ભારતીય બેન્કોએ રૂ.59,000 કરોડનો ચોખ્ખો નફો કર્યો, જે કોઇ એક ક્વાર્ટરમાં થયેલો સૌથી વધુ નફો
November 09, 2022
• સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કોનો નફો ગત વર્ષના સમાન ગાળા કરતાં 57% ઊછળ્યો
• એસબીઆઇ રૂ. 13,264 કરોડના સર્વોચ્ચ નફા સાથે સૌથી નફાકારક કંપની
• એનપીએ ઘટાડવા સરકારે કરેલા સતત પ્રયાસોનું આ પરિણામ: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ
• ધિરાણ વધવાથી બેન્કોના નફામાં ઊછાળો આવ્યો
સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરમાં બેન્કોનો ચોખ્ખો નફો (રૂ.કરોડ)
એસબીઆઇ – 13,264
એચડીએફસી બેન્ક – 10,605
ICICI બેન્ક – 7,758
એક્સિસ બેન્ક – 5,330
બેન્ક ઓફ બરોડા – 3,312
કોટક બેન્ક – 2,581
કેનરા બેન્ક – 2,525
મુંબઇ: ભારતની કોમર્શિયલ બેન્કોએ સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા (ક્વાર્ટર)માં સંયુક્ત રીતે આશરે રૂ.59,000 કરોડનો નફો કર્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં થયેલા રૂ.37,567 કરોડના ચોખ્ખા નફા કરતાં 57% વધુ છે. ભારતીય બેન્કોએ કરેલો આ નફો અન્ય કોઇ ત્રિમાસિક ગાળામાં થયેલા નફા કરતા સૌથી વધારે છે.
મોટા ભાગની બેન્કોએ શનિવારે તેમના પરિણામો જાહેર કર્યા પછી બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ સોમવારે 41,779ને અડ્યો હતો, જે તેની ઐતિહાસિક ઊંચી સપાટી 41,840ની નજીક છે.
ખાનગી બેન્કોએ સંયુક્ત રીતે રૂ.33,165 કરોડનો નફો નોંધાવ્યો છે, જે અગાઉના વર્ષે નોંધાવેલા રૂ.19,868 કરોડના નફા કરતા લગભગ 67% વધારે છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ બીજા ક્વાર્ટરમાં રૂ.25,685 કરોડનો સંયુક્ત નફો નોંધાવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 50% વધારે છે.
અડધાથી વધારે નફો તો એસબીઆઇએ કર્યો હતો. તેણે રૂ. 13,264 કરોડ જેટલો સૌથી વધુ ત્રિમાસિક નફો કર્યો હતો, જે અગાઉના વર્ષ કરતાં 74% વધુ હતો. એસબીઆઇના વિક્રમ નફાએ તેને એકત્રિત ધોરણે આ ક્વાર્ટરમાં સૌથી નફાકારક કંપની બનાવી. એસબીઆઇનો રૂ.14,752 કરોડનો એકત્રિત નફો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રૂ.13,656 કરોડના નફા કરતા વધારે હતો.
ભારતની કોમર્શિલય બેંકોએ રુપિયા 59,000 કરોડનો કુલ ત્રિમાસિક નફો કર્યો. કોઇ પણ ત્રણ મહિનાના ગાળામાં આ નફો અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે. પાછલા નાણાકિય વર્ષના આ જ ત્રણ મહિનામાં નફો 37,567 કરોડ હતો. 57 ટકાનો કૂદકો. નાણામંત્રી સીતારામને બેંકોની બહેતર બનેલી સ્થિતિને આવકારી. pic.twitter.com/HE0jl9thlA
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) November 8, 2022
ખાનગી ક્ષેત્રમાં એચડીએફસી બેન્કે રૂ.10,605 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, જે 20% વધુ છે. આઇસીઆઇસીઆઇ બેન્કે રૂ.7,758 કરોડ(37% વધુ)નો નફો નોંધાવ્યો હતો. એક્સિસ બેન્કે રૂ.5,330 કરોડ (70% વધુ) નફો કર્યો હતો અને કોટક બેન્કે રૂ.2,581 કરોડનો નફો (27% વધુ) નફો કર્યો હતો.
