન્સ્ટાગ્રામ ઉપર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ  ભારત સહિત વિશ્વના ઘણા દેશોની યુવાપેઢીમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યા છે.

આ વર્ષે મે મહિનામાં વડાપ્રધાને ડેન્માર્ક સહિત યુરોપના કેટલાક દેશોની મુલાકાત લીધી હતી. ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ત્યાંના વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સને વિમાન મથકે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. એ સ્વાગતનો નાનો વીડિયો વડાપ્રધાન કચેરીએ વિવિધ સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યો હતો. ટ્વિટર ઉપર અને ફેસબુક ઉપર આ વીડિયોને અમુક હજાર લાઇક મળી હતી, જ્યારે તેનાથી વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ ઉપર એ વીડિયો 153 લાખ લોકોએ જોયો હતો અને 17 લાખ કરતાં વધુ લાઈક મળી હતી. https://www.instagram.com/p/CdGg8lZoOCg/ 

નરેન્દ્રભાઈ મોદી તેમની રાજકીય કારકિર્દીના ઘણા પ્રારંભિક સમયમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સક્રિય થઈ ગયા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે ઈન્સ્ટાગ્રામ ઉપર તે એકાદ વર્ષ પહેલાં જ સક્રિય થયા હતા અને છતાં રેકોર્ડ સંખ્યામાં વ્યૂ અને લાઇક મળી રહ્યા છે. આ બાબત એ વાતનો પુરાવો છે કે નરેન્દ્ર મોદી યુવાપેઢીમાં પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે.

ઈન્સ્ટાગ્રામ ઉપર વડાપ્રધાનના વીડિયો વાયરલ થયા હોય એવા અન્ય પ્રસંગોમાં – નવા સંસદ ભવનની છત ઉપર ચાર સિંહના રાષ્ટ્રીય પ્રતીકના અનાવરણનો હતો. ઈન્સ્ટાગ્રામ ઉપર તેમના આ વીડિયોને 198 લાખ વ્યૂ અને 31 લાખ લાઇક મળી હતી. એ જ રીતે આ મહિનામાં, તાજેતરમાં જામનગરની તેમની મુલાકાતના વીડિયોને 128 લાખ વ્યૂ અને 22 લાખ લાઇક મળી હતી. https://www.instagram.com/p/Cf3t0qJJ59h/

ગત 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી જે પ્રવચન આપ્યું હતું તેને રેકોર્ડ 237 લાખ વ્યૂ અને 39 લાખ લાઇક મળ્યા હતા. એ જ રીતે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવાની ઘટના તથા વન સંરક્ષકો સાથેની તેમની વાતચીતના વીડિયોને પણ 246 લાખ વ્યૂ અને 36 લાખ લાઇક મળી હતી.  https://www.instagram.com/p/ChRdlt9AiV6/ 

ઈન્સ્ટાગ્રામ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવી જ લોકપ્રિયતા તેમણે આઈએનએસ વિક્રાન્તનું લોકાર્પણ કર્યું ત્યારે પણ મળી હતી. એ પ્રસંગના વડાપ્રધાનના વીડિયોને 258 લાખ લોકોએ જોયો હતો અને 35 લાખ લોકોએ લાઇક કર્યો હતો. https://www.instagram.com/p/CiAi-rIBU1n/ 

દેશ ગુજરાત