ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંકલ્પ પત્ર માટે પ્રજા પાસે સૂચનો મગાવ્યાં
November 05, 2022
— શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નું લોન્ચિંગ કરવામાં આવ્યું.
— ગુજરાતની જનતા “સૂચન પેટી” તેમજ “www.agresargujarat.com”ની વેબસાઇટ તેમજ “78 78 182 182” નંબર પરથી પણ સૂચનો જણાવી શકશે
— 5 થી 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતાનાં સૂચનો લેવામાં આવશે
કોબાઃ ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરતા પહેલા સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનના વિચારો અને પસંદગી જાણવા માટે “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” નું લોન્ચિંગ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે અગ્રેસર ગુજરાતનું કેમ્પેઇન તારીખ 5 થી 15 સુધી યોજવામાં આવશે. આ કેમ્પેઇનમાં સૂચના પેટી દરેક તાલુકા મંડળ, દરેક જાહેર સ્થળો પર,ગ્રામ પંચાયતો પર મુકવામાં આવનાર છે અને પોસ્ટ કાર્ડ માધ્યમ થકી ગુજકાતની જનતા તેમના સૂચનો જણાવી શકશે તેમજ www.agresargujarat.comની વેબસાઇટ તેમજ 78 78 182182 નંબર પર પણ ભાજપના સંકલ્પો અંગે સુચનો જણાવી શકશે.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી આવી ગઇ છે ત્યારે રાજ્યની પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી 15 દરમિયાન જનતા જનાર્દનના સુચનોનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.
શ્રી પાટીલે વધુમાં જણાવ્યું કે, ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પુર્ણ કરવામાં આવ્યા છે તો જે વચનો બાકી છે તે સંકલ્પો પુરો કરવાના પ્રયાસો ચાલુ છે તે સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પુર્ણ કરવામા ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પુર્ણ કરે છે અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી.
ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસીક બેઠક આપશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે.
શ્રી સી.આર. પાટીલે જયનારાયણ વ્યાસજીના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટિકિટ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટિકિટની અપેક્ષા નહીં હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે જેને પાર્ટીએ સ્વીકાર્યું છે. શ્રી પાટીલે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટિકિટ નથી આપવાની.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