નાણાં મંત્રી નિર્મલા સિતારમણે જાહેર ક્ષેત્રની બેન્કોના વિક્રમ પ્રદર્શન અંગે સોમવારે ટ્વિટ કર્યું હતું અને તેના માટે “નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઘટાડવાના સરકારના સતત પ્રયાસો”ને કારણભૂત ગણાવ્યા હતા. અગાઉના વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ 2016થી અનેક ક્વાર્ટર્સ સુધી ઔદ્યોગિક ગૃહો માટે બેડ લોન્સ માટેની જોગવાઇઓ કરી તે પછી બેન્કોએ નોંધાવેલી ભારે ખોટ બદલ સરકારનો ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધભાગમાં નોંધાવેલો નફો રૂ.40,991 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધભાગના રૂ.31,290 કરોડના નફાથી 31% વધુ હતો.
વર્તમાન ક્વાર્ટરમાં નફામાં થયેલો વધારો ધિરાણમાં આવેલા ઊછાળાના કારણે હતો, જે આરબીઆઇએ વ્યાજ દરમાં વધારો કર્યો તેના પગલે બેન્કોએ તેમના ધિરાણ દરો વધાર્યા હોવા છતાં આશરે 20% વધ્યું હતું. બેન્કો તેમના માર્જિન્સ સુધારવામાં સફળ રહી હતી, કેમકે ધિરાણ દરો વધ્યા તે પ્રમાણે ડિપોઝિટ્સનો ખર્ચ વધ્યો ન હતો.
The continuous efforts of our govt for reducing the NPAs & further strengthening the health of PSBs are now showing tangible results. All 12 PSBs declared net profit of Rs 25,685 cr in Q2FY23 & total Rs 40,991 cr in H1FY23, up by 50% & 31.6%, respectively (y-o-y).(1/2)
— Nirmala Sitharaman (@nsitharaman) November 7, 2022
ભારતીય બેન્કો માટે સ્થિતિમાં સુધારો થવા તરફનો માર્ગ ઘણો લાંબો રહ્યો છે. પાછલાં થોડા વર્ષોમાં તેમને રૂ.10 લાખ કરોડ જેટલી લોનો માટે જોગવાઇઓ કરવી પડી હતી. છેલ્લાં પાંચ વર્ષથી સરકારે બેન્કોમાં રૂ.3.1 લાખ કરોડની મૂડી ઠાલવી હતી તેના કારણે બેન્કોના આર્થિક ઉત્થાનને સહાય મળી છે. આ મૂડીમાંથી રૂ.35,000 કરોડ અંદાજપત્રીય ફાળવણી મારફત અને બાકીના રૂ.2.75,000 કરોડ બોન્ડ્સના રીકેપિટલાઇઝેશન મારફત ઠાલવ્યા હતા, જેમાં બેન્કોએ સરકારને નાણાં ધીર્યા હતા, જેણે ઇક્વિટી તરીકે પરત આપ્યા હતા.
બેન્કો નાદારી મારફત માંડવાળ લોનો પર વસૂલાત કરતી રહી છે અને રૂ.5.4 લાખ કરોડમાંથી તેઓ રૂ.1.9 લાખ કરોડ વસૂલ કરી શકી હતી, જે દાખલ કરેલા દાવાના આશરે 37% છે.
એસબીઆઇ ઉપરાંત જાહેર ક્ષેત્રની અન્ય બેન્કોએ પણ ઊંચી નફાવૃદ્ધિ નોંધાવી છે. કેનરા બેન્કે 89% ઊછાળા સાથે રૂ.2,525 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે બેન્ક ઓફ બરોડાનો ચોખ્ખો નફો 59% વધીને રૂ.3,312 કરોડ થયો છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ.1,848 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે 21% વધુ છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
