કોંગ્રેસે ગુજરાતના કૃષિમંત્રીને મોરબી બ્રિજના કોન્ટ્રાક્ટર માનીને ફોટા શૅર કર્યા

કોંગ્રેસે ગુજરાતના કૃષિમંત્રીને મોરબી બ્રિજના કોન્ટ્રાક્ટર માનીને ફોટા શૅર કર્યા

નવી દિલ્હીઃ મોરબીમાં ઝૂલતા પૂલની ઘટનામાં રાજકીય લાભ મેળવવાની ગણતરી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે દિવસથી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના પ્રચારતંત્ર ચલાવી રહ્યા છે. તેની વધુ એક કડી આજે જોવા મળી જેમાં કોંગ્રેસના કેટલાય વેરીફાઈડ ટ્વિટર હેન્ડલ દ્વારા ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલનો નરેન્દ્રભાઈ મોદી સાથેનો ફોટો વાયરલ કરીને તેમને મોરબી ઝૂલતા પૂલના કોન્ટ્રાક્ટર ગણાવ્યા છે.

બ્રિજનો કોન્ટ્રેક્ટ કોઈ ઓધવજી પટેલ પાસે હોવાના સ્થાનિક અહેવાલોને પગલે કોંગ્રેસના વિવિધ રાજ્યના એકમોએ તેમની પરંપરા મુજબ કશી બાબતની ચકાસણી કર્યા વિના ઓધવજીને બદલે રાજ્યના મંત્રીનું નામ લગાવી દીધું અને તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરીને લખી દીધું કે મોરબી બ્રિજના કોન્ટ્રાક્ટર નરેન્દ્ર મોદીના માણસ છે.

પોતે ઓધવજી અને રાઘવજી બાબતે ગંભીર ભૂલ કરી છે એવો ખ્યાલ આવતા કેટલાક કોંગ્રેસીએ તેમના ટ્વિટ ડીલીટ કરી દીધા હતા, પરંતુ અમુક કોંગ્રેસના અમુક હેન્ડલે આવી ગંભીર ભૂલ કરવા છતાં ટ્વિટ ડીલીટ કર્યા નથી.

દેશ ગુજરાત