સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેઇડના કવરેજ દરમિયાન તેમની ઓળખ જાહેર ન થાય તેની અત્યંત કાળજી રાખવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ
January 04, 2023
નવી દિલ્હી: સેકસ વર્કર અને તેના ગ્રાહકોની ઓળખ મીડિયામાં જાહેર ન થવા દેવા સંદર્ભે થયેલી પિટિશનમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેડની કામગીરીના અનુસંધાનમાં તેમની ઓળખ જાહેર ન થાય તે સંદર્ભે અત્યંત કાળજી રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પ્રેસ અને મીડિયા કવરેજ માટે તાજેતરમાં જારી કરવામાં આવેલી વિસ્તૃત માર્ગદર્શિકામાં પણ આ વિષયને આવરી લઈને સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “મીડિયાએ ધરપકડ, દરોડા અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન સેક્સ વર્કરોની ઓળખ જાહેર ન કરવાની અત્યંત કાળજી લેવી, પછી ભલે તે પીડિત હોય કે આરોપી હોય. એટલું જ નહિ, એવા કોઈ ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન કરવા કે જેનાથી આવી ઓળખ જાહેર થાય. આ ઉપરાંત નવી દાખલ કરાયેલી IPC કલમ ૩૫૪- સી, જે વોયુરિઝમ (voyeurism) ને ફોજદારી ગુનો બનાવે છે, તેનું મીડિયાએ સખતપણે પાલન કરવું, જેથી બચાવ કામગીરીને કેપ્ચર કરવાની આડમાં સેક્સ વર્કરોના તેમના ગ્રાહકો સાથેના ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન થાય.”
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પત્રકારિતા માટે વિસ્તૃત માન્ય ધોરણો અને સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેને સૌ મીડિયા હાઉસ તેમજ પત્રકારશ્રીઓએ ખૂબ જ ગંભીરતા સાથે અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે. દેશગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
