એકતાનગરમાં વડાપ્રધાનની હાજરીમાં વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો યોજાશે

રાજપીપલા: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા નગર ખાતે સોમવાર તા. ૩૧ મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે. આ સમારંભ દરમિયાન ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર ૨૪ યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાનાર છે.
પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શાનદાર અને ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે. આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ગણવેશધારી દળોના ૮ પ્લાટૂન જોડાશે, જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ધ્વજ વાહકો ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૩૮૫ જેટલા કુશળ કલાકારો દેશના તમામ રાજય અને સંઘ પ્રદેશોના ઉજ્વળ સાંસ્કૃતિક વારસાની નૃત્ય સાથે સંગીતમય ઝાંખી કરાવશે. આ કલાકારો વિવિધ રાજયોના આગવા વસ્ર પરિધાન અને પરંપરાઓની નૃત્યમય પ્રસ્તુતિ કરી અનેકતામાં એકતાનો સંદેશ ફેલાવી એક ભારત, શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરશે.
એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે છેલ્લા પાંચ વર્ષથી શિસ્તબધ્ધ અને ભવ્ય રીતે યોજાઈ રહેલી આ પરેડનું નેતૃત્વ ડી.વાય.એસ.પી. શ્રી પી. જી. ધારૈયા કરી રહયાં છે. તેમના જણાવ્યા પ્રમાણે ઉપરોકત ગણવેશધારી દળોના અંદાજે ૯૦૦ થી વધુ જવાનો તેમના ગણવેશમાં એકતા પરેડમાં ભાગ લઈ સલામી આપશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સરદાર સાહેબના અવિસ્મરણીય પ્રવચનોના અંશોનું ધ્વની પ્રસારણ પણ કરવામાં આવશે. નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી મોદી રાષ્ટ્રીય એકતા પરેડના સમાપન બાદ એકતા નગર ખાતે યોજાયેલી આરંભ : ૨૦૨૨ અંતર્ગત દેશની સનદી સેવાઓના તાલીમાર્થી અધિકારીશ્રીઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોનો પ્રારંભ સવારના ૮-૦૦ કલાકથી થશે.
એકતા નગર ખાતેની પરેડના પહેલીવારના આકર્ષણો
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો : ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર ૨૪ યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાનાર છે. જેમાં સૂર્યકિરણ ટીમના વિશ્વપ્રસિધ્ધ અને અતિ કુશળ વિમાન ચાલકો આકાશમાં રોમાંચક અને દિલધડક હવાઇ કરતબોનું નિદર્શન કરશે તે સમયે આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ જશે. નર્મદા જિલ્લા માટે આ નજરાણું પ્રથમવાર માણવા મળશે.
પરેડ મેદાનમાં જોવા મળશે રણનું જહાજ ઊંટ : ભારતીય સીમા સુરક્ષા દળ દેશની રેતાળ સરહદે સીમા રક્ષાની કપરી ફરજ બજાવે છે. તેમાં જવાનોની સાથે રણનું જહાજ ગણાતા ઊંટ બેડાની પણ ખૂબ જ અગત્યની ભૂમિકા છે. આ બેડાના શ્રેષ્ઠ અને કેળવાયેલા ઊંટો પહેલી જ વાર એકતા દિવસ પરેડમાં સહભાગી બનશે.
દેશ ગુજરાત
The day's top stories in your inbox at 7 am, your time. Free.
Related stories
Gujarat Vandana Museum at Ekta Nagar to come up at a Cost of Rs. 900 Crore (video)
Insiders sum up Prime Minister Narendra Modi’s recent Gandhinagar visit in 5 points
PM Modi on Gujarat Visit; to hold Dinner Meeting with State Ministers, BJP Leaders

PM Modi’s Ambaji Temple Visit on Nov 14 Cancelled

તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ


Amit Shah Standing at RSS Anthem Song Reciting

Modi Waves Candle in Tune of Song Performance in Memory of Bhupen Hazarika

Jaishankar witnessing Piprahwa Relics associated with Bhagwan Buddha

Raksha Mantri at NDA Khadakwasla Pune

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju
