ભારતમાંથી ઘઉંની નિકાસમાં થયો બે-ગણો વધારો નોંધાયો
November 03, 2022
નવી દિલ્હીઃ દેશમાંથી થતી ઘઉંની નિકાસમાં બે-ગણો વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના ગાળામાં 1.48 અબજ ડૉલરના ઘઉંની નિકાસ થઈ જે ગત વર્ષે આ ગાળામાં થયેલી નિકાસની સરખામણીમાં ડબલ છે.
સરકારે આમ તો ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો છતાં અમુક દેશોમાં અન્નની તીવ્ર અછત ઊભી થતાં અન્ન સલામતી જાળવવા મે મહિનામાં અમુક પ્રમાણમાં નિકાસની છૂટ આપવામાં આવી હતી.
મંત્રાલયે જણાવ્યું કે, એપ્રિલથી સપ્ટેમ્બર 2021ના ગાળામાં 630 મિલિયન ડૉલરના ઘઉંની નિકાસ થઈ હતી તેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના ગાળામાં 1,487 મિલિયન ડૉલરના ઘઉંની નિકાસ થઈ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાને કારણે વૈશ્વિક ઘઉંના પુરવઠામાં માઠી અસર થઈ હતી, કેમ કે આ બંને દેશો ઘઉંના સૌથી મોટા ઉત્પાદકો છે.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે, સર્વગ્રાહી ખેત પેદાશોની નિકાસ પણ આ ગાળામાં વધીને 13.77 અબજ ડૉલર થઈ છે જે એક વર્ષ પહેલાં 11.05 અબજ ડૉલર હતી.
વર્ષ 2022-2023 માટે નિકાસનો લક્ષ્યાંસ 23.56 અબજ ડૉલરનો નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે પૈકી છ મહિનાના ગાળામાં 13.77 અબજ ડૉલરની નિકાસ થઈ ચૂકી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
