હિંદુ મતો માટે કેજરીવાલનો વેશ પલટોઃ રામ મંદિરનો વિરોધ, મુલ્લાઓને પગાર, કશ્મીર ફાઇલ્સની હાંસી, ધર્માંતરણ, રમખાણો … કરની અને કથનીની લાંબી યાદી
October 28, 2022
ગુજરાતની ચૂંટણી અગાઉ હિંદુ મતો અંકે કરવાના આશય સાથે વ્યૂહાત્મક રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પક્ષના વડા અરવિંદ કેજરીવાલે ભારતની ચલણી નોટોમાં લક્ષ્મીજી અને ગણેશજીના ફોટા રાખવાની માગણી કરી છે. જો કે અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે તમે જે કહો છો તેના કરતા તમે જે છો તે વધુ જોરથી સંભળાય છે. અને હિંદુ મહિમાની રાજકીય ચાલની પછવાડે વાસ્તવમાં કેજરીવાલ જે છે તે અનેક ઉદાહરણોથી જગજાહેર છે.
તાજેતરમાં એક આરટીઆઇ અરજીના જવાબમાં બહાર આવ્યું હતું કે કેજરીવાલની દિલ્હી સરકારે વકફ બોર્ડને 101 કરોડ રુપિયા આપી દીધા છે. માહિતી કમિશનર ઉદય મહુરકરે તાજેતરમાં દૂરદર્શન સાથેના ટીવી ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે પ્રતિ વર્ષ 24 કરોડ રુપિયા તો અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર માત્ર મુલ્લાઓને પગાર તરીકે આપે છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદની આગેવાનીમાં મંદિરના પૂજારીઓ, મહંતો વગેરેએ કેટલાક સમય અગાઉ માંગણી કરી હતી કે જો મસ્જિનના મુલ્લાઓને દિલ્હી સરકાર પગાર આપતી હોય તો મંદિરોના પૂજારીઓને કેમ નહીં. જો કે કેજરીવાલ સરકારે આ વાત ધ્યાને ધરી નથી. આજે પણ દિલ્હીમાં મુલ્લાઓને અને મુઅઝ્ઝીનોને કરદાતાઓના નાણામાંથી પગાર આપવામાં આવે છે પરંતુ પૂજારીઓને નહીં. મહુરકરે તો તેમના ઇન્ટર્વ્યૂમાં એમ પણ કહ્યું છે કે મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપતી દિલ્હી સરકાર હેઠળની કેટલીક પ્રતિષ્ઠિત અને જુૂુની શાળાઓને દિલ્હી સરકાર પૂરતું ભંડોળ આપતી નથી પરંતુ સામે ધાર્મિક શિક્ષણ આપતા મુલ્લા અને મુઅઝ્ઝીનોને આ જ સરકાર પગાર આપે છે.
AAP Govt in Delhi gave 62 crores to Waqf Board last year : RTI reply https://t.co/cGrcVrAsWP pic.twitter.com/jT63KrNzBu
— DeshGujarat (@DeshGujarat) October 21, 2022
Information Commissioner Uday Mahurkar : Delhi (AAP) government doesn’t spend on modern education of Muslims as the schools offering same are in dilapidated conditions, but the same government pays Rs. 24 crore per year as salary from government exchequer to Maulvis and Muezzins pic.twitter.com/6w4ROhJn30
— DeshGujarat (@DeshGujarat) October 20, 2022
2020માં તત્કાલીન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં આમ આદમી પાર્ટીના મુસ્લિમ કોર્પોરેટરો અને ધારાસભ્યો સંડોવાયા હતા, તેમ છતાં કેજરીવાલે કદી એ વિશે માફી માગી નથી. 2020માં આ તોફાનો થયાં તે પહેલાં દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલન ઘણા મહિના સુધી ચાલ્યું હતું. દિલ્હીના શાહીનબાગમાં જે લોકો ધરણા ઉપર બેઠા હતા તેમને કેજરીવાલે પોતે અને તેમની સરકારે ખુલ્લો ટેકો આપ્યો હતો.
