વડોદરામાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૩.૫૦ કી.મી. લાંબા નવીન ફ્લાય ઓવર “અટલ બ્રિજ” નું લોકાર્પણ

વડોદરામાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૩.૫૦ કી.મી.  લાંબા નવીન ફ્લાય ઓવર “અટલ બ્રિજ” નું લોકાર્પણ

વડોદરા: વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે

જનશક્તિએ મૂકેલા અપાર વિશ્વાસને અમારી ટીમ ક્યારેય તૂટવા નહીં દે, તેની જવાબદારી અમે લઇએ છીએ રાજ્ય સરકાર દ્વારા એક યોજના માટે રજૂ કરેલા દસ્તાવેજો બીજી યોજના માટે પણ માન્ય રહે તે માટે ફેમિલી કાર્ડ યોજના લવાશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.

May be an image of road, street and sky

તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે.

મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડોદરામાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇના જન્મ દિન એવા સુશાસન દિવસે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા ૩.૫૦ કી.મી.ના નવીન ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.મુખ્ય મંત્રીશ્રીએ સમા વિસ્તારમાં રૂ.૬૪.૮૨ લાખના ખર્ચે નિર્માણ થયેલ ઉદ્યાનનું લોકાર્પણ કરવા સાથે વડોદરાનું ગૌરવ એવી ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરનું વડોદરા મહાનગરપાલિકાને હસ્તાંતરણ કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા પ્રકાશિત “Majestic Vadodara – page from the Past” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ અવસરે વડોદરાના વૈભવ વારસાને ઉજાગર કરતા કલાધર વિદ્યાર્થીઓએ દોરેલા ચિત્રો મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે બ્રિજની મુલાકાત પણ લીધી હતી.

May be an image of 8 people, people standing and outdoors