કોંગ્રેસના ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઇ કટારા વિધિવત રીતે ભાજપમાં જોડાયા
November 10, 2022
ગાંધીનગર: આઝાદીના 75 વર્ષમાં દેશને આત્મનિર્ભર ભારતની દિશા આપનાર એવા દેશના વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસની રાજનીતી પ્રેરાઇ ગુજરાત ભાજપમાં કોંગ્રેસના વધુ એક નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ઝાલોદના ધારાસભ્યશ્રી ભાવેશભાઇ કટારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ સરકારમાં આદિવાસી સમાજના કલ્યાણ માટે દરેક ક્ષેત્રે કામ કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે જ આદિવાસી સમાજના કલ્યાણ માટે કામો શરૂ થયા હતા તે આજે પણ અવિરત ચાલુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આદિવાસી સમાજને દેશનું સર્વોચ્ચ પદ આપ્યું છે. આજે શ્રી ભાવેશભાઇ કટારાએ ભાજપમાં જોડાયા પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવી ને ચૂંટણી ન લડાવવો તો જ ભાજપમાં જોડાવું છે આ એક મહત્વની વાત કહી હતી.
શ્રી ભાવેશ કટારાએ મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું કે, અગાઉ ભાજપમાં જ હતો અને આજે ફરી ભાજપના કાર્યકરો અને નેતાઓએ મને આવકાર્યો તે બદલ સૌનો આભાર. આદિવાસી સમાજનો વિકાસ વધુ થાય તે માટે આજે ફરી ભાજપમાં જોડાયો છું. મારો અને મારા પિતાનો રાજકીય જન્મ ભાજપ માંથી જ થયો. આવનાર સમયમાં પાર્ટી જે પણ જવાબદારી આપશે તે નિષ્ઠાથી પુર્ણ કરવાનો પ્રયાસ કરીશ.
આ કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ડો.રૂત્વીજભાઇ પટેલ, શ્રી હિતેન્દ્રભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