દિલ્હીમાં મુસ્લિમોને સંબોધતા કેજરીવાલે ખુલ્લેઆમ વકફ બોર્ડને જોઈએ તેટલા નાણા આપવાની અને તન-મન-ધનથી વકફની સેવા કરવાની જાહેરાત કરી હતી. આનો વિડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં કેજરીવાલ એમ કહેતા સાંભળવા મળે છે કે – “વકફ બોર્ડને જ્યારે જરૂર પડે ત્યારે કેજરીવાલ પોતે અને મારી સરકાર તન-મન-ધનથી વકફ બોર્ડની સાથે છે. બમ્બઈ કે અંદર ઈસ દેશ કા જો સબસે અમીર આદમી હૈ બતા દેં ઉસકા ઘર વકફ બોર્ડની પ્રોપર્ટી પે બના હુઆ હૈ. વહાં કી સરકાર કી હિંમત નહીં હૈ જો ઉસકો કુછ કર દે, હમારી સરકાર અગર વહાં હોતી તો ઉસકી પ્રોપર્ટી તૂડવા દેતી. જો ભી વક્ફ બોર્ડ કો જબ ભી કિસી કી જરૂરત હોતી દિલ્હી સરકાર વક્ફ બોર્ડ કે સાથ હૈ…”
આમ કેજરીવાલ મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત પ્રસિદ્ધ એન્ટીલીયા ઘર તોડી નાખવાની વાત કરીને મુસ્લિમોને ખુશ કરે છે.
Arvind Kejriwal is with the Waqf board by any means!
Will he help the Waqf board in Gujarat too? They are claimingg that Bet Dwarka is belong to them!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 27, 2022
કેજરીવાલ અગાઉ અનેક વખત રામ મંદિર વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે. 2018ની પાંચમી નવેમ્બરનું કેજરીવાલનું મંદિર વિરોધી વલણ દર્શાવતો એક લોકપ્રિય સમાચાર ચૅનલનો વીડિયો આ સંદર્ભમાં વાયરલ થયો હતો.
આ વીડિયોમાં કેજરીવાલને એવું સ્પષ્ટ કહેતા સાંભળી શકાય છે કે, મૈં સોચ રહાથા કિ અગર જવાહરલાલ નહેરુજી સ્ટીલ ઑથોરિટી ઑફ ઈન્ડિયાકી જગહ મંદિર બના દેતે તો ક્યા ઈસ દેશકા વિકાસ હો સકતા થા? મૈં સોચ રહાથા કિ અગર જવાહરલાલ નહેરુજી આઈઆઈટી ખડગપુર કે બદલે 182 મીટર ઊંચા સ્ટેચ્યુ બના દેતે તો મુઝે નહીં લગતા મૈં આઈઆઈટી ખડગપુર મેં પઢ પાતા. મૈં સોચ રહા થા અગર જવાહરલાલ નહેરુજી બીએચઈએલ કી જગર એક મંદિર બના દે તે તો ક્યા ઈસ દેશ કી ઈસ દેશ કી પ્રગતિ હો સકતી થી? દોસ્તો આધુનિક ભારત કી નીંવ બીએચઈએલ બનાને સે રખી જાતી હૈ, સેલ બનાને સે રખી જાતી હૈ, આજ દિલ્હી કે અંદર હમારી સરકારને 8000 ક્લાસરૂમ બનાએ હૈ, એક એક ક્લાસરૂમ મંદિર હૈ. આજ દુનિયા આગે બઢ ગઈ હૈ. અગર હમારે દેશ કો તરક્કી કરની હૈ તો યે મંદિર – મસ્જિદ બનાને સે નહીં હોગી, યે સ્ટેચ્યુ બનાને સે નહીં હોગી, અસ્પતાલ, સ્કૂલ, સિગ્નેચર બ્રિજ બનાને સે તરક્કી હોગી દોસ્તો.”
અન્ય એક વક્તવ્યમાં કેજરીવાલે તેમના નાનીને ટાંકીને રામ મંદિર વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ‘જ્યારે બાબરી મસ્જિનો ધ્વંસ થયો તો ત્યારે મેં નાનીને પૂછ્યું કે નાની હવે તો તમે ખુશ હશો હવે તો તમારા ભગવાન રામનું મંદિર બનશે. તેમણે કહ્યું ના બેટા, મારો રામ આમ કોઇની મસ્જિદ તોડીને ન બની શકે.’
