તાલાળા બેઠકના ધારાસભ્ય ભગાભાઇ બારડ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
November 09, 2022
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતીથી પ્રેરાઇ વિવિધ રાજકીય પાર્ટીઓના આગેવાનો અને સામાજીક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ વેરાવળ તાલુકા પંચાયના પુર્વ પ્રમુખ રહી ચુકેલા શ્રી ભગાભાઇ બારડ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસના નેતાશ્રી ભગાભાઇ બારડ તેમજ જશાભાઇના પુત્ર શૈલેષભાઇ બારડ અને હિરેનભાઇ બારડને ખેસ અને ટોપી ધારણ કરાવી પક્ષમાં આવકાર્યા.
આ પ્રસંગે પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસના ઘારાસભ્યશ્રી ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. ભાગાભાઇ બારડનું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ વતી તેમનું હ્રદયથી સ્વાગત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની વૈશ્વીક ઓળખ આજે બદલાઇ છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય પાર્ટી છે. પ્રદિપસિંહ વાઘેલાજીએ ભગાભાઇ બારડે કરેલા સામાજિક કાર્યો અંગે માહિતી આપી.
શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ સ્વ જશુભાઇ બારડને યાદ કરતા જણાવ્યું કે, તેમણે ધારાસભ્ય અને સાંસદ તરીકે સૌરાષ્ટ્રમાં ખુબ સેવાકીય કાર્યો કર્યા અને આહિર સમાજની દિકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ઘણા પ્રયત્નો કર્યા.
શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાત અને હિમાચલ રાજયમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા કહેવાતા રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન લઇને નિકળ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના રોજ એક નવા મહેમાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એક બાજુ રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન ચલાવે છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે. કોંગ્રેસ છોડો અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સફળ થયા છે. આવનાર દિવસોમાં ગુજરાતની જનતાના આશિર્વાદથી ફરી એક વાર ઐતિહાસિક જીત થશે અને વિકાસના કાર્યોને ગતી આપશે.
શ્રી ભગાભાઇ બારડે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્ય તરીકે અને સભ્ય પદેથી આજે મારુ રાજીનામું આપી મોટી સંખ્યામાં મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. ઘણા વિચારો કર્યા પછી કોઇની ટીપ્પણી કરવી નથી. અમે મુળ કોંગ્રેસી નથી.વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની રાજનીતીમાં એક સૌનિક તરીકે જોડાયો છું. પક્ષ જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠા પુર્વક પ્રમાણીક રીતે પુર્ણ કરીશ. પક્ષને નિચુ જોવા જેવું થાય તેવું કામ મારી જીદંગીના છેલ્લા શ્વાસ સુઘી નહી કરું.અમારા પરિવાર સાથે આખા ગુજરાત અને સૌરાષ્ટ્રનો આહિર સમાજ જોડાયેલો છે અને અન્ય સમાજના વર્ગો પણ અમારા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા છે.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ભરતભાઈ ડાંગર, શ્રી ડો.રૂત્વીજભાઇ પટેલ, પ્રદેશના સહ મીડિયા કન્વીનરશ્રી ઝુબીનભાઇ આશરા, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ શ્રી માનસિંહભાઇ પરમાર, આહિર સમાજના અગ્રણી ભીમસિંહ આહિર અને ભાજપના નેતાશ્રી જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
