ડિસેમ્બરમાં મોંઘવારીમાં ઘટાડો થવાની સંભાવના હોવાનો નિષ્ણાતોનો અંદાજ
November 03, 2022
નવી દિલ્હીઃ હોલસેલ ભાવના ઈન્ડેક્સ, જે ફુગાવા તરીકે ઓળખાય છે તેમાં આવતા મહિને અર્થાત ડિસેમ્બરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.
પીએચડી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો મત છે કે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની અસર હોલસેલ ભાવો ઉપર પડશે. ચેમ્બરના પ્રમુખ સાકેત દાલમિયાએ કહ્યું કે, ફુગાવો જૂન 2022માં 16.2 ટકાની ટોચની સપાટીએ હતો જે ઘટીને સપ્ટેમ્બર 2022માં 10.7 ટકા થઈ ગયો હતો.
તેમણે જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેંકે રેપોરેટમાં વધારો કરીને ફુગાવાને કાબુમાં રાખવા પ્રયાસ કર્યા તેને પરિણામે જ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં મોંઘવારીનો દર નિયંત્રણમાં રહ્યો હતો.
ચેમ્બરના પ્રમુખે જણાવ્યું કે, દુનિયાના અન્ય દેશોએ ફુગાવાને કાબુમાં રાખવા રેપો રેટમાં ઘણો વધારો કર્યો હતો. જેમ કે કેનેડા 300 બીપીએસનો વધારો કરીને મોંઘવારી 120 બીપીએસ કાબુમાં રાખી શક્યો હતો, જ્યારે અમેરિકાએ 275 બીપીએસ, ઓસ્ટ્રેલિયાએ 250 બીપીએસ, યુકેએ 175 બીપીએસ, દક્ષિણ આફ્રિકાએ 225 બીપીએસનો વધારો કર્યો હતો.
પીએચડી ચેમ્બરે કહ્યું કે, ભારતમાં હોલસેલ ભાવ ઈન્ડેક્સના ફુગાવામાં એકધારો ઘટાડો થઈ રહ્યો છે અને તેની અસર છૂટક બજારના ફુગાવા ઉપર થશે અને પરિણામે મોંઘવારીનો દર છ (6) ટકાની આસપાસ આવી જશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