कलयुगी रावण फिर से रूप बदल कर ठगने आया है pic.twitter.com/sm6lkqy4da
— Prakash (@Gujju_Er) October 10, 2022
એવું સમજાય છે કે, કેજરીવાલના આવાં અનેક નિવેદનો અને હિન્દુત્વ વિરોધી વલણને કારણે ગુજરાતની ચૂંટણીમાં નુકસાન થઈ શકે એવું જોખમ હોવાથી તેમણે ચલણી નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીની છબિ મૂકવાનું ગતકડું રમતું મૂક્યું હોઈ શકે. હજુ તાજેતરનો ઘટનાક્રમ આ સંદર્ભમાં વધારે ચોંકાવનારો હતો. દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના નેતૃત્વ હેઠળ હજારો હિન્દુઓ બૌદ્ધ સંપ્રદાય અંગીકાર કરતા હોય એવો વીડિયો વાયરલ થયો હતો. કેજરીવાલના મંત્રીએ દિલ્હીમાં ઝંડેવાલા-કરોલ બાગ વિસ્તારમાં ડૉ. બી આર આંબેડકર ભવન ખાતે વિજયા દશમીના દિવસે આ સામૂહિક ધર્માંતરનું આયોજન કર્યું હતું.
कुछ लोगो के शक्ल पे बड़े-बड़े अक्षरों में लिखा होता है
– ‘पाखंडी’मौकापरस्त इंसान की मिसाल है @ArvindKejriwal और उसकी @AamAadmiParty
ऐसे चुनावी हिन्दू ही देश का धर्म और मजहब के नाम पर विभाजन करते हैं pic.twitter.com/Xo09QLXV8y
— Modi Bharosa (@ModiBharosa) October 7, 2022
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા સ્થાપિત ધ જય ભીમ મિશન તથા બુદ્ધિસ્ટ સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા આટલા મોટાપાયે આ સામૂહિક ધર્માંતરનું આયોજન થયું હતું (https://swarajyamag.com/news-brief/aap-leader-and-delhi-cabinet-minister-organises-mass-conversion-of-hindus-in-delhi ). આ ધર્માંતર દરમિયાન હજારો હિન્દુઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે, તેઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માને. એટલું જ નહીં પરંતુ આ હિન્દુઓને એવા પણ શપથ લેવડાવવામાં આવ્યા કે તેઓ ગણેશજી તથા રામ-કૃષ્ણને પણ ઈશ્વર નહીં માને.
BJP lambasts Aam Aadmi Party (AAP) as video of Kejriwal led Delhi govt minister converting Hindus and asking them not to worship Brahma, Vishnu, Mahesh, Ram, Krishna, Ganesh etc https://t.co/otfVXzxtbD pic.twitter.com/WAK4Gt0UOL
— DeshGujarat (@DeshGujarat) October 7, 2022
આ ધર્માંતર કાર્યક્રમ પૂરો થયા બાદ કેજરીવાલ સરકારના મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે, ચલો બુદ્ધ કી ઓર મિશન જય ભીમ બુલાતા હૈ. રાજેન્દ્રપાલ ગૌતમે આગળ લખ્યું કે, આજે મિશન જય ભીમના નેજા હેઠળ અશોકા વિજયાદશમી પર ડૉ. આંબેડકર ભવન, રાની ઝાંસી રોડ ખાતે 10,000થી વધુ બુદ્ધિજીવિયોએ તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મમાં ઘર વાપસી કરીને જાતિ વિહીન તથા અસ્પૃશ્યતાથી મુક્ત ભારત બનાવવાના શપથ લીધા.
થોડાં વર્ષ પહેલાં હિન્દુઓના સૌથી પવિત્ર પ્રતીક સ્વસ્તિકની પાછળ એક વ્યક્તિ ઝાડુ લઇને પડી હોય એવું કાર્ટુન કોઈએ બનાવ્યું હતું અને તેને આ જ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યું હતું. ત્યારે પણ તેઓ આખા દેશના હિન્દુઓનો રોષનો ભોગ બન્યા હતા.
