Advertisement
Since 2006
Gujarat is something we are passionate about
Gujarat Polls 2027 Gujarati Calendar
Advertisement
Gujarati

જનતાના પ્રશ્નોની રજુઆતો સાંભળવા મંત્રીઓ દર સોમવાર સવારે ૧૦:૩૦ કલાકથી સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગર ખાતે મળશે

By DeshGujarat News Desk
જનતાના પ્રશ્નોની રજુઆતો સાંભળવા  મંત્રીઓ દર સોમવાર સવારે ૧૦:૩૦ કલાકથી સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગર ખાતે મળશે

ગાંધીનગર: રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મંત્રીમંડળના દ્વાર પ્રજાજનોની રજુઆતો સાંભળવા માટે દર સોમવારે ખુલ્લા રહેશે. 

રાજ્યમાં દર સોમવારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ ખાતેના મંત્રીશ્રીઓના કાર્યલાય ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યાથી નાગરિકોની રજુઆતો સાંભળીને ન્યાય આપવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. 

જ્યારે દર મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી સાસંદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે સ્થાનિક રજુઆતો સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.તદ્ઉપરાંત દર મંગળવારે બપોરે ૨:૩૦ વાગ્યેથી ધારાસભ્યશ્રીઓ, સાસંદશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ પોતાના મતવિસ્તારના સ્થાનિક પ્રજાજનો સાથે રજુઆતો સંબંધિત ચર્ચા કરશે. દેશગુજરાત

Share this story
Get DeshGujarat every morning

The day's top stories in your inbox at 7 am, your time. Free.

Shorts

DeshGujaratHDAll on YouTube →