ગુજરાત ભાજપે આ ગુજરાત મે બનાવ્યું છે અભિયાન વિધિવત શરુ કર્યું
November 07, 2022
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આજે ભાજપના ચૂંટણી પ્રચાર માટેના આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઇનનો શુભારંભ ગુજરાત ભાજપની વડી કચેરી શ્રી કમલમથી કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો વિવિધ સ્થળો પર જઇને શપથ લેવડાવશે તેમ પાટીલે તેમના વક્તવ્યમાં કહ્યું હતું. આ અભિયાન હેેઠળનું ગીત પણ પત્રકાર પરિષદમાં લોંચ કરવામાં આવ્યું હતું. પાટીલે તેમના વક્તવ્યમાં પાછલા વીસ ઉપરાંત વર્ષોમાં ગુજરાતે મેળવેલી વિવિધ સિદ્ધિઓની યાદી વાંચી હતી. તેઓ આ ગુજરાત બોલે તેના પ્રતિસાદમાં હાજર કાર્યકરો મેં બનાવ્યું છે નો નારો બોલી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક દિવસ અગાઉ વલસાડ જિલ્લાના કપરાડામાં ભાજપની રેલીને સંબોધન કરતા આ નારો આપ્યો હતો. વડાપ્રધાન સંખ્યાબંધ વખત આ ગુજરાત બોલ્યા હતા જ્યારે તેના પ્રતિસાદમાં હાજર લોકો મેં બનાવ્યું છે બોલ્યા હતા અને નારાને ઝીલ્યો હતો. ગુજરાત ભાજપે વર્ષ 2017ની પાછલી વિધાનસભાની ચૂંટણીમાં હું છું ગુજરાત હું છું વિકાસ એવો નારો આપ્યો હતો અને એ રીતે લોકોને ગુજરાતની વિકાસયાત્રાના કર્તા બનાવ્યા હતા. આ વખતના નારામાં પણ લોકોને ગુજરાતના કર્તા બનાવવામાં આવ્યા છે અને એ રીતે ગુજરાતની આજની જે કંઇ વિકાસયાત્રા કરી છે, સિદ્ધિઓ , ઉપલબ્ધિઓ રહી છે તેના કર્તા તરીકે જનસામાન્યને લેખવામાં આવ્યા છે.
CR launches Gujarat BJP’s ‘Aa Gujarat Me Banavyu Chhe’ campaign https://t.co/eakG2MVDTb pic.twitter.com/dpFqdnrsyV
— DeshGujarat (@DeshGujarat) November 7, 2022
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