Someone sent this … pic.twitter.com/IScYDLgwZr
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2019
ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં કોમી રમખાણો કરીને તેને વકરાવવાનું કામ થયું હતું તેમાં આમ આદમી પાર્ટીના કાઉન્સીલર તાહિર હુસૈનની ભૂમિકા બહાર આવી હતી. તાહિરે એક કરોડથી પણ વધુ રુપિયા સીટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ સામેના વિરોધ અર્થે આપ્યા હતા અને નોર્થ ઇસ્ટ દિલ્હીમાં કોમી રમખાણો વકરાવ્યા હતા જેમાં હિંદુઓ ટાર્ગેટ પર રહ્યા હતા. તાહિરને હજુ તેની સંડોવણી બદલ કોર્ટમાંથી જામીન પણ મળ્યા નથી.
ગુજરાત માટે તો અરવિંદ કેજરીવાલની અસલિયત ઉજાગર કરતું સીધું જ ઉદાહરણ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના કથનીમાં જોવા મળે છે. ઈટાલિયા પહેલેથી હિન્દુત્વ વિરોધી રહ્યા છે. એ વાત અલગ છે કે ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે એ મંદિરે-મંદિરે ફરતા જોવા મળે છે, પરંતુ આ એક પ્રકારે ખૂબ મોટી છેતરપિંડી છે. કેમ કે આ એ જ ઈટાલિયા છે જેણે સત્યનારાયણની કથામાં જનાર લોકોને નપુંસક કહ્યા હતા, આ એ જ ઈટાલિયા છે જેણે મંદિરોમાં મહિલાઓનું શોષણ થતું હોવાનું કહીને મહિલાઓને કથાઓમાં “નાચવા” નહીં જવા સલાહ આપી હતી.
“Satyanarayan Katha, Bhagwad Katha etc are useless stuff and a waste of money & time. Don’t clap like hijras in name of rituals and culture. Random sadhu sadvi speak nonsense from the stage and ppl clap like hijras”
AAP Gujarat president Gopal Italia.
— The Hawk Eye (@thehawkeyex) October 11, 2022
अधर्मी आदमी पार्टी… pic.twitter.com/v2ZOM2xMF8
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) October 14, 2022
After repeatedly insulting and disrespecting women by using the “C” word, Gopal Italia, AAP Gujarat President and close aide of Arvind Kejriwal, in another video, can be seen telling women that they must not go for katha or to temples because they are places of exploitation… pic.twitter.com/ZSyCStIepH
— Amit Malviya (@amitmalviya) October 11, 2022
AAP Gujarat Chief Gopal Italia said women are exploited in Hindu Mandirs and Katha ; video goes viral https://t.co/bU7mwGCvUz pic.twitter.com/ueEVcUFgFx
— DeshGujarat (@DeshGujarat) October 11, 2022
ગોપાલ ઈટાલિયા આ હદે હિન્દુ આસ્થાઓનો વિરોધી હોવા છતાં કેજરીવાલે જ તેને આમ આદમી પાર્ટીનું ગુજરાતનું પ્રમુખપદ સોંપેલું છે. ઈટાલિયા વિદેશી ભંડોળથી ચાલતી અને ટુકડે ટુકડે ગેંગ તરીકે ઓળખાતી એનજીઓના કાર્યક્રમમાં શબનમ હાશ્મી, ગગન સેઠી વગેરે સાથે જુહાપુરામાં પણ દેખાયો છે. ઉલ્લેખનીય છે કે ઇટાલીયાના વિવિધ વિડિયો બહાર આવ્યા હોવા છતા ક્યારેય પણ તેણે પોતાની કથની બાબતે દિલગીરી કે અફસોસ વ્યક્ત નથી કર્યો. સોમનાથમાં તો ઇટાલીયાને સ્થાનિક હિંદુઓએ ભગાડી મૂક્યો હતો.
