પંજાબમાં આપ-ની સરકાર નહોતી ત્યારે પરાળીનો ઉપાય હતો, સરકાર બન્યા પછી એ ઉપાયનો અમલ નહીં
November 03, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે ગુરુવારે પ્રદૂષણની માત્રા અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ (એપીઆઈ-800) પહોંચી ગઈ છે અને આગામી ત્રણ દિવસ સુધી ગંભીર સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગની ચેતવણી વચ્ચે કેજરીવાલના આ વિષય પરના વિવિધ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પરાળીના અસંખ્ય ઉપાય સૂચવતા જોવા મળે છે.
दिल्ली लोग परेशान हो गए है प्रदुषण से पंजाब सरकार टाइम लाइन बताये कब आप पराली जलाना बंद करेंगे ?
जी जवाब दो,
આ તમામ વીડિયો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તે પહેલાંના છે અને એ દરેકમાં કેજરીવાલ પરાળીની સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં હોવાનો દાવો કરતા જોવા મળે છે. કેજરીવાલ કહે છે કે, પરાળી માટે ખેડૂતો જવાબદાર નથી પરંતુ તેના ઉકેલની જવાબદારી સરકારની છે. પંજાબ સરકાર ધારે તો અમારી દિલ્હીની ફોર્મ્યુલાનો અમલ કરી શકે છે. અમે દિલ્હીમાં એક કેમિકલ વિકસાવી દીધું છે જે પરાળી ઉપર છાંટવામાં આવે તો તેનું ખાતરમાં રૂપાંતર થઈ જાય છે. અમે તો દિલ્હીના તમામ ખેતરોમાં એનો મફતમાં છંટકાવ કરાવી દીધો અને બધું ખાતર બની ગયું. https://twitter.com/SocialTamasha/status/1588046997629841408
તે એમ પણ કહેતા સંભળાય છે કે, પરાળી તો સોનું છે. તેમાંથી ખાતર બની શકે, તેમાંથી કોલસો બની શકે, અમુક કારખાનાવાળા પરાળીમાંથી અલગ અલગ ચીજવસ્તુઓ બનાવે છે. હું તો પંજાબમાં આવા 10-21 કારખાનાવાળાઓને મળી આવ્યો અને તેમનું કહેવું છે કે, તેઓ બધી જ પરાળી લઈ જવા માટે તૈયાર છે અને તેને સળગાવવાની કોઈ જરૂર નથી.
पराली तो सोना है ! फिर पंजाब में इस सोने के उपयोग क्यों नहीं किया
આ બધા દાવા કરતા કેજરીવાલના જૂના વીડિયો શૅર કરીને નેટિઝન્સ આમ આદમી પાર્ટીને પૂછી રહ્યા છે કે, આ તમામ દાવાનો હવે અમલ કેમ નથી થતો? જે કેમિકલની વાત કરવામાં આવતી હતી એ કેમિકલ ક્યાં ગયું? શા માટે એ કેમિકલનો ઉપયોગ હવે પંજાબમાં તમારી સરકાર છે ત્યારે કરવામાં આવતો નથી?
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
