તિહાર જેલમાં કેદ એક ઠગે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ અને આપ- પાર્ટીને 50 કરોડ કેમ ચૂકવ્યા?
November 01, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં જેલમાં કેદ ઠગ અને ગુંડાઓ સુરક્ષા મેળવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને પ્રોટેક્શન મની ચૂકવતા હોવાનો ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત થયો છે.
આ અહેવાલ અનુસાર સુકેશ ચંદ્રશેખર નામના એક ઠગે કબૂલાત કરી છે કે તેણે પ્રોટેક્શન મની રૂપે આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ ચૂકવ્યા છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને એક પત્ર લખીને જાણ કરી છે કે, તે 2015થી સત્યેન્દ્ર જૈનને ઓળખતો હતો.
પત્રમાં ચંદ્રશેખરે ઉમેર્યું છે કે, તેણે આમ આદમી પાર્ટીને કુલ 50 કરોડ રૂપિયા ચૂકવ્યા છે કેમ કે તેને દક્ષિણ ભારતમાં પાર્ટીનો મહત્ત્વનો હોદ્દો આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
“2017માં મારી ધરપકડ પછી મને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં સત્યેન્દ્ર જૈન વારંવાર મને મળવા આવતા. તેઓ ત્યારે જેલ ખાતાના મંત્રી હતા. 2019માં સત્યેન્દ્ર જૈન ફરી મને મળવા આવ્યા. તેમને સચિવે મને પ્રોટેક્શન મની તરીકે તેમજ જેલમાં કેટલીક મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે દર મહિને બે કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું,” તેમ ચંદ્રશેખરે પોતાના હસ્તાક્ષરમાં લખેલો આ પત્ર તેના વકીલ દ્વારા ઉપરાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો.
ચંદ્રશેખર વગદાર લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાના આરોપસર હાલ જેલમાં છે. તેણે વારંવાર વિનંતી કર્યા બાદ તેને તિહાર જેલમાંથી મંડોલી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તેનો દાવો હતો કે તેને તિહાર જેલમાં અંદરથી જ લોકો દ્વારા મારી હત્યા કરવાની ધમકીઓ મળતી હતી. આ મહિને તેણે મંડોલી જેલમાંથી પણ અન્યત્ર ખસેડવા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.
તેણે 19 ઑક્ટોબરે આ પત્ર ઉપરાજ્યપાલને લખ્યો હતો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