કેજરીવાલનું “કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મ વિશેનું વલણ કેવી રીતે ભૂલાય? કેજરીવાલે દિલ્હી વિધાનસભાની અંદર ઊભા રહીને કાશ્મીર ફાઇલ્સ વિશે કહ્યું હતું કે, આ જૂઠી ફિલ્મ છે. આ ફિલ્મ કરમુક્ત હોવી જોઇએ તેવી માગણી સામે કેજરીવાલે અતિશય કનિષ્ઠ હાસ્ય કરીને કહ્યું હતું કે, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવાનો એટલો શોખ હોય તો તેને યુટ્યૂબ પરથી ડાઉનલોડ કરી લો, બધા મફત જોઈ શકશે. ગુજરાતમાં ચૂંટણી સમયે હિન્દુત્વના નામે છેતરપિંડી કરવા નીકળેલા કેજરીવાલે લાખો કાશ્મીરી પંડિતોની કત્લેઆમ અને તેમના વિસ્થાપન અંગે આજ સુધી એક પણ વખત સહાનુભૂતિનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એથી વિરુદ્ધ આ જ કેજરીવાલે દિલ્હીની વિવિધ સ્કૂલમાં કામચલાઉ શિક્ષક તરીકે નોકરી કરતા સેંકડો કાશ્મીરી પંડિતોને કાયમી કરવાની માગણીનો ઘણાં વર્ષ સુધી સ્વીકાર નહોતો કર્યો. સ્વીકાર કરવાની વાત તો બાજુ પર રહી, વાસ્તવમાં કાશ્મીરી પંડિતોએ આ અંગે અદાલતમાં ધા નાખી હતી તો દિલ્હીની કેજરીવાલ સરકાર જ વર્ષો સુધી કાશ્મીરી પંડિતોની વિરુદ્ધમાં કેસ લડતી રહી હતી.
India.., Store this picture as your screensaver and look at it everyday before you leave home.. This is exactly how politicians feel about your misery👇.You may be raped, You may be cut up, You may be locked up in your homes and burnt alive, or be told convert, leave or die .🙏🇮🇳 pic.twitter.com/rEQo1McaEP
— Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) March 25, 2022
આ કાશ્મીરી શિક્ષકોએ જણાવ્યું હતું કે, અદાલતે તેમની માગણીનો સ્વીકાર કરીને કાશ્મીરી પંડિત શિક્ષકોને કાયમી કરવા આદેશ આપ્યો હતો તેમ છતાં 2015માં કેજરીવાલ સરકારે દિલ્હીની અદાલતના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારીને કાશ્મીરી પંડિત શિક્ષકોને કાયમી થતા અટકાવ્યા હતા. અલબત્ત, સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારની એ પિટિશન 2018માં રદબાતલ કરી દીધી હતી. છેવટે દિલ્હીની સરકારે 2019માં આ શિક્ષકોને કાયમી કરવાનું જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી હતી.

દિલ્હીના ચાંદની ચૉક વિસ્તારમાં 100 વર્ષ જૂનું હનુમાનજી મંદિર તોડી નાખવાનું કેજરીવાલ સરકારનું પગલું દિલ્હીના અને દેશના હિન્દુઓ આજે પણ ભૂલ્યા નથી. ત્યારપછી આવેલી ચૂંટણીમાં પોતાને હનુમાન ભક્ત સાબિત કરવા કેજરીવાલે જાહેરમાં હનુમાન ચાલિસાનો પાઠ કર્યો હતો. પરંતુ ચૂંટણીમાં જીતી ગયા પછી એ જ કેજરીવાલે હનુમાનજીનું અત્યંત અપમાનજનક કાર્ટુન શૅર કર્યું હતું જેમાં હનુમાનજી જેવી દેખાતી વ્યક્તિ હવામાં ઊડે છે, તેના હાથમાં (ગદાને બદલે) ગુંડા પાસે હોય તેવો હથોડો છે અને તે નીચે મોદીજીને એવું કહે છે કે, સાહેબ તમારું કામ કરી દીધું છે, બધાનું ધ્યાન જેએનયુ તરફ દોરી દીધું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
